સઘન સુરક્ષા વ્યવસ્થા તહેનાત કરવામાં આવી
26 જાન્યુઆરીએ દિલ્હીમાં થયેલી હિંસાને કારણે વહીવટ વધુ સજાગ છે.
દિલ્હી-NCRમાં પોલીસ, અર્ધસૈનિક અને રિઝર્વ ફોર્સના 50 હજારો સૈનિકો તહેનાત કરવામાં આવ્યા છે.
દિલ્હીમાં તહેનાત CRPFની તમામ ટીમને કહેવામા આવ્યું છે કે તેમની બસોમાં લોખંડની જાળી લગાવી લે, જેથી પથ્થરમારા જેવી પરિસ્થિતિમાં બચાવ કરી શકાય.
દિલ્હીનાં 12 મેટ્રો સ્ટેશનને પોલીસે અલર્ટ જાહેર કર્યું છે.
અહીં પ્રવેશ અને એક્ઝિટ પોઇન્ટ પર સુરક્ષાદળો તહેનાત છે.
જો હિંસા થાય તો કેટલાંક મેટ્રો સ્ટેશનો પણ બંધ થઈ શકે છે. દિલ્હીમાં કુલ 285 મેટ્રો સ્ટેશન છે.
ચક્કાજામ કેમ રાખવામાં આવ્યો છે?
એક ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવેલા બજેટમાં ખેડૂતોની માગને આંખ આડા કાન કરવામાં આવી અને દિલ્હીની સીમા પર થઈ રહેલા આંદોલનની જગ્યાએ ઈન્ટરનેટ બંધ કરવાના વિરોધમાં આ ચક્કાજામ રાખવામાં આવ્યા છે.
ખેડૂત સંગઠનોનું કહેવું છે કે 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલી પછી ઘણાં ખેડૂતોના ટ્રેક્ટર જપ્ત કરી લેવામાં આવ્યાં છે. દિલ્હી બોર્ડરની આસપાસ ઘણી જગ્યા સંપૂર્ણ રીતે બ્લોક કરવામાં આવી છે;
એના વિરુદ્ધ આ ચક્કાજામ કરવામાં આવશે.
દિલ્હી-એનસીઆરમાં CRPFની 31 કંપની તહેનાત
ખેડૂતોના ચક્કાજામને ધ્યાનમાં રાખીને દિલ્હી-એનસીઆરમાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળો (CRPF)ની 31 કંપનીઓની તહેનાતી વધુ બે સપ્તાહ વધારી દેવામાં આવી છે.
દિલ્હીમાં તહેનાત CRPFના યુનિટ્સને કહેવામાં આવ્યું છે કે તેઓ તેમની બસો પર લોખંડની જાળ લગાવી દે.
દિલ્હી પોલીસને પણ એલર્ટ કરવામાં આવી છે.
પોલીસ 26 જાન્યુઆરીએ થયેલી હિંસાને ધ્યાનમાં રાખીને વધારે સાવચેતી રાખી રહી છે.
મેટ્રો સ્ટેશનના અધિકારીઓનો પણ દિલ્હી પોલીસે સંપર્ક કર્યો છે.
સ્થિતિને ધ્યાનમાં રાખીને અમુક મેટ્રો સ્ટેશન આજે બંધ રાખવામાં આવી શકે છે.
ચક્કાજામ માટે ખેડૂત સંયુક્ત મોરચાના 5 સંદેશ
1. નેશનલ અને સ્ટેટ હાઈવે બપોરે 12-3 વાગ્યા સુધી જામ કરી દેવામાં આવશે.
2. જરૂરી સેવાઓ, જેવી કે એમ્બ્યુલન્સ, સ્કૂલ-બસને રોકવામાં નહીં આવે.
3. ચક્કાજામ સંપૂર્ણ રીતે શાંતિપૂર્ણ કરાશે અને એ અહિંસક હશે. પ્રદર્શનકારીઓ કોઈપણ મોટી અથડામણ નહીં થવા દે.
4. દિલ્હીની સીમાની અંદર ચક્કાજામનો કોઈ કાર્યક્રમ રાખવામાં આવ્યો નથી.
5. 3 વાગે 1 મિનિટ સુધી હોર્ન વગાડીને ખેડૂતો એકતાનો સંદેશો આપેની ચક્કાજામનો કાર્યક્રમ સમાપ્ત કરશે.
ખેડૂતનેતાઓની શાંતિની અપીલ
રાકેશ ટિકૈત: અમુક તાકાતો આંદોલનને બદનામ કરવા માગે છે. 26 જાન્યુઆરીએ પણ એવું થયું હતું. તેથી આ વખતે વધારે સજાગ રહેવાની જરૂર છે. નજર રાખજો અને કાવતરા કરનારથી બચજો.
