પ્રમુખ પ્રસંગમ્ઃ- 17, મોહનથાળની રસોઈ વખતે બનેલ પ્રસંગ વાંચો પ્રમુખ સ્વામીના બાળપણના પ્રસંગ…

0
763

પ્રસંગ-17  : કરાચીથી શાસ્ત્રીજી મહારાજ રાજસ્થાનમાં બિલાડા થઈ જયપુર પધાર્યા હતા.

જયપુરના રોકાણ દરમ્યાન એક દિવસ મોહનથાળની રસોઈ રાખવામાં આવેલી. તે માટે પુરુષોત્તમાનંદ બ્રહ્મચારી રાત્રે મોહનથાળ કરવા બેઠા; પણ બરાબર ફાવ્યું નહીં, તેથી લાંબું અને ચીકણું થવા માંડ્યું. તે વખતે રાજકોટના મોહનભાઈ સાથે હતા. તે કહે : “મનેઆવડે છે.’ ત્યારે શાસ્ત્રીજી મહારાજ કહે : “ભલે, તમે કરો.” અને સાથે સ્વામીશ્રીને પણ તેઓએ કહ્યું કે “તું પણ મદદમાં રહે.” સ્વામીશ્રીને તે વખતે આવું મિષ્ટાન્ન બનાવવામાં ફાવટ નહીં, પણ શાસ્ત્રીજી મહારાજની આજ્ઞા થઈ એટલે તેઓ મદદમાં જોડાયા.

સામાન્યપણે માનવી પોતાને જે કાર્ય ગમે તે કરવાની ઇચ્છા રાખે છે; અથવા તો જે કાર્ય કરવામાં પોતાને સારી કુશળતા હોય તે કરવાનો મનોરથ સેવે છે;અથવા તો જે કાર્ય સહેલું હોય તે કરવા માટે લલચાય છે; પરંતુ સ્વામીશ્રી તો ગુરુ જે કાર્ય ચીંધે તે કાર્યને જ ગમાડતા અને તે કાર્યને જ સરળતા-કુશળતાપૂર્વક કરવાની ઇચ્છા રાખતા.તેઓને મન કામકાજની નહીં પણ ગુરુના વચનની જ મહત્તા હતી. તેથી આ મોહનથાળની મથામણમાં રાત્રે દોઢ વાગી ગયો, છતાં સ્વામીશ્રી સેવા પૂરી ન થઈ ત્યાં સુધી ત્યાંથી ખસ્યા નહોતા.

…, 66 સ્વામીશ્રીની ગાડી હાઈવે પરનાં ગામો, શહેરો પસાર કરતી જઈ રહી હતી. રાજકોટ, ચોટીલા,સાયલા થઈ રાતે ૮-૫૫ વાગે લીંબડી આવ્યું. ભક્તોએ તૈયાર રાખેલ પ્રસાદ મોટરમાં જ લઈ રાખ્યો. લીંબડીથી નીકળ્યા. ચાલુ ગાડીએ એક ડીશમાં મેંદુવડાં અને ચટણી કાઢી ઠાકોરજીને ધરાવ્યાં. એકાદ અંગીકાર કર્યા પછી સ્વામીશ્રી કહે, ‘આ ઈન્દ્રવદન ગાડી ચલાવે છે, તે કેવી રીતે લેશે? લે, હું આપું.” સ્વામીશ્રીના મુખ પર અજબ ખુશાલી રમી રહી હતી.

ચટણીમાં બોળી બોળી સ્વામીશ્રી ઈન્દ્રવદનના હાથમાં-એક પછી એક આપતા ગયા! આવો લહાવો તો કોણ ચૂકે?ઈન્દ્રવદનને તૃપ્ત કર્યા પછી સ્વામીશ્રી હસતાં હસતાં કહે, ‘અત્યાર સુધી આપણે પૂછતાઃ‘ઈન્દ્રવદન જમ્યો?’ પણ આવો જમાડવાનો લાભ તો આજે મળ્યો!”

ગુરુના દરજ્જાથી તદન અભાન બન્યા વિના,સાચા વાત્સલ્યની અગાધતા વિના અને માતાની મમતા પ્રગટ્યા વિના આવું કેમ સંભવે? યુવકો સાથે તેમના જેવા જ થઈ જવાની તેમની ખાસિયતને કારણે યુવાનો સ્વામીશ્રીના અપ્રતિમ પ્રતિભાશાળી વ્યક્તિત્વનો કોઈ ભાર અનુભવતા નથી. સૌને અહોભાવ ઊભરી આવે છે: ‘આટલા મહાન છતાં આવા મિત્ર!”

વધુ ધાર્મિક લેખો વાંચવા માટે આજે જ પેજ લાઈક કરો

લેખન સંપાદન : Infogujarat Team તમે આ લેખ Infogujarat.club ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવી જાણવા જેવી માહિતી ,બોલીવુડની મસાલેદાર ખબરો,ધાર્મિક લેખો , તાજા સમાચારો , સ્વાસ્થ્ય ટીપ્સ , ખેતી , સ્પોર્ટ્સ  તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ વટ થી ગુજરાતી અને infogujaratofficial લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here