માતાજીના દર્શન કરવા છકડો રીક્ષામાં જતાં પરિવારના 6 સભ્યો સાથે સર્જાયો દર્દનાક અકસ્માત, જોઇને સૌ છે હેરાન..!!

0
139

હાલમાં અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. શહેરી વિસ્તારમાં કે ગ્રામ્ય વિસ્તારમાં લોકો સાથે અકસ્માતની ઘટનાઓ બનતી જોવા મળી રહી છે. લોકો ટ્રાફિકના નિયમોને પાલન કર્યા વગર ઉતાવળમાં વાહન ચલાવી રહ્યા હોય છે. તેને કારણે ઘણા બધા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. ઘણા લોકોના અકસ્માતમાં મૃત્યુ પણ થવા લાગ્યા છે.

પરિવારમાં આ અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થતા પરિવારમાં શોકનો માહોલ ફેલાઈ જાય છે. આવી જ એક અકસ્માતની ઘટના રાજકોટ શહેરમાં બની હતી. રાજકોટ શહેરમાં આવેલા ગોંડલ તાલુકામાં રહેતા કોળી સમાજના પરિવાર સાથે આ ઘટના બની હતી. આ પરિવારના લોકો ગુંદા પાસે આવેલા સિકોતર માતાજીના મઢે દર્શન કરવા માટે જતા હતા.

પરિવારના રેખાબેન ઇશ્વરભાઇ તેની ઉંમર 50 વર્ષની હતી. તેમના બંને દીકરા એક દીકરો પીનીત ઈશ્વરભાઈ રાઠોડ તેની ઉંમર 26 વર્ષની હતી. બીજો દીકરો બીપીનભાઈ ઈશ્વરભાઈ રાઠોડ તેની ઉંમર 25 વર્ષની હતી. તે બંનેની પુત્રવધુ વંદનાબેન પુનિતભાઈ રાઠોડ તેની ઉંમર 22 વર્ષની હતી. મુર્દુંબેન બીપીનભાઈ રાઠોડ તેની ઉંમર 23 વર્ષની હતી.

પરિવારમાં રેખાબેનને બે દીકરા અને બે દીકરીઓ હતી. દીકરીમાં મોટી દીકરી નયનાબેન રાઠોડ તેની ઉંમર 21 વર્ષની હતી. અને નાની દીકરી ભાવિકા તેની ઉમ્ર 20 વર્ષની હતી. આમ નયનાબેન પરિવારમાં 2 દીકરા અને તેમની 2 વહુ અને 2 દીકરીઓ રહેતા હતા. રેખાબેનના દિકરા બીપીનભાઈ મજૂરી કામ કરવાનું કામ કરતા હતા.

પુનિતભાઈ રિક્ષા ચલાવીને રિક્ષા ચાલકનો ધંધો કરી રહ્યા હતા. આમ બંને પુત્રો ધંધો કરીને પરીવારનું ગુજરાન ચલાવતા હતા. પરંતુ એક દિવસ બીપીનને ઘણા સમયથી ધંધો સારો ચાલતો ન હતો. અને ઘરમાં ઘણી આર્થિક મુશ્કેલીઓ થતી હતી. તેને કારણે ઘરના સભ્યો ગુંદા પાસે આવેલા માતાજીના મઢે દાણા જોવરાવા માટે નીકળ્યા હતા.

પોતાની બંને પુત્રવધુ મુર્દુંબેન અને વંદનાબેન સાથે છકડો રિક્ષા લઈને ગોંડલથી નીકળ્યા હતા. અને રસ્તામાં સરધાર હડમતીયાની વચ્ચે આવેલા રસ્તા પર પુનિત રીક્ષા ચલાવી રહ્યો હતો.  તે સમયે પુનિતનો રિક્ષા પરથી કાબુ ગુમાવતા રિક્ષા પલટી ખાઇ ગઇ હતી. તેને કારણે પરિવારના 6 સભ્યો ઘાયલ થઈ ગયા હતા.

પરિવારની સૌથી નાની દીકરી ભાવિકા ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું. રિક્ષા પલટી મારી તે સમયે પરિવારના બધા લોકોના જીવ અધ્ધર થઇ ગયા હતા. અને આ ઘટના બનતા બધા લોકો ખૂબ જ આઘાતમાં આવી ગયા હતા. ભાવિકાને માથાના ભાગે ગંભીર ઇજા થતા તે તરત જ મૃત્યુ પામી હતી.

અકસ્માત થતા આસપાસના સ્થાનિક લોકો તરત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત થયેલા પરિવારના લોકોને 108ને તરત ફોન કરી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. હાઈવે પર અકસ્માતને કારણે ટ્રાફિક જામ થઈ ગયું હતું. તેને કારણે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ટ્રાફીકને હળવું કર્યું હતું. પોલીસે આ ઘટનાની તપાસ કરી રહી હતી.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here