દર્શનપાલ: આંદોલન લાંબું ચલાવવા માટે યુવાઓનો સાથ જરૂરી છે. યુવાનો તેમના ગુસ્સા પર કાબૂરાખે. કોઈપણ પોલીસ અથવા અધિકારી સાથે વિવાદમાં ન ઊતરે.
બલબીર સિંહ રાજેવાલ: શાંતિથી જ જીત મળશે. અમુક લોકો ઈચ્છે છે કે હિંસા થાય, તેથી વધારે સતર્ક રહેવું.
ગુરનામ સિંહ ચઢૂની: પોતાના લોકોને મેસેજ અને ફોન કરીને શાંતિ જાળવવાનું કહેવામાં આવે. દરેકને એવું જ જણાવ્યું કે સંયમ રાખશો તો શાંતિ રહેશે.
UP, રાજસ્થાનમાં કિસાન પંચાયતો યોજાઈ, હજારો ખેડૂત શામલીમાં એકઠા થયા
આંદોલનને મજબૂત બનાવવા માટે શુક્રવારથી ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં કિસાન પંચાયતો શરૂ કરવામાં આવી હતી, જે ફેબ્રુઆરીના અંત સુધી ચાલશે. રાષ્ટ્રીય લોક દળ (RLD) દ્વારા એનું આયોજન કરવામાં આવી રહ્યું છે. RLDએ ગત સપ્તાહે ખેડૂત આંદોલનને ટેકો આપવાની જાહેરાત કરી હતી.
RLDના ઉપાધ્યક્ષ જયંત ચૌધરીએ ગુરુવારે કહ્યું હતું કે કિસાન પંચાયતોનો હેતુ સરકારને જણાવવાનો છે કે આ એક મોટું આંદોલન છે. એમાં રાજકીય દળોની જવાબદારી બને છે કે તે ખેડૂતો સુધી પહોંચે અને મુદ્દાની સંવેદનશીલતા વિશે અન્ય લોકોને પણ જાણ કરે. જયંત ચૌધરીએ શામલીમાં ખાપ પંચાયત યોજી હતી, આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે આ ખાપમાં ભારતીય કિસાન સંઘના પ્રમુખ નરેશ ટિકૈત પણ ઉપસ્થિત રહ્યા હતા. શામલીમાં હજારોની સંખ્યામાં ખેડૂતો ખાપમાં જોડાયા હતા.
ખેડૂતોના મુદ્દે લોકસભામાં હોબાળો, બેવાર સ્થગિત કરવામાં આવી
લોકસભામાં વિપક્ષી પાર્ટીઓએ શુક્રવારે નવો કૃષિ કાયદો પાછો ખેંચવા માટે સૂત્રોચ્ચાર કર્યા હતા. હંગામો થવાને કારણે દિવસમાં બે વખત ગૃહ કાર્યવાહી મોકૂફ રાખવી પડી. ગુરુવારે પણ 9 વિપક્ષી પાર્ટીઓના 12 સાંસદોએ લોકસભા-અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખીને કૃષિ કાયદા પર ગૃહમાં અલગ ચર્ચા કરવાની માગ કરી હતી.
26 જાન્યુઆરીની હિંસાના આરોપી સિધાના સિંધુ બોર્ડર પર પાછો ફર્યો
પ્રજાસત્તાક દિવસ પર ટ્રેક્ટર પરેડમાં હિંસા ભડકાવવાનો આરોપી લક્ખા સિધાના ખેડૂતોના દેશવ્યાપી ચક્કાજામ પહેલાં પંજાબથી દિલ્હી પરત ફર્યો છે. શુક્રવારે સાંજે લક્ખા સિંધુ બોર્ડરથી સોશિયલ મીડિયા પર લાઇવ થયો હતો. તેણે કહ્યું હતું કે પંજાબે આ ખેડૂત આંદોલનનું નેતૃત્વ કરવું જોઈએ. તેણે ખેડૂત નેતાઓને પણ અપીલ કરી છે કે 32 જાટબંધીઓની સમિતિમાંથી કોઈને પણ બાકાત ન કરવામાં આવે.
લેખન સંપાદન : Infogujarat Team
તમે આ લેખ Infogujarat.club ના માધ્યમ થી વાંચી રહ્યા છો,
આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવી જાણવા જેવી માહિતી ,સરકારી નોકરી
અને યોજનાની માહિતી , બોલીવુડની મસાલેદાર ખબરો, ધાર્મિક લેખો , તાજા સમાચારો ,
સ્વાસ્થ્ય ટીપ્સ , ખેતી , સ્પોર્ટ્સ તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે
ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ વટ થી ગુજરાતી અને infogujaratofficial લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.
નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.
ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો અમારો કોઈ હેતુ નથી..
“જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”
જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!