નદી કિનારેથી યુવકને મળ્યું રડતા અવાજવાળું બોક્સ, બોક્સ ખોલીને જોયુ તો સૌ કોઈ ચોંકી ગયા..!!

0
130

હાલમાં ઘણી બધી ઘટનાઓ ચોંકાવનારી બની રહી છે. આવી ઘટનાઓ બનતા દિવસેને દિવસે લોકોના હોશ ઉડી રહ્યા છે. આજકાલ સમાજમાં દીકરીઓને જન્મતાની સાથે તરછોડી દેવામાં આવી છે. આજકાલ હજુ અશિક્ષિત સમાજમાં આવું ઘણી બધી જગ્યાએ જોવા મળી રહ્યું છે. આવો જ એક ચોંકાવનારો બનાવો હાલમાં સામે આવ્યો છે.

આ બનાવમાં એક ગંગા નદીના કિનારે બન્યો હતો. એક નાના માસુમ બાળકનો રડવાનો અવાજ આવતો હતો. ત્યાં એક વ્યક્તિ પસાર થતો હતો તેને અવાજને જતો કર્યો હતો પરતું અવાજ તેજ થતો જતો હોવાથી તે નદીના કિનારે ગયો હતો. ત્યાં જઈને તેણે જોયું કે એક બોક્સ પાણીની અંદર તરી રહ્યું છે અને આ અવાજ આ બોક્સ અંદરથી આવી રહ્યો છે.

આ ચકિત પમાડે એવું દ્રશ્ય જોતા જ તેણે ગામના સૌ કોઈ લોકોને ત્યાં બુમો પાડીને બોલાવી લીધા હતા. ત્યારબાદ આ નાવિકે હિમ્મત કરીને આ બોક્સને પાણીની બહાર કાઢ્યું હતું અને તેને ખોલીને તેમાં શું છે તે જાણવાની કોશિશ કરી હતી. બોક્સ ખોલતા જ સૌ કોઈના હોશ ઉડી ગયા હતા કારણ કે બોક્સની અંદરથી એક નવજાત બાળકી મળી આવી હતી.

આ બાળકીને જોતા જ સૌ કોઈ લોકોના હોશ ઉડી ગયા હતા. બાળકી બોક્સની અંદર લાલ ચુનરીમાં લપેટી હતી. બોક્સમાં બાળકીનું જન્મ પ્રમાણપત્ર અને કેટલાક દેવી-દેવતાઓની તસવીરો હતી. આ જોઈને ઘણા લોકો યુવતીને ‘ગંગાની દીકરી’ કહીને બોલાવવા લાગ્યા હતા. તો કેટલાક લોકો તેને તંત્ર મંત્રની બાબત સાથે જોડીને જોઈ રહ્યા છે.

જોકે આ નાવિક બાળકીને તેની દેખરેખ માટે તેના ઘરે લઈ ગયો હતો. પરતું બીજા દિવસે પોલીસને જાણ થતા જ તેઓએ આ બાળકીને નાવિક પાસે થી પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા.  ગંગા નદીમાં વહેતા બોક્સની અંદરથી નવજાત બાળકીને જોઈને દરેક લોકો દંગ રહી ગયા. આ દીકરી જીવતી હતી. અને તેનો જીવ એક નાવિકે બચાવ્યો હતો.

ગુલ્લુ ચૌધરી અને તેનો પરિવાર તે નવજાત બાળકીને ગંગાજીના આશીર્વાદ સમજીને તેનો ઉછેરવાની જીદ પર અડગ હતો. ગુલ્લુ ચૌધરીની બહેન સોનીએ જણાવ્યું કે ગઈ કાલે તેના ભાઈને આ નવજાત બાળકી ગંગા નદીના કિનારે એક બોક્સમાં મળી હતી. તેણી ચુનારીમાં લપેટાયેલી હતી. બોક્સમાં દેવી માતાના ચિત્રો અને બાળકીનું જન્મ પ્રમાણપત્ર પણ મળી આવ્યું હતું.

તેણે કહ્યું કે જન્મના ચાર્ટ મુજબ તેનું નામ ગંગા છે અને જન્મ તારીખ મે મહિનામાં છે. ગઈકાલે અને આજે વરસાદ હોવાથી અમે તેને પહેલા ઘરે લઈ આવ્યા છીએ, અમે તેને ગંગા મૈયાના આશીર્વાદ તરીકે સંભાળવા માંગીએ છીએ અને તે કોઈને આપવા માંગતા નથી, પરંતુ આજે પોલીસ આવીને તેને લઈને ગઈ છે. પ્રાથમિક દૃષ્ટિએ આ બાબત તંત્ર મંત્ર અને સાધના સાથે સંબંધિત હોવાનું જણાય છે,

કારણ કે યુવતી પૂજા સામગ્રી સાથે હતી અને તેની કુંડળીમાં ગંગા નામ લખેલું હતું. ઉપરાંત, જન્મ તારીખ પણ આપવામાં આવી છે. આ એ પણ દર્શાવે છે કે આજે પણ લોકો કેટલા અંધશ્રદ્ધાળુ છે. તેઓ તાંત્રિક વિધિ પુરી કરવા માટે નવજાત શિશુઓને ગંગામાં જીવતા બનાવીને તેમની સિદ્ધિ મેળવવાની અમાનવીય પદ્ધતિ અપનાવે છે. હાલમાં પોલીસ ગુલ્લુ ચૌધરીના ઘરેથી નવજાત બાળકીને સ્ટેશન લાવી છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here