નામચીન રેસ્ટોરન્ટ મેકડોનાલ્ડમાં કોકો-કોલામાંથી નીકળી મરેલી ગરોળી, આ જોઇને ઓર્ડર આપનારના મોતિયા મરી ગયા..!

0
119

લોકોની જિંદગી આજકાલ મોજશોખની જિંદગી થઇ ગઇ છે. આજે દેખા-દેખીને કારણે લોકો અવારનવાર બહાર ફરવા નીકળે છે. અને બહારનું ખાય પીવે છે. આવા અમુક રેસ્ટોરન્ટમાં બહારનું ખાવાપીવાના કારણે તેમાં અનેક ઘટનાઓ પણ બને છે. કોઈક રેસ્ટોરન્ટમાં ખાવામાં ભેળસેળ કરવામાં આવતી હોય છે. તો કોઈ રેસ્ટોરન્ટમાં ખાવાની વસ્તુઓમાં જીવ-જંતુઓ આવતા હોય છે.

હાલમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે આ ઘટના અમદાવાદના મેકડોનાલ્ડમાં બની હતી. અમદાવાદમા સાયન્સ સિટી રોડ પર આવેલી મેકડોનાલ્ડમાં એક દિવસ એવી ગંભીર ઘટના બની ગઈ કે તેમાં ભાર્ગવ જોશી અને તેમના મિત્રો નાસ્તો કરવા માટે ગયા હતા. અને તેમણે કોકા કોલા અને અન્ય વસ્તુ ખાવાનો પણ ઓર્ડર આપ્યો હતો.

આ ઓર્ડરમાંથી કોકો કોલામાં પીતા સમયે મરેલી ગરોળી જોવા મળી હતી. ભાર્ગવ જોશીનું કહેવું એમ છે કે, તેમણે એક-બે ઘુંટડા પીધા પછી સ્ટ્રો વડે કપમાં હલાવ્યું, તો આ મરેલી ગરોળી ઉપર આવી હતી. અને આ જોઈને ભાર્ગવ જોશીના હોશ ઉડી ગયા હતા. અને તે ગભરાઈ ગયા હતા.

ત્યારબાદ તેણે મેનેજરને આ ઘટના અંગે ફરિયાદ કરી હતી. પરંતુ મેનેજરે આ વાત પર ધ્યાન દીધું નહીં અને તેને બદલી આપશે એવું કીધું . ત્યારબાદ ભાર્ગવ જોશીએ કાઉન્ટર પર જઈને આ અંગે જાણ કરી હતી. તો તેને કોકા-કોલા ફરી રિફંડ કરી આપવામાં આવશે એવું કીધું. પરંતુ તેની સાથે બનેલી ઘટના કોઈએ ધ્યાનમાં લીધી નહિ.

આ ઘટના વારંવાર મેકડોનાલ્ડમાં બનતી હતી પરંતુ બીજા લોકો આ વાતને ગંભીર ન માનીને છોડી દેતા હતા કેમકે તે લોકોને વસ્તુ પાછી બદલી આપતા હતા. અને આ જોઈને ભાર્ગવ જોશીએ આ ન ચાલવું જોઈએ કહીને કડક પગલાં લેવાનું વિચાર્યું હતું. તે માટે તેણે ફુડ વિભાગને જાણ કરી હતી. કારણ કે જો અવારનવાર કરવામાં આવી ભૂલ સુધરતી ન હોઈ તો તે ભૂલ લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે.

ફૂડ વિભાગના લોકો આ ઘટનાની ચકાસણી માટે આવ્યા હતા. આ મેક્ડોનાલ્ડ રેસ્ટોરન્ટની ખાવા-પીવાની બધી વસ્તુઓના રિપોર્ટ કરવા માટે લઈ ગયા હતા. અને આ રીપોર્ટના આવ્યા બાદ આવું ના થવું જોઈએ લોકોના સ્વાસ્થ્યને જાળવા માટે મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટને સીલ કરી દેવાયું હતું. હકીકતમાં આ મામલો જ્યારે સોશિયલ મીડિયામાં સામે આવ્યો ત્યારે લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો..

લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here