મિત્રતા નિભાવવી ખુબ જ અઘરી છે, પરતું 2 કાચબાની મિત્રતાનો અનોખો સંગમ જોઈને તમે પણ હક્કા બક્કા રહી જશો.. જુવો વિડીયો..!

0
92

આ દુનિયાનો સૌથી સુંદર સંબંધ મિત્રતાનો છે. મિત્રતા કરતાં વધુ મહત્ત્વનું કંઈ નથી. કેટલાક મિત્રો એવા હોય છે જે પોતાના મિત્ર માટે પોતાનો જીવ આપી શકે છે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં તમને બે કાચબાની મિત્રતા જોવા મળશે. વીડિયો જોઈને તમને તમારા બાળપણના મિત્રની યાદ આવી જશે. જેમના સાચા મિત્રો હોય છે, તેઓ મુશ્કેલ સમયમાં મિત્રોને જ યાદ કરે છે. જ્યારે પણ તમે મુશ્કેલીમાં હોવ ત્યારે સૌથી પહેલા તમારા મિત્રને યાદ કરો. આવું જ આ વીડિયોમાં છે.

વીડિયોમાં તમે જોશો કે એક કાચબો મુશ્કેલીમાં છે, તે પછી તેનો મિત્ર તેની મદદે આવે છે અને ધક્કો મારીને તેની મુશ્કેલી દૂર કરે છે. આ વીડિયો IFS ઓફિસર સુશાંત નંદાએ ટ્વિટર પર શેર કર્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે નદીમાં પથ્થરો પાસે કેટલાક કાચબા ફસાયેલા છે.

તે જ સમયે, કેટલાક કાચબા પાણીના જોરદાર પ્રવાહમાં પણ પોતાનું સંતુલન જાળવીને આગળ વધી રહ્યા છે. દરમિયાન, કાચબો પાણીની ધાર અને પથ્થરોની ઊંચાઈ વચ્ચે પોતાને સંભાળી શકતો નથી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે તે પાણી અને પથ્થરની વચ્ચે ફસાઈ ગયો છે અને વારંવાર પથ્થર પર ચઢવાનો નિષ્ફળ પ્રયાસ કરે છે.

આ દરમિયાન નદીમાં તરતો તેનો કાચબો મિત્ર તેની પાસે આવે છે અને તેની પીઠના ટેકાથી તેને ઊંચકે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કાચબો તેની પીઠના ટેકાથી તેના મિત્રને ઉપર ચઢવામાં મદદ કરે છે. આ પછી કાચબો સુરક્ષિત રીતે ઉપર ચઢવામાં સફળ થાય છે.

આ વીડિયો જોઈને તમને તમારા બાળપણનો મિત્ર પણ યાદ આવશે, જ્યારે પણ કોઈ મુશ્કેલીમાં તે તમને ખભા પર ઉઠાવીને તમને આગળ લઈ જાય છે. વીડિયોમાં લોકો કાચબાની મિત્રતાને ખૂબ પસંદ કરી રહ્યા છે. ખરેખર દોસ્તીએ એવું બંધન છે જે દરેક લોકો નિભાવી શકતા નથી પરતું આ વિડીયોમાં કાચબો સારી રીતે નિભાવતો નજરે ચડે છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો! 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here