આજના અનેક વિસ્તારોમાં આગ લાગવાની ઘટના બની રહી છે. ઘણા ઔદ્યોગિક વિસ્તારોમાં અમુક કારણોસર કંપનીઓમાં ભયાનક આગ સર્જાઇ રહી છે. અને તેને કારણે તેના કર્મચારીઓ અને કંપનીના માલસામાનને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે. આવી રીતે આજકાલ આપણે દિવસમાં કેટલી જગ્યાએ આગ લાગવાની ઘટના સાંભળી રહ્યા છીએ.
આવી જ ભયાનક ઘટના વડોદરા શહેરમાં બની હતી. વડોદરાના નંદેસરી વિસ્તારમાં નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં દિપક નાઇટ્રેટ નામની એક કંપની આવેલી છે. આ કંપનીમાં સોડિયમ નાઇટ્રેટ કેમિકલ બનાવવામાં આવતું હતું. અને આ કંપનીમાં મુખ્ય ઉત્પાદન થતું હતું. કંપની પણ એટલી વિશાળ હતી.
તેને કારણે કંપનીમાં ઘણો બધો કાચો માલ કોસ્ટિક લાઈવ તેમજ એમોનિયા કેમિકલનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. તેમાં ઘણા બધા જથ્થામાં આ નાઇટ્રેટ કેમિકલ સંગ્રહમાં આવ્યું હતું. આ કંપનીમાં એક દિવસ અચાનક જ અમુક કારણોસર કંપનીમાં પ્લાન્ટનો બોઇલર બ્લાસ્ટ થયું હતું. અને તેને કારણે ભયાનક આગ લાગી ગઈ હતી.
અને આ આગ ધડાકા સાથે ફાટી નીકળી હતી. આગ લાગી ત્યારે એકસાથે 8 જેટલા મોટા કેમિકલ વિસ્ફોટના ધડાકા થયા હતા. અને આ ધડાકાનો અવાજ આજુબાજુના 10થી 15 કિલોમીટરના વિસ્તારમાં સંભળાયા હતા. આજુબાજુના લોકો પણ ધડાકા સાંભળીને ખૂબ જ ગભરાઈ ગયા હતા. અને આ કંપનીમાં કામ કરતા કર્મચારીઓ ખુબ જ ડરી ગયા. હતા.
આ બોઇલર અચાનક જ ફાટતા કર્મચારીઓ આ આગમાં આવી ગયા હતા. પરંતુ અમુક કર્મચારીઓ કંપનીમાં દુર કામ કરતા હોવાને કારણે બચી ગયા હતા. તેઓએ આગમાં આવી ગયેલા કર્મચારીઓને બહાર કાઢ્યા હતા. અને આ આગ એકસાથે ધડાકાભેર લાગવાને કારણે કંપનીનું તેમજ તેની આજુ-બાજુના વિસ્તારની ઘણી બધી વસ્તુઓ ભાંગી તૂટી ગઈ હતી.
આગમાં ઘણા બધા કર્મચારીઓ ઘાયલ થયા હતા. આ આગ એટલી વિશાળ પ્રમાણમાં લાગી હતી તેને કારણે ધડાકાની સાથે ધુમાડાનાં ગોટેગોટા આસમાને દેખાઈ રહ્યા હતા. અને આ ધુમાડાના ગોટા દૂર-દૂર સુધી લોકો જોઈ રહ્યા હતા. તેને કારણે આગ કેટલી વિશાળ પ્રમાણમાં લાગી છે તેનું અનુમાન લગાવી શકાતું હતું.
તેને કારણે વાતાવરણ પણ પ્રદૂષિત થઈ ગયું હતું. અને ગરમીનું પ્રમાણ ખૂબ જ વધી ગયું હતું. તેને કારણે કર્મચારીઓ દાઝી ગયા હતા તેને ખુબજ બળતરા થઇ રહી હતી. અને ત્યારબાદ આજુબાજુના લોકોએ તરત જ એમ્બ્યુલન્સને ફોન કરી દીધો હતો. અને એનડીઆરએફની ટીમને પણ આ ઘટના અંગે જણાવી દીધું હતું.
આ ઘટના સ્થળે એમ્બ્યુલન્સ આવ્યા બાદ કંપનીના 8 ઇજાગ્રસ્ત કર્મચારીઓને હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. અને 3 કર્મચારીઓને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ કંપનીને બોઇલર ફાટવાને કારણે કંપનીના કર્મચારીઓમાં 5 વ્યક્તિઓને ગેસની અસર થઇ ગઇ હતી. તેને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
કંપનીની આજુબાજુના ગામના લોકો દામાપુરા અને રઢિયાપુરાના 700 લોકોને સલામતી માટે બીજા સ્થળે ખસેડવામાં આવ્યા હતા. અને આ બ્લાસ્ટ એટલો જબરદસ્ત થયો હતો કે તેને કારણે કેમિકલ ભર્યું વાતાવરણ આજુબાજુના વિસ્તારોમાં ફેલાઈ ગયું હતું. તેને કારણે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી.
એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચતા જ ફાયર બ્રિગેડ સાથે પાણીનો મારો ચાલુ કરી દીધો હતો. અને 14 જેટલા ફાયર એન્જિન અને સાઈડ કર્મચારીઓ આ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અને આ આગ ઓલવવામાં 400 લીટર ફોર્મ અને 1,00,000 લિટર પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ આ નાઇટ્રેટ કંપનીમાં સોડિયમ નાઇટ્રેટના ડ્રમ ભરેલા હોવાથી આગ કાબુમાં લેવી મુશ્કેલ બની ગઈ હતી. તેને કારણે ફાયર બ્રિગેડના કર્મચારીઓ ખુબ જ આગમાં દાઝતા હતા. તેને કારણે તેને પાણીથી સ્નાન કરાવવામાં આવ્યું હતું. અને ધીમે-ધીમે આગળ આગ બુઝાવવા માટે તેઓ જઈ રહ્યા હતા.
અને આ દિપક નાઇટ્રેટ કંપનીમાં ધડાકા થવાને કારણે આજુબાજુના વિસ્તારોમાં કાચ તૂટી ગયા હતા. તેમજ બધી જ વસ્તુઓ વેરવિખેર થઈ ગઈ હતી. અને લોકોને ધરતીકંપ આવ્યો હોય તેવો અહેસાસ થયો હતો. અને ત્યાંની ધરતી પણ ધ્રુજી ગઈ હતી. દિપક નાઇટ્રેટ કંપનીની આજુબાજુ અન્ય કંપનીઓમા પણ આગની અસર જોવા મળી હતી.
દિપક નાઇટ્રેટ કંપનીમાં ધડાકા થવાને કારણે આસપાસના સેકન્ડો લોકોને ખુબ જ ગંભીર ડર લાગી ગયા હતા અને આ વડોદરા શહેરના નંદેસરી પોલીસ પણ આ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ પણ લોકોને આ ઘરના સ્થળેથી દુર ખસેડી રહી હતી. આ ઘટના ખુબ ગંભીર બની હતી.
લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!