માતાએ ફોન મુકીને રસોઈ કરવા કીધું તો દીકરીને માઠું લાગી ગયું, પછી દીકરીએ કરી લીધો આપઘાત ..!!

0
111

હાલમાં દિવસે ને દિવસે બાળકો, યુવાનો અને કિશોરોને મોબાઈલ ગેમની લત લાગતી જાય છે જાણે વ્યસનની જેમ આ ગેમની લત બધા બાળકોને લાગી ગઈ છે. આ બાળકોને મોબાઈલ મુકવાનું કહેવામાં આવે તો તે લોકોને ખોટું લાગી જાય છે અને આજ-કાલ બાળકો પણ ગુસ્સો કરીને ખોટા પાગલો ભરે છે.

એવી જ એક ઘટના વડોદરા શહેરના સમા વિસ્તારમાં શુક્લા નગરમાં રહેતા એક પરિવારમાંથી સામે આવી છે. આ પરિવારમાં પતિ-પત્ની અને તેમની દીકરી રાજી ખુશીથી રહેતા હતા. દીકરી પંદર વર્ષની હતી. આ દીકરી રોજે મોબાઇલમાં ગેમ રમતી હતી. અને તેમને મોબાઈલની એટલી ખોટી લત લાગી ગઈ હતી.

દીકરીને એક દિવસ મોબાઈલ મુકવાનું તેની માતાએ કહ્યું તો તેને માઠું લાગી ગયું. આ દીકરીના પિતા શુક્લા નગરમાં વોચમેનની નોકરી કરતા હતા. અને તેમની આ દીકરી તેમને ખૂબ જ વહાલી હતી. તેથી આ દીકરીની બધી માંગ પૂરી કરતા હતા. તેને કારણે દીકરીને ફોન માગે ત્યારે ફોન આપી દેતા હતા.

એક દિવસ સવારના સમયે દીકરી ફોનમાં ગેમ રમતી હતી. અને તેમની માતા બહાર ગઈ હતી. તેમની માતાએ બહારથી આવીને દીકરીને રસોઇ કરવા કહ્યું અને ફોન મૂકી દેવા કીધું, તો દીકરીને તે સારું ન લાગ્યું. અને દીકરીએ ફોન ના મુકયો. અને તે મોબાઈલમાં ગેમ રમતી રહી. પછી દીકરીને માતાએ દીકરીને ઠપકો આપ્યો.

તો દીકરીને ખૂબ જ ખોટું લાગ્યુ. અને એક દિવસ દીકરીની માતા કોઈ કામસર બહાર ગઈ હતી. તો દીકરીએ રૂમમાં જઈને પંખા પર પટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. અને આ કિશોરી ખોટું પગલું ભરી ગઈ હતી. પછી તેની માતા ઘરે આવીને જોયું ત્યાં તો દીકરી આ દુનિયા છોડીને જતી રહી હતી.

પછી તે તેની માતાએ તેના પિતાને જાણ કરી અને તેના પિતા આ જોઈને બેહોશ થઈ ગયા. આ ઘટના અંગેની જાણ તે વિસ્તારના પોલીસને કરવામાં આવી હતી અને પોલીસ ઘટના સ્થળે આવીને ઘટનાની તપાસ કરી હતી. દીકરીની માતાને પછી થયું કે મેં આ ન કીધું હોત તો સારું હતું. પણ જે થવાનું હતું એ થઇ ગયું.

લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here