અંબાલાલ પટેલની મોટી આગાહી : આ તારીખે થશે ચારે કોર મેઘમહેર, છલકાય જશે તમામ ડેમો.. વાંચો!

0
151

વરસાદ બાબતે વાત કરીએ તો આ વર્ષે ગયા વર્ષની સાપેક્ષમાં ખુબ જ ઓછો વરસાદ વરસ્યો છે. ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ વરસ્યો છે તો ઘણા ભાગો હજુ સાવ કોરા રહી ગયા છે. દક્ષીણ ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અમુક ગામોમાં વરસાદ સારો વરસ્યો છે. જયારે અમુક જગ્યાએ ઉનાળામાં પીવાના પાણીના પણ ફાફા પડશે એવું લાગે છે.

મધ્ય ગુજરાતના સુરેન્દ્રનગર જીલ્લામાં તો હજુ વરસાદે ડોકિયું પણ નથી કર્યું. હવે કોણ જાણે મેઘરાજા શું જીદ લઈને બેઠા હોઈ. સુરેન્દ્રનગરના ખેડૂતોને વરસાદની ખાસ જરૂર છે. બનાસકાંઠા અને સાબરકાંઠાના ખેડૂતોને પણ વરસાદની ખાસ જરૂર છે કારણકે જો વરસાદ ન આવ્યો તો ઉભે ઉભો પાક સુકાઈ જશે એવું લાગે છે.

ગામના પાણીના તાલ ઊંડા ચાલ્યા ગયા છે એટલે સિંચાઈની કોઈ ખેડૂતો પાસે સગવડ નથી. આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે જો પીવાના પાણીના જથ્થાને બચાવીને ઉપર પાણી વધે તો ખેડૂતોને સિંચાઈ માટે આપવામાં આવશે. હવે તો વરસાદ આવશે તો જ સારા વાટ છે. રાજ્યના હવામાન શાસ્ત્રીઓએ વાંરવાર આગાહીઓ કરતા હોઈ છે.

હાલ માં જ એક હવામાનશાસ્ત્રીએ આગાહીમાં જણાવ્યું છે કે 28 તારીખે દક્ષીણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે તેમજ 30 તારીખે સમગ્ર ગુજરાતમાં સારા વરસાદના યોગ દેખાઈ રહ્યા છે. 30 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી સારા વરસાદઅ યોગ લાગી રહ્યા છે. અરબ સાગરમાં વહન બરાબર સક્રિય ન થતા વરસાદ પાછો ખેચાયો છે એવું અનુમાન મળી રહ્યું છે.

વરસાદની આગાહીઓ માં નક્ષત્રોનો ફાળો મોટો રહેતો હોઈ છે. ફાલ્ગુની નક્ષત્રમાં થતો વરસાદ ખેતીના પાકો માટે સારો ગણાતો નથી. 11 સપ્ટેમ્બર તેમજ 15 થી 22 સપ્ટેમ્બરના સમયે વરસાદના નાના-મોટા ઝાપટાની આગાહીઓ મળી રહી છે. આ વખતે વરસાદ ઓછો થવા છતાં બંગાળના ઉપસાગરની સિસ્ટમ અને અરબ સાગરના ભેજના લીધે વરસાદ આવવાની શક્યતા રહેશે.

વરસાદની સીઝન હજુ ચાલી નથી ગઈ. હજુ તો 2 મહિના વરસાદ આવશે જ એટલે વરસાદ આવવાની પૂરે પૂરી શક્યતાઓ રહેલી છે. રાજ્યમાં જુદા જુદા જીલ્લામાં વરસાદ છૂટો છવાયો પડશે. ઉત્તર-મધ્ય તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વરસાદની ખાસ સંભાવનાઓ રહેલી છે. જયારે દક્ષીણ ગુજરાતમાં એકંદરે મંદ વરસાદ રેહશે. પરતું દક્ષીણ ગુજરાતની જમીન ભેજ વાળી હોવાથી પાકો સુકાઈ જવાની બીક નસ્ટ પામી ચુકી છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here