Mega Food Park : મેગા ફૂડ પાર્ક યોજના શું છે, ખેડૂતોને કેવી રીતે મળશે તેનો લાભ ?

0
193

મેગા ફૂડ પાર્ક (Mega Food Park) એટલે ખેડૂતો (Farmers) દ્વારા ઉત્પાદન થયેલા પાકને સંગ્રહ કરી અને બજારમાં પહોંચાડવાની પ્રક્રિયા અંગેની વ્યવસ્થા. વર્ષ 2009 માં, કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં 42 મેગા ફૂડ પાર્ક સ્થાપવાના પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી હતી, જેથી ખેડૂતોને તેમની પેદાશો માટે યોગ્ય ભાવ મળે અને તેમના ઉત્પાદનોને બજારમાં ઉપલબ્ધ થાય તે માટે પ્રોસેસિંગ કરવામાં આવે. હાલ દેશભરમાં 22 મેગા ફૂડ પાર્ક કાર્યરત છે.

કેન્દ્રીય ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ રાજ્ય પ્રધાન પ્રહલાદસિંહ પટેલે શુક્રવારે સંસદમાં જણાવ્યું હતું કે, દેશભરમાં 38 મેગા ફૂડ પાર્ક્સને અંતિમ મંજૂરી આપવામાં આવી છે. આ સાથે અન્ય ત્રણ મેગા ફૂડ પાર્કને પણ સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આમાંથી બે મેગા ફૂડ પાર્ક મેઘાલય અને તમિલનાડુમાં સ્થાપવા જઈ રહ્યા છે.

મેગા ફૂડ પાર્ક્સ શું છે ? : મેગા ફૂડ પાર્ક એટલે એક એવો મોટો પ્લોટ, મશીનરી કે જ્યાં કૃષિ ઉત્પાદિત પાક, ફળો અને શાકભાજીના સુરક્ષિત સંગ્રહની વ્યવસ્થા છે. જ્યાં તે ઉત્પાદનો પર પ્રોસેસિંગ કરી શકાય છે, માર્કેટની માગ પ્રમાણે ઉત્પાદનો તૈયાર કરવામાં આવે છે.

મેગા ફૂડ પાર્ક યોજના “ક્લસ્ટર” અભિગમ પર આધારિત છે. મેગા ફૂડ પાર્કમાં સાહસિકો દ્વારા સંગ્રહ કેન્દ્રો, પ્રાથમિક પ્રોસેસિંગ કેન્દ્રો, કેન્દ્રીય પ્રોસેસિંગ કેન્દ્રો, કોલ્ડ સ્ટોરેજ અને ફૂડ પ્રોસેસિંગ એકમો સ્થાપવા માટેના 25-30 સંપૂર્ણ વિકસિત પ્લોટો સહિતનો પુરવઠો ચેઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવે છે.

ખેડૂતોને કેવી રીતે લાભ મળે ? : ખેડુતો જે પાકની ખેતી કરે છે, તેમની પાસે સ્ટોરેજની કોઈ વ્યવસ્થા હોતી નથી. ટૂંકા સમયમાં ફળ અને શાકભાજી બગડી જવાની સંભાવના છે. આ સ્થિતિમાં મેગા ફૂડ પાર્કમાં કૃષિ ઉત્પાદનોનો સંગ્રહ કરવાની સિસ્ટમ છે. આ સિવાય, આ ઉત્પાદનો પર પ્રોસેસિંગ કરીને તેમની કિંમતમાં વધારો કરવામાં આવે છે, એટલે કે તે કાચા માલને ઉંચી કિંમતના ઉત્પાદનોમાં રૂપાંતરિત કરવામાં આવે છે.

ઉદાહરણ સાથે સમજો કે કોઈ વિસ્તારમાં ટમેટાંનું ઘણું ઉત્પાદન થાય છે, તે ખેડૂતો પાસેથી ખરીદ્યા બાદ ટામેટાનો સોસ તૈયાર કરી બજારમાં ઉપલબ્ધ કરાવવો જોઈએ. તેવી જ રીતે, જ્યાં મકાઈનું બમ્પર ઉત્પાદન થાય છે, ત્યાં મકાઈમાંથી અનેક પ્રકારના ઉત્પાદનો તૈયાર કરીને બજારમાં વેચવા જોઈએ. તેનો સીધો ફાયદો ખેડૂતોને થાય છે. તેમને તેમની પેદાશ માટે સારો ભાવ મળે છે.

મેગા ફૂડ પાર્ક યોજનાનો ઉદ્દેશ : મેગા ફૂડ પાર્ક યોજનાનો ઉદ્દેશ્ય મહત્તમ મૂલ્યમાં વધારો કરવા અને બગાડ ઘટાડવા માટે ખેડુતો, પ્રોસેસરો અને રિટેલરોને સાથે લાવીને ખેતી પેદાશોને બજારમાં જોડવાની એક પદ્ધતિ પ્રદાન કરવી છે. આ યોજનાનો ઉદ્દેશ ખેડૂતોની આવક વધારવાનો અને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં રોજગારની તકો ઉભી કરવાનો છે.

દેશભરમાં 22 મેગા ફૂડ પાર્ક્સ આસામ, ગુજરાત, પંજાબ, ઓડિશા, મિઝોરમ, મહારાષ્ટ્ર સહિત 15 રાજ્યોમાં કાર્યરત છે. ગુજરાતના સુરત શહેરમાં ગુજરાત એગ્રો મેગા ફૂડ પાર્ક શરૂ કરવામાં આવ્યો છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here