- જે ટનલમાં લોકો ફસાયા છે ત્યાં પાણીનું લેવલ વધવાને કારણે રવિવારે રેસ્ક્યૂ ઓપરેશન અટકાવવું પડ્યું હતું
- પ્રભાવિત વિસ્તારના એરિયલ સર્વે માટે સોમવારે વાયુસેના વૈજ્ઞાનિકોને એરલિફ્ટ કરાશે
ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના તપોવન વિસ્તારમાં રવિવારે બનેલી દુર્ઘટનામાં 153 લોકોનાં મોત થવાની આશંકા છે.
તપોવનસ્થિત NTPC પ્રોજેક્ટ સાઈટથી અત્યારસુધીમાં 14 મૃતદેહ મળી આવ્યા છે.
અહીં બે ટનલ છે. પહેલી ટનલમાં ફસાયેલા 16 લોકોનું રેસ્ક્યૂ થઈ ચૂક્યું છે.
આ ટનલમાં રવિવારે રાતે પાણી વધી જવાથી રેસ્ક્યૂ ઓપરેશનને અટકાવી દેવાયું હતું.
NDRFની ટીમે સોમવારે સવારે જળસ્તર ઘટ્યા પછી ઓપરેશન ફરી શરૂ કરી દીધું છે.
આ ટનલના 100 મીટર હિસ્સામાંથી કાટમાળ હટાવી દેવાયો છે.
અઢી કિમી લાંબી સુરંગ બની પડકાર, CMએ કહ્યું-કાટમાળ હટાવવો મુશ્કેલ
ઉત્તરાખંડના સીએમ ત્રિવેન્દ્ર સિંહ રાવતે જણાવ્યું કે, જે અઢી કિમી લાંબી ટનલ છે, તેમાંથી કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે. ત્યાં કીચડ પણ છે.
દોરડાના સહારે ITBPના જવાન આ ટનલના દરવાજા સુધી પહોંચ્યા છે.
તેમણે કહ્યું કે, આ ટનલમાંથી કાટમાળ હટાવવો મુશ્કેલ પડકાર છે. તેમણે જણાવ્યું કે, ધૌલીગંગા અને ઋષિગંગા મળે છે.
આ જ કારણે ધૌલીગંગા પર 3 પોઈન્ટ પર કાટમાળ જામી ગયો છે.
ચમોલી દુર્ઘટનાઃ બીજા દિવસનું અપડેટ્સ..
- આર્મીએ આખી રાત ઓપરેશન ચલાવીને એક ટનલનો દરવાજો ખોલ્યો છે. સર્ચ લાઈટ અને જનરેટર લગાવીને ઓપરેશન ચલાવ્યું છે.
- ઉત્તરાખંડના ડીજીપી અશોક કુમારે જણાવ્યું કે, ટનલમાંથી કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે. મોટી ટનલને ઝડપથી ખોલવાના પ્રયાસ કરાઈ રહ્યાં છે.
- તપોવનની જે ટનલમાં 30 લોકો ફસાયા હોવાની આશંકા છે ત્યાં ITBPના 300 જવાન રેસ્ક્યૂમાં લાગી ગયા છે.
- એરફોર્સના Mi-17 અને ALH હેલિકોપ્ટર્સે સોમવારે સવારે દેહરાદૂનથી જોશીમઠ માટે ઉડાન ભરી. એરિયલ રેસ્ક્યૂ અને રિલીફ મિશન શરૂ કર્યું
- NDRF અને ITBPની ટીમ તપોવન વિસ્તારમાં અલગ અલગ સ્થળો પર રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રહી છે. ITBPના પ્રવક્તા વિવેક પાંડેય કહ્યું હતું કે જરૂર પડ્યે વધુ ટીમ મોકલવામાં આવશે.
રવિવારે મોડી રાતે નદીઓનો જળસ્તર ફરી વધ્યો હતો
રવિવારે સવારે આશરે 10:30 વાગે મોટી દુર્ઘટના સર્જાઈ હતી.
રાજ્યના ચમોલીના તપોવનમાં ગ્લેશિયર તૂટી ઋષિગંગા નદીમાં પડી હતી.
એને લીધે પૂરની ગંભીર સ્થિતિ સર્જાઈ હતી અને ધૌલીગંગા પર નિર્માણાધીન બંધ પણ પાણીમાં તણાઈ ગયો હતો. તપોવનમાં એક પ્રાઈવેટ પાવર કંપનીના ઋષિગંગા હાઈડ્રો પાવર પ્રોજેક્ટ તથા સરકારી કંપની NTPCના પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું હતું.
આ આપદામાં અહીં નુકસાન થયું છે.
ITBPના જણાવ્યા પ્રમાણે, ઋષિગંગા પ્રોજેક્ટમાં કામ કરી રહેલા 15થી 20 શ્રમિકો લાપતા છે.
આ સાથે જ NTPC પ્રોજેક્ટ પર આશરે 150 શ્રમિકોનાં મૃત્યુ થયા હોવાની શક્યતા છે.
પ્રોજેક્ટ સાઈટથી રાત્રે આઠ વાગ્યા સુધી આઠ જેટલા મૃતદેહ મળ્યા હતા.
એની પુષ્ટિ ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર રાવતે કરી છે.
ઉત્તરાખંડ સરકારના જણાવ્યા પ્રમાણે, અત્યારસુધીમાં 25 લોકોને બચાવવામાં આવ્યા છે, જે પૈકી 12 તપોવન અને 13 રૈણીના છે.
લેખન સંપાદન : Infogujarat Team
તમે આ લેખ Infogujarat.club ના માધ્યમ થી વાંચી રહ્યા છો,
આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવી જાણવા જેવી માહિતી ,સરકારી નોકરી
અને યોજનાની માહિતી , બોલીવુડની મસાલેદાર ખબરો, ધાર્મિક લેખો , તાજા સમાચારો ,
સ્વાસ્થ્ય ટીપ્સ , ખેતી , સ્પોર્ટ્સ તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે
ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ વટ થી ગુજરાતી અને infogujaratofficial લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.
નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.
ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો અમારો કોઈ હેતુ નથી..
“જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”
જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!