વેક્સિનેશન:વેક્સિનેશનમાં દેશભરમાં મધ્યપ્રદેશ ટોપ પર, દિલ્હી સૌથી પાછળ,જાણો ગુજરાત કેટલામાં ક્રમે છે ?

0
183

દેશમાં જાન્યુઆરીમાં 92.61 લાખ હેલ્થવર્કર્સને રસી આપવાનું લક્ષ્ય હતું, 42.7% પૂરું

દેશમાં કોરોનાની રસી આપવાની ઝડપ હવે અપેક્ષા કરતાં અડધી થઈ ગઈ છે.
31 જાન્યુઆરી સુધીનું આ કુલ 39.5 લાખ હેલ્થ વર્કરને રસી અપાઈ છે જે કુલ લક્ષ્યના 42.7 ટકા છે.
હકીકતમાં 31 જાન્યુઆરી સુધી તમામ 92.6 લાખ હેલ્થ વર્કરને જ્યારે ફેબ્રુઆરીના અંત સુધીમાં તમામ 3 કરોડ હેલ્થ ફ્રન્ટલાઈનવર્કરને રસી આપવાનું લક્ષ્ય હતું.
રસીકરણમાં મ.પ્ર. સૌથી આગળ છે. અહીં 69.4 ટકા હેલ્થ વર્કરને રસી અપાઈ ચૂકી છે. તેલંગાણા અને રાજસ્થાન અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે છે.

બીજી બાજુ દિલ્હી, છત્તીસગઢ, પંજાબ અને મહારાષ્ટ્રમાં સૌથી ધીમે રસી અપાઈ રહી છે. અત્યાર સુધીમાં માત્ર 8 રાજ્ય એવા છે કે જ્યાં અડધાથી વધુ હેલ્થવર્કરને રસી અપાઈ છે. 8 રાજ્યો એવા છે કે જ્યાં અત્યાર સુધીમાં 20% હેલ્થ વર્કરને પણ રસી આપી શકાઈ નથી.

ગુજરાત 7મા ક્રમે છે.

જો આ ઝડપ રહેશે તો ફેબ્રુઆરી સુધીમાં 3 કરોડ રસીનું લક્ષ્ય મુશ્કેલ
ભારતમાં 16 જાન્યુઆરીથી રસીકરણની શરૂઆત થઈ.
ત્યારે એવું કહેવાયું હતું કે ફેબ્રુઆરીના અંત સુધીમાં એટલે કે કુલ 44 દિવસમાં 3 કરોડ રસી આપવાનું લક્ષ્ય છે. આ માટે રોજ 6.82 લાખ રસી આપવી જરૂરી હતી.
જ્યારે અત્યાર સુધી રોજની સરેરાશ 2.32 લાખની છે આથી હવે જો ફેબ્રુઆરીમાં 3 કરોડનું લક્ષ્યાંક પાર પાડવું હોય તો 27 દિવસમાં રોજ 9.6 લાખ રસી આપવાની રહેશે.

60 દેશ આપણી પાસે રસી માગી રહ્યા છે
છેલ્લા બે મહિનાથી 60 દેશ ભારત સરકાર પાસે રસી માગી ચૂક્યા છે તેમાંથી 17 દેશને 31 જાન્યુઆરી સુધીમાં 64 લાખ રસીના ડોઝ મોકલી અપાઈ છે.

વેકિસનેશન દેશભર એમપી ટોપ પર, દિલ્હી સૌથી પાછળ (આંકડા 31 જાન્યુઆરી સુધીના)

ટોપ 7 રાજ્ય અત્યારસુધીમાં કુલ રસી નોંધાયેલા હેલ્થવર્કર લક્ષ્ય
પૂરું
મધ્ય પ્રદેશ 2,98,376 4,29,981 69.40%
તેલંગાણા 1,68,771 2,45,775 68.70%
રાજસ્થાન 3,33,930 5,24,218 63.70%
ઓડિશા 2,07,462 3,59,653 57.70%
હરિયાણા 1,26,759 2,24,376 56.50%
યુપી 4,63,793 9,06,752 51.10%
ગુજરાત 2,56,097 5,16,425 49.60%
અહીં ઝડપ ધીમી અત્યારસુધી કુલ રસી નોંધાયેલા હેલ્થવર્કર લક્ષ્ય પૂરું
દિલ્હી 54,711 2,78,343 19.70%
તામિલનાડુ 1,12,687 5,32,605 21.20%
છત્તીસગઢ 76,705 2,73,442 28.10%
ઝારખંડ 48,057 1,63,844 29.30%
પંજાબ 59,285 1,97,481 30.00%
મહારાષ્ટ્ર 3,10,825 9,63,857 32.20%
પ.બંગાળ 2,66,407 7,00,418 38.00%

લેખન સંપાદન : Infogujarat Team

તમે આ લેખ Infogujarat.club ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવી જાણવા જેવી માહિતી ,સરકારી નોકરી અને યોજનાની માહિતી , બોલીવુડની મસાલેદાર ખબરો, ધાર્મિક લેખો , તાજા સમાચારો , સ્વાસ્થ્ય ટીપ્સ , ખેતી , સ્પોર્ટ્સ  તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ વટ થી ગુજરાતી અને infogujaratofficial લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.                            નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ડધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો અમારો કોઈ હેતુ નથી.. “જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”

જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here