વરસાદ ન થતા ખેડૂતોએ ભેગા મળી માતાજીના મંદિરે કરી લાપસી, હવે ક્યારે આવશે વરસાદ?

0
187

મોટા ભાગે જયારે વાવણી કરવાનો સમય આવે ત્યારે ખેડૂતો લાપસીના આંધણ મુક્ત હોઈ છે. દર વર્ષની જેમ ખેડૂતોએ આ વર્ષે પણ હોશે હોશે લાપસીના આંધણ મૂકી પ્રસાદીની લાપસી ખાઈ વાવણીની શરૂઆત કરી હતી. વાવણી થઈ ગયા બાદ ગુજરાતના ઘણા જીલ્લાઓમાં વરસાદ પડી ગયો છે જયારે ઘણા જીલ્લાઓમાં વરસાદએ ડોકિયું પણ નથી કાઢ્યું. વરસાદન થતા ગામો ગામના ખેડૂતો ભેગા મળીને માતાજીના મઢએ લપસી કરી પ્રાર્થના કરી કે હે માં , આ તાતને વારે આવજે માં.. સૌ કોઈ તારી આશા એ બેઠા છે કે માં વરસાદ લાવશે.

ખેતરમાં ઉભા પાક પાણીની સુવિધા ન હોવાને કારણે સુકાઈ રહ્યા છે. કપાસ અને મગફળીના પાકોને ભરપુર નુકસાન થયું છે. આ વર્ષે વરસાદ એકંદરે નબળો રહ્યો છે. વરસાદી પાણીની આવક ઓછી હોવાથી રાજ્યના તમામ મોટા જળાશયો પણ ખાલી ખમ પડ્યા છે.

આવા સમયે ઉનાળામાં પીવાય એટલું પાણી જળાશયોમાં બચે એ મુજબની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ રાજ્ય સરકારે પણ પાણીનો જથ્થો ઓછો હોવાથી ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી આપવાની મનાઈ કરી હતી. રાજ્ય સરકારે જણાવ્યું હતું કે જો પીવાના પાણીના જથ્થો બચાવ્યા બાદ જો પાણી વધશે તો ખેડૂતોને સિંચાઈ માટે અપાશે.

રાજ્યના ખેડૂતોની સ્થિતિ હાલ ખુબ જ ગંભીર છે , જો હજુ એક અઠવાડિયું વરસાદ નહી પડે તો ખેતીમાં ભારે નુકસાન વેઠવું પડશે એ પ્રકારની બીક સતાવી રહી છે. જો કે હવામાન વિભાગે આવતા અઠવાડિયામાં વરસાદ પડશે એવી આગાહી કરી છે.

ગામના ખેડૂતો માતાજીના મઢએ લાપસી કરી હતી. વરસાદ પાછો ખેચાયો છે જેના લીધે ખેડૂતો માટે હાલત ખરાબ બની છે. છોકરાની જેમ પાકનો ઉછેર કર્યો હોય અને હવે વરસાદના કારણે ઉભો ઉભો સુકાઈ એ જોઈ શકાતુ નથી. સૌ કોઈએ માતાજીના દર્શન કાર્ય અને એક જ અરજ કરી કે વરસાદ લાવજે માં. સૌ કોઈને આશા છે કે માં જરૂર અમારી વાત સાંભળશે અને વરસાદ લાવી ખેડૂતોના દુખો દુર કરશે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here