નાની વાતો માં દુઃખી કેમ થવાય છે? વાંચો આ જીવનની અદ્દભૂત વાતો…

0
391

દરેક વ્યક્તિની એક સમસ્યા રહી જ છે વારંવાર નાની-નાની વાતો માં દુઃખી કેમ થઈ જવાય છે, આ પ્રશ્ર્ન ના ઉત્તર આપતા પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી પોતાના એક પ્રવચન માં જણાવે છે, જે વાત નો તમામ લોકો એ વિચાર અને રોજિંદા જીવનમાં અમલમાં મુકવાનો પ્રયત્ન જરૂર કરવો જોઈએ, સ્વામી પ્રવચન ની શરૂવાત માં જ જણાવે છે,

સાંસારિક જીવનમાં ઘણીવાર આપણને એવો પ્રશ્ર્ન આવતો જ હોય છે કે, “હું સાચો છું એ ખોટો છે એણે મને હર્ટ કર્યું છે હું એને માફ નહીં જ કરી શકું” અહીં મહત્વની વાત એ આવતી હોય છે કે કદાચ તમે 100% સાચા જ છઓ પરંતુ તમારે શાંતિ જીવવું છે તમારે સબંધ સાચવવો છે તો તમારે જ જતું કરવું પડતું હોય છે.

પૃથ્વી પર સાત અબજ ની વસ્તી માં કોઈ એવી વ્યક્તિ નથી કર જેને પોતાના જીવનમાં અન્યાય, ઉપેક્ષા કે પક્ષ-પાત સહન ન કર્યા હોય આ વાત તો દરેકે સ્વીકારવી જ રહી, તો પસંદગી આપડી જ હોય છે કે તમારે કોઈ વ્યક્તિના વાક્ય પકડીને બેસી રેહવું છે કે સવળો અભિગમ રાખી જીવનમાં આગળ વધવું છે.તમારે નક્કી કરવું રહ્યું તમારે કેવી રીતે જીવવું છે સુઃખી, આનંદમય તો તમારે અન્ય વ્યક્તિઓ પ્રત્યે સવળો અભિગમ રાખી,

કોઈકવાર સહનશક્તિ રાખી આગળ વધતું રેહવું જોઈયે બાકી તમે તમારી જાતના કેદી છવો, માફી એ સજ્જન પુરુષનું ખુબ મોટું લક્ષણ છે, અને માફી એટલા માટે આપવાની કારણકે તમે પોતે જ પોતાના કેદી ના બની રહો.જે વ્યક્તિએ તમને દુઃખી કર્યો એ પ્રસંગ તો પતિ ગયો હવે નક્કી તમારે કરવાનું તમારે એ વાત થી મુક્ત રેહવું છે કે એ વાત નું સતત કેદી બની જીવવું છે.

સ્વામી વિવેકાનંદ કેહતા “તમારે જાણવું છે તમે કેટલા તાકાતવાન છો ” તમે સંપૂર્ણ દિવસ દરમિયાન ચેક કરો અને જાતેજ અનુભવ કરો કે તમે એક દિવસમાં કેટલીવાર ડીસ્ટર્બ થઈ જાવ છો કેટલીવાર મૂડ ઓફ રહો છો, બસ આ એક નાના અનુભવી થી તમે જાતે નક્કી કરી શકશો કે તમે કેટલા મજબૂત છો. જલ્દી થી લોકોને માફ નથી કરી શકતા એટલે કેદી બની જતા હોય છે.

આ તમામ વાત ના સારાંશ રૂપે કોઈ વાત જાણવા મળે કે હંમેશા સાંસારિક જીવનમાં સુઃખી અને આનંદમય દિવસો પસાર કરવા હોય તો નરસા અનુભવો ને કયારેય યાદ ન રાખો સામે વાળી વ્યક્તિ ને હંમેશા માફ કરવાનું વલણ અપનાવો અને માફી આપ્યા બાદ તમારે સાથે બનેલો કોઈ પ્રસંગ કે વાત ને ભૂલી જતા શીખી જવું જોઈએ તો જીવનમાં કયારેય નાની વાતો માં દુઃખી થવાશે નહીં.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here