માતાએ એક વર્ષના સગા દીકરાને ઝેરના ટીકડા પાઈને પોતે પણ પી લીધા ઝેરી ટીકડા આ કારણ જાણીને માથું પકડી લેશો..!!

0
151

આજના સમયમાં લોકો કોઈપણ નાની મોટી વાતોમાં ઘણા ખોટા પગલાં ભરી લે છે અને તેમાં અમુક લોકો માનસિક વિચારતાને કારણે શંકાઓ અને માનસિક બિમારીઓને કારણે લોકો આપઘાત કરવાની કોશિશ કરે છે. અને તેમાં નિર્દોષ બાળકોને પણ આપઘાત કરીને મારી નાખવાની કોશિશ કરે છે.

આવી જ એક ઘટના સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં નાના વરાછામાં બની છે. આ ઘટનામાં શિવધારા સોસાયટીમાં રહેતા જીગ્નેશભાઈ ગજેરા અને તેમના પત્ની ચેતનાબહેન અને તે બંનેનો પુત્ર અંશ રહેતા હતા. ચેતનાબહેનની ઉંમર 30 વર્ષની હતી. અને તેમના પુત્ર અંશ એક વર્ષનો હતો.

આ ચેતનાબહેનને ત્રણ વર્ષથી માનસિક બીમારી હોવાને કારણે તેઓને દવા ચાલતી હતી. ચેતનાબેન તામશી મગજના થઈ ગયા હતા. તેમને પરિવારમાં કોઈ પણ ઝઘડાઓ ચાલતા નહોતા. અને આ ચેતનાબહેન એક દિવસ તેમના પતિ જીગ્નેશભાઈ સવારે કારખાને જવા માટે નીકળ્યા હતા. પછી ઘરે ચેતનાબેન અને તેમના પુત્ર હતા.

બપોરના સમયે ચેતનાબહેને તેમના પાડોશી ને કહ્યું હતું કે, તેમનો પુત્ર અંશ રહેતો નથી એટલે તેને બહાર કચરું નાખવા અને અંશને બહાર આંટો મારાવા લઈ જાય છે. અને તેમ કહીને તે ચેતનાબહેન વરાછાના ઝડપ્યા સર્કલ પાસે જઈને પોતે ઝેર પી લીધું હતું. અને તેમના એક વર્ષના પુત્રને પણ ઝેર પાઈ દીધું હતું. અને તે બંનેના આ ઘટના સ્થળે જ મોત થઈ ગયા હતા.

જીગ્નેશ ભાઈ સાંજે ઘરે આવ્યા બાદ તેમના પત્ની અને તેમના પુત્ર ઘરે ન દેખાયા તેથી તેમને શોધવાનું ચાલુ કર્યું હતું. અને આજુબાજુના ઘરમાં પણ પૂછયુ હતું. ત્યારે તેમને જાણ થઈ હતી કે તેઓ બપોરે અંશને બહાર આંટો મારવા જવાનું કહીને નીકળ્યા હતા. આ ઘટના અંગે જીગ્નેશભાઈ પોલીસને જાણ કરી હતી.

અને પોલીસ તપાસ બાદ જીગ્નેશભાઈના પત્ની ચેતના બહેન અને તેમનો પુત્ર ઝડપીયા સર્કલ પાસેથી મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ જોઇને જીગ્નેશભાઈને હોશ રહ્યા ન હતા. અને તેઓ ભાન ભૂલી ગયા એક સાથે તેમના ઘરના  બંને સભ્યોને મૃત્યુ પામેલા જોઈને તેઓને ખુબ મોટો આઘાત લાગી ગયો હતો. આ ઘટના અંગે પોલીસ તપાસ કરી રહી હતી.

લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here