આધુનિક યુગમાં બાળકોને ખુબ જ મોબાઇલની લત લાગી ગઇ છે. અને નવી-નવી ટેકનોલોજીને કારણે બાળકોના હાથમાં મોબાઈલ આવતા બાળકો પોતાનો અભ્યાસ કરવાની જગ્યાએ નવી નવી ગેમો ઇન્સ્ટોલ કરીને રમી રહ્યા છે. અને અનેક ગેમોમાં બાળકો ખૂબ જ રસ દાખવી રહ્યા છે. તેમાં ગેમો એતો બાળકો માટે વ્યસન જેવી બની ગઈ છે.
બાળકો પછી ગેમ રમવાને કારણે પોતાનો હોશ ખોઈ બેસે છે. અને પછી ગેમનો નશો તેનામાં હોય છે તેને કારણે પોતે શું કરે છે તેનું તેને ભાન રહેતું નથી. આવી જ એક ઘટના પબજી ગેમ રમીને બાળકે હોશ ખોઈ દીધો હતો. આ ઘટના એક માતા સાથે બની હતી. માતાનું નામ સાધનાબેન હતું. સાધનાબેનની ઉમ્ર 40 વર્ષની હતી.
તેના પતિ આર્મીમાં જેસીઓ છે તેને કારણે પરિવારમાં 3 સભ્યો જ રહેતા હતા. ઘરે માતા-પુત્ર અને તેમની પુત્રી જ રહેતા હતા. પુત્રની ઉમ્ર 16 વર્ષની હતી. અને પુત્રીની ઊંમર 10 વર્ષની હતી. પુત્ર મોબાઇલ ગેમનો ખૂબ જ શોખીન હતો. તે અવારનવાર સોશિયલ મીડિયા ઉપર ગેમને લાઈવ કરીને બધા જ લોકોને બતાવતો હતો.
પુત્રને મોબાઇલની ખૂબ જ ખોટી લત લાગી ગઈ હતી. તેને કારણે માતા સાધનાબહેનની તેના પુત્રને ફોન મૂકી દેવા કહ્યું હતું. અને મોબાઈલ ગેમ રમવાનીના પાડી હતી. મોબાઇલ ગેમ ન રમવા દેતા તેના હાથમાંથી ફોન લઈ લીધો હતો. તેને કારણે પુત્ર ખૂબ જ ગુસ્સે થઈ ગયો હતો. અને એક દિવસ માતા સાધનાબહેન ઊંઘી રહ્યા હતા.
ત્યારે પુત્રએ પોતાના પિતાની લાઇસન્સવાળી પિસ્તોલ લઇને માતને ગોળી મારી દીધી હતી. અને તેની 10 વર્ષની બહેનને પણ ધમકાવી હતી. જો તેની બહેન કોઈને પણ આ વાત કરશે તો તેને પણ માતા જેવી હાલત કરી નાખશે. આમ કહીને માતાની લાશને સંતાડવા માટે સરખી જગ્યા ન મળતા ઘરમાં જ માતાની લાશને 2 દિવસ સુધી રાખી હતી.
અને સળગાવવાના પદાર્થો માતાની લાશ ઉપર નાખીને સળગાવવાનો પણ તેણે પ્રયત્ન કર્યો હતો. પરંતુ પાડોશીના લોકોને આ સાધનાબહેનના ઘરમાંથી દુર્ગંધ આવતા અને ઘર 2 દિવસથી બંધ રહેતા તેઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસ કર્યા બાદ પોલીસને ઘરમાંથી સાધનાબહેનની લાશ તેમનો પુત્ર અને પુત્રી મળી આવ્યા હતા.ત્યારબાદ પોલીસે તપાસ કરીતો પુત્ર ખોટું બોલીને ઘરમાં લાઈટનું કામ કરવા આવેલી વ્યક્તિએ માતાની હત્યા કરી નાખી છે તેમ કહ્યું હતું. તે માટે પોલીસ આ પુત્રની પૂછપરછ કરી રહી હતી
લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!