નાની નાની વાત માં દુઃખ લાગતું હોય તો આ પ્રસંગ તમારે ખાસ વાંચવો જોઈએ..

0
408

જે બુદ્ધિ-શક્તિ આવડત ભગવાને તમને આપ્યું હોય તેનાથી પૂરો પુરુષાર્થ કરવો જોઈએ, કર્મે કરી ને સિધ્ધિ મેળવવાનો પૂરો પ્રયત્ન કરવો જોઈએ અને આ મનુષ્ય જીવનનો સનાતન સિદ્ધાંત વાત છે અને મનુષ્ય નું આ એક ઉત્તમ કર્તવ્ય પણ છે તમે જે કોઈપણ વ્યવસાય કે ધંધા સાથે જોડાયેલા હોવ તે દરેકમાં તમારા વતી સંપૂર્ણ આપવાનો પ્રયત્ન કરવો આપડા વતી સો ટકા આપવું જોઈયે.

આ વાત પર પ્રકાશ પાથરતા પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી એક સુંદર પ્રસંગ ની વાત જણાવે છે આ એક પ્રસંગ ની વાત દરેક નાની-મોટી વ્યક્તિએ પોતાના જીવનમાં જરૂર ઉતાવરવી જોઈએ, પ્રમુખસ્વામી મહારાજ એક વખત રાજકોટમાં બિરાજમાન હતા તેવામાં સ્વામી પાસે અનેક લોકો મુલાકાત માટે આવતા હોય છે, જેમાં નાના ગામના હરિભક્તો થી માંડી મોટા મોટા લોકો આવતા હોય છે.

તેજ રીતે આ રાજકોટ ના રોકાણ દરમિયાન ઓલ-ઇન્ડિયા રેડિયોના એક ખૂબ સારા મ્યુઝીશન તેઓ પ્રમુખસ્વામી મહારાજને મળવા આવેલા તેમને સાહજિક પ્રમુખસ્વામી મહારાજ ને પૂછ્યું કે સ્વામી જયારે જયારે મારો સારો પ્રોગ્રામ જાય છે ત્યારે અભિમાન તો આવી જ જાય છે ઓડિયન્સ તરફથી સારી તાળી ઓ પડે એટલે આભિમાન તો આવી જ જાય છે અને આ વાત દરેક સ્ટેજ કલાકર ના જીવનમાં અનુભવાયેલી જ હોય છે.

પરંતુ ત્યારબાદ આ કલાકરે પ્રમુખસ્વામી મહારાજને સહજતાપૂર્વક પૂછ્યું કે તમે આટલું મોટું કાર્ય કરો છો છતાં પણ તમારા ચેહરા પર નિર્માની ભાવ તથા આટલો સહજભાવ કેવી રીતે રહે છે પ્રમુખસ્વામી મહારાજે તમને ઉત્તર આપતા પૂછ્યું કે તમે સંગીતમાં શું વગાડો છો? કલાકરે કહ્યું હું સિતાર વગાડું છું પ્રમુખસ્વામી મહારાજ કહે સિતાર તો નિર્જીવ વસ્તુ છે પરંતુ તમે તમારી હાથ કે આંગળી વડે જેટલું વગાડો એટલું જ વાગે છે ને ? કલાકાર કહે “હા”.

બસ આ એકજ ઉદાહરણ આપી પ્રમુખસ્વામી મહારાજ પેલા કલાકર ને સમજાવે છે કે આપડે પણ આ સિતાર જેવો જ ભાવ રાખવો સિતાર તો નિર્જીવ વસ્તુ છે કોઈ તને વગાડે ત્યારે વાગે છે,એજ રીતે આપડું પણ એવું છે ઉપરવાળો એટલે કે ઈશ્વર વગાડે છે એટલે આપડું વાગે છે એ જો બંધ કરી દે તો આપણું કાય વાગે નહીં,આ એક સુંદર ભાવનાઓ સાથે જીવન જીવવામાં આવે તો સુઃખી અને અંતરથી આનદપૂર્વક જીવન જીવી શકાય છે.

પ્રમુખસ્વામી મહારાજે જણાવેલ આ ભાવનાઓ સાથે જીવન જીવસો તો ક્યારેય જીવનની કોઈપણ પરિસ્થિતિઓ માં ભાર લાગશે જ નહીં આજ વાતને આધારે પ્રમુખસ્વામી મહારાજ વધુ એક દ્રષ્ટાંત વારંવાર આપતા કે તમે માથે પાણીનું બેડું લઈને જતા હોવ તો તમને ચોક્કસ ભાર લાગશે પરંતુ તમે વિશાલ દરિયામાં ડૂબકી તો તમારા માથે લાખ-ટન પાણી પણ જો માથા પર ફરીવળે ને તો પણ ભાર નથી લાગતો.

આનું કારણ સમજવા લાયક છે કારણ કે બેડામાં જેટલું પાણી સમાયેલું છે એના કરતા તો હજારો ટન વધુ પાણી દરિયામાં સમાયેલું હોય છે અને તમારા માથા પર આવી ફરતું હોય છે છતાં કેમ ભાર લાગતો જ નથી આનું મુખ્ય કારણ એ છે કે ” તમે જયારે બેડું ઉંચકો છો ત્યારે તમે મનમાં માની બેસો છો કે આ પાણી મેં ઉચક્યું છે પરંતુ દરિયા જયારે તમે ડૂબકી મારો છો ત્યારે પાણી તમારા માથા પર છે એવો કોઈ ભાવ નથી ” આ કારણે જ તમને કોઈ ભાર લાગતો નથી.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here