વધુ એક મોંઘવારીનો માર, અમુલ દૂધના ભાવમાં જંગી વધારો જીંકવામા આવ્યો, જાણો દૂધની બાટલીના નવા ભાવ….!

0
146

ભાવ વધારો સામાન્ય માણસ માટે જીવન જીવવું મુશ્કેલ કરી દે છે. કારણ કે સામાન્ય માણસની રોજગારીની તકો દિવસેને દિવસે ઘટે છે. જ્યારે મોંઘવારીનો માર દિવસેને દિવસે ખૂબ મોટા પ્રમાણમાં વધી રહ્યો છે. મોંઘવારી ઘટવાનું નામ જ નથી લઈ રહી. આવા સમયમાં પેટ્રોલ-ડીઝલમાં રોજ રોજ રૂપિયા બે રૂપિયાનો વધારો થતો હોય છે..

તો બીજી બાજુ શાકભાજી તેમજ સીંગતેલ, કપાસિયા તેલ, પામોલિન તેલ અને મકાઈ તેલના ભાવોમાં પણ અસહ્ય વધારો ઝીંકી દેવામાં આવતા મધ્યમ વર્ગીય લોકો માટે ઘણી ખરી વસ્તુઓ ખરીદવી મુશ્કેલ બની જતી હોય છે. આવા માહોલની વચ્ચે અમૂલ દૂધમાં ફરી એક વખત ભાવ વધારો કરી દેતાં લોકોને વધુ એક મોંઘવારીનો માર સહન કરવો પડશે.

અમુલ દૂધ માત્ર આઠ મહિનામાં જ ફરી એક વખત ભાવ વધારો કરવા જઈ રહ્યું છે. આ નવા ભાવ આવતીકાલથી લાગુ પડશે કોરોના ના કપરા સમયમાં વેપાર ધંધો ખૂબ જ નબળો હતો. તો બીજી બાજુ લોકડાઉન ખુલ્યા પછી પેટ્રોલ અને ડીઝલના રોજ જતા ભાવ વધારાના કારણે દૂધ ના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો હતો..

અને હવે આઠ મહિના પછી ફરી એકવાર અમૂલ દૂધના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે. અમુલ દૂધે 1 લીટર દધે 2 રૂપિયાનો વધારો કરી દીધો છે. જેમાં શક્તિ, તાજા, અમુલ ગોલ્ડ દૂધ ની બાટલી માં બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તો અમુલ તાજા. અમુલ ચાઈ મજા દૂધમાં પણ એક રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

એટલે કે દૂધની એક બાટલી પર ૧ રૂપિયાનો વધારો થયો છે. ગુજરાત દૂધ માર્કેટિંગ ફેડરેશને આ ભાવ વધારાને માન્યતા આપીને જાહેરાત કરી છે કે આ વધારો આવતીકાલથી લાગુ થશે. દૂધની દરેક બાટલીમાં ૪ ટકાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. તેઓએ આ ભાવ વધારા પાછળ કારણ દર્શાવતાં જણાવ્યું છે કે…

ઇનપુટ ખર્ચ દિવસેને દિવસે વધી રહ્યો છે. એટલા માટે દૂધનો ભાવ વધારો કરવો પડે તેમ હતું. સાથે સાથે તેઓએ જણાવ્યું છે કે ખેડૂતો ડેરીમાં જમા કરાવતા દૂધ માં પ્રતિ કિલો ફેટ પર 35 થી 40 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જે છેલ્લા અમુક વર્ષો કરતાં પાંચ ટકા જેટલો વધારે છે.

આ ભાવ વધારા ના સમાચાર મળતાની સાથે જ ગૃહિણીઓ ચિંતામાં મુકાઈ ગઈ છે. ગૃહિણીઓ એકબીજા સાથે વાતો કરે છે કે આવો ને આવો ભાવ વધારો હજુ વધતો જશે તો આવનારા સમયમાં જીવન જીવવું મુશ્કેલ બની જશે. આ ભાવ વધારાને લઇને ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુ જરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો! 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here