હાલમાં ચોમાસાની સીઝન ચાલી રહી છે. રાજ્યમાં દરેક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. દરેક જિલ્લાઓમાં ખૂબ જ સારા વરસાદને કારણે લોકોમાં ખુશીની લાગણીઓ જોવા મળી રહી છે. રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખૂબ જ સારો વરસાદ વરસ્યો છે. જુલાઈ મહિનામાં હજુ સારો વરસાદ રહેશે.
હવામાન શાસ્ત્રી મગન કાકાના મતે ગુજરાતમાં આગામી 5 દિવસમાં હળવાથી ભારે વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આગામી 5 દિવસ અતિ ભારે વરસાદ તોફાની પવન સાથે રહેશે. દરેક જિલ્લાના ખેડૂતો પોતાની વાવણીને આગળ વધારી શકશે. ઓરિસ્સાના દરિયાકાંઠે સર્જાયેલા લો-પ્રેશરને કારણે ગુજરાતમાં સારો એવો વરસાદ જોવા મળશે.
લો-પ્રેશરની અસર મધ્યપ્રદેશ થઈને ગુજરાત સુધી આવી રહી છે. તેને કારણે આગામી પાંચ દિવસમાં વાતાવરણમાં એકાએક પલટો જોવા મળશે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ, ડાંગ, તાપી જેવા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ રહેશે. સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ, દ્વારકા જેવા વિસ્તારોમાં ભારે વરસાદ રહેશે.
આગામી પાંચ દિવસમાં બંગાળાની ખાડીમાં રચાતા લો-પ્રેસરને કારણે રાજસ્થાનથી લઈને મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઓરિસ્સા સુધી અસર દેખાઈ રહી છે. આ મોનસુન ટ્રફ જ્યાંથી પસાર થતો હોય છે