હાલમાં ચોમાસાની સિઝન ચાલુ થઈ ગઈ છે. ઘણા બધા વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ચોમાસાએ ખૂબ જ સારું એવું આગમન કરી દીધું છે. રાજ્યના દરેક વિસ્તારોમાં છૂટાછવાયો વરસાદ અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના ઘણા વિસ્તારમાં વરસાદનું વધ-ઘટ થઇ રહ્યું છે.
હવામાન નિષ્ણાંત અંકિત પટેલના જણાવ્યા મુજબ આગામી 24 થી 26 જૂન સુધીમાં રાજ્યના દરેક વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપે છે. તેમજ ઉત્તર ગુજરાતના અને કચ્છના વિસ્તારોમાં મધ્ય સારો વરસાદ રહેશે તેવું વ્યક્ત કર્યું છે. આદ્રા નક્ષત્ર ચાલુ થવાને કારણે રાજ્યના બધા જ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી આપવામાં આવી છે.
આ વર્ષે ચોમાસુ ખૂબ જ સારું રહેવાને કારણે દર વર્ષ કરતા આ વર્ષે ચોમાસાની સિઝન ખૂબ જ સારી રહી છે. રાજ્યના ખેડૂતોને પણ ખેતીલાયક વરસાદ મળવાને કારણે તેઓની વાવણીઓ પણ ખૂબ જ સારી એવી થઈ રહી છે. ચોમાસાની સિઝનની શરૂઆત જ રાજ્યના દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ખૂબ જ સારી થઈ છે.
હવામાન વિભાગના આગાહીના પગલે આગામી 5 દિવસના વરસાદી માહોલ સારો એવો જામવાનેકારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં મેઘરાજાએ રસ્તા ઉપર નદીઓ વહેતી કરી દીધી છે. સૌરાષ્ટ્રમાં નદીઓ બે કાંઠે થવા લાગે તેવી પરિસ્થિતિ કરી દીધી છે. આંદ્ર નક્ષત્રમાં ખેડૂતોને વાવણીની સારી સલાહ આપવામાં આવી છે.
આંદ્ર નક્ષત્રમાં ખેડૂતોને વાવણી ખૂબ જ સારી એવી થઈ શકે છે તેની આશંકા કરવામાં આવી છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ રાજ્યના 30 તાલુકામાં સારો એવો વરસાદ નોંધાઈ ગયો છે. અને બાકીના બીજા તાલુકાઓમાં સામાન્ય વરસાદ પડી રહ્યો છે. વરસાદના ઝાપટા છૂટાછવાયા દેખાઈ રહ્યા છે.
હાલમાં અરબી સમુદ્રની સીસ્ટમ ચાલુ થવાને કારણે ઘણા બધા વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં 5.50 ટકા વરસાદ પડી ચૂક્યો છે. દક્ષિણ ભારતમાં 4.16 ટકા વરસાદ પડ્યો છે. કચ્છમાં 1.40 ટકા અને ઉત્તર ગુજરાતમાં 3.30 ટકા અને મધ્ય ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ પડયો છે મધ્ય ગુજરાતમાં 2.91 ટકા વરસાદ વરસ્યો છે.
આમ ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં છૂટોછવાયો વધ-ઘટ થતો વરસાદ વરસવાને કારણે રાજ્યનું ચોમાસુ ખૂબ જ સારું એવું રહ્યું છે. રાજ્યના 172 તાલુકામાંથી ઘણા બધા તાલુકાઓમાં વરસાદ ઓછો પડયો છે. ઘણા તાલુકામાં વરસાદ અતિભારે વરસાદ થઈ ગયો છે. જેમાં વધુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અતિભારે વરસાદ રહ્યો છે.
તેના દરિયા કિનારાના વિસ્તારોમાં પણ ખૂબ જ વરસાદ વરસવાને કારણે દરિયામાં તોફાન જેવી સ્થિતિ સર્જાઇ ગઇ છે. અને દરિયા કિનારાના 8 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળી રહ્યા છે. અને આકાશમાં વાદળછાયા વાતાવરણને કારણે ઘણા બધા વિસ્તારોમાં પવન પણ જોરદાર ફૂકાઇ રહ્યો હોય છે.
તેને કારણે ગ્રામ્ય વિસ્તારના લોકોના કાચા મકાનો પડી જવાને કારણે લોકોને ઘણી બધી મુશ્કેલીઓ સહન કરવી પડે છે. અને ઘણા બધા વિસ્તારોમાં અતિ ભારે વરસાદને કારણે વીજળી કડાકા સાથે લોકો પર પડી રહી છે. આવી ઘણી બધી આફતો લોકો સહન કરી રહ્યા છે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!