NASA એ કર્યો એવો ખુલાસો કે 2030માં ચંદ્ર પરની હલચલથી પૃથ્વી પર રચાશે મોટી તબાહી.. જાણો !

0
163

મિત્રો આમતો આપડે હર હમેશ કુદરતી હોનારતોનો સામનો ખડે પગે કરતા આવ્યા છીએ અને ભવિષ્ય પણ દરેક નાગરિક દરેક મુશ્કેલ પરિસ્થિતિનો સામનો આન બાન અને શાનથી કરશે. પરતું અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ એવો ચોંકાવનારો ખુલાસો કર્યો છે જે સાંભળીને હરકોઈના મનમાં હલચલ મચી જશે.

અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાએ એક અભ્યાસમાં દાવો કર્યો છે કે, ચંદ્ર પણ ઋતુ – પરિવર્તનનું કારણ હોઇ શકે છે. 2030 ના વર્ષમાં જળ – વાયુ પરિવર્તનના લીધે દરિયાઇ જળ સપાટી વધશે. એ સાથે ચંદ્ર એની કક્ષામાં હાલકડોલક થશે. જેના પરિણામે પૃથ્વી પર વિનાશક પૂર આવશે.

પૃથ્વી પરની ઋતુઓમાં ઝડપભેર ફેરફાર થઇ રહ્યાં છે : જળ-વાયુ પરિવર્તનના લીધે પૃથ્વી પરની ઋતુઓમાં ઝડપભેર ફેરફાર થઇ રહ્યાં છે. એના લીધે ગ્લેશિયર ઓગળી રહ્યાં છે અને કેટલાંય દેશોમાં પૂરની પરિસ્થિતિ ઊભી થઇ ગઇ છે. આ પ્રકારના પૂર તટવર્તી વિસ્તારોમાં આવે છે, જ્યારે સમુદ્રની લહેરો રોજની સરેરાશ ઊંચાઇના મુકાબલે બે ફીટ જેટલી વધુ ઊંચે ઉછળે છે.

તો અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાએ ચંદ્ર પરની હલચલના પગલે પૃથ્વી પર આવનારા પૂરને ઉપદ્રવી પૂર ગણાવાયું છે. નાસાનો આ ક્લાઇમેટ ચેન્જ પર આધારિત જર્નલ નેચરમાં 21 જૂને પ્રકાશિત થયો છે. નાસાના અભ્યાસ મુજબ 2030ના દાયકાના મધ્ય સુધી ઉપદ્રવી પૂરની સ્થિતિ સતત પેદા થતી રહેશે.

અને અચાનકપણે અનિયમિત થઇ જશે. અમેરિકાના તટવર્તી વિસ્તારોમાં દરિયાઇ લહેરો એની સામાન્ય ઊંચાઇની તુલનામાં ત્રણથી ચાર ફીટ ઊંચે ઉછળશે. અને આવી સ્થિતિ એક દાયકા સુધી જારી રહેશે. જો કે પૂરની આ સ્થિતિ આખું વર્ષ નિયમિતપણે રહેશે નહીં. ફક્ત કેટલાંક મહિના દરમિયાન આવી સ્થિતિ રહેશે, જેનાથી એનો ભય વધુ વધી જશે.

નાસાનો આ અભ્યાસની જો કલ્પના કરીએ તો દુનિયામાં દરિયાકાંઠે વસેલા અનેક શહેરો તબાહ થઈ જાય તેમ છે. ઘર અને સડક – બધું પાણીમય થઇ જાય છે અને રોજરોજની જીવનચર્યા પર વિપરિત અસર પડે છે.

નેશનલ ઓશિએનિક એન્ડ ઓટમોસ્ફિયરિક એડમિનિસ્ટ્રેશના જણાવ્યાં મુજબ અમેરિકામાં હાઈ ટાઈડને કારણે વર્ષ 2019માં 600 વખત પૂર આવ્યું. પરંતુ હવે નાસાના એક અભ્યાસ મુજબ વર્ષ 2030 સુધી અમેરિકા સહિત દુનિયાભરમાં અનેક જગ્યાએ ન્યૂસેંસ ફ્લડની માત્રા વધી જશે. હાઈ ટાઈડના સમયે આવનારી લહેરોની ઉંચાઈ ત્રણથી ચાર ગણી વધારે થઈ જશે.

સમુદ્રની વધતી જળસપાટીના લીધે નીચાણવાળા વિસ્તારોમાં પૂરનો ભય સતત વધતો રહ્યો છે. વારંવાર પૂર આવવાથી લોકોની મુશ્કેલીઓ પણ વધી રહી છે, જેમાં આગામી સમયગાળામાં ઓર વધારો થવાની શક્યતા છે. ચંદ્ર એની કક્ષામાં સ્થાન ફેર કરે એવી શક્યતા હોવાથી ગુરૂત્વાકર્ષણ, વધતી દરિયાઇ જળસપાટી અને જળ-વાયુ પરિવર્તન એક સાથે ભેગા થઇને વૈશ્વિક સ્તરે તટવર્તી વિસ્તારોમાં પૂરની સ્થિતિ પેદા કરશે. જેના પગલે ભારે તબાહી થઇ શકે છે.

અભ્યાસમાં કહેવાયા મુજબ પૃથ્વી પર ચંદ્રની અસરના લીધે આવનારા પૂર વિષે કહ્યું કે, ચંદ્ર જ્યારે એની કક્ષામાં હાલક ડોલક થાય છે ત્યારે એને પુરુ થવામાં 18.6 વર્ષનો સમય લાગે છે, પરંતુ પૃથ્વી પર વધતી ગરમીના લીધે વધતી સમુદ્રની જળસપાટીની સાથે ભેગું થવાથી એ ભયજનક બની રહે છે.

18.6 વર્ષના અડધા સમય સુધી એટલે કે લગભગ નવ વર્ષ સુધી પૃથ્વી પર સમુદ્રમાં સામાન્ય ભરતી આવવાનું ઓછું થઇ જાય છે. ઊંચી ભરતીની ઊંચાઇ સામાન્યપણે ઓછી હોય છે, જ્યારે નીચી ભરતીની ઊંચાઇ સામાન્ય પણે વધુ હોય છે. એ પછીના નવ વર્ષો સુધી ચિત્ર ઉપરોક્ત કરતાં ઊલટું હોય છે. હવે આ ચક્ર 2030ની આસપાસ બનશે, જેના પગલે આમ જીવન પર અતિ વિપરિત અસર પડશે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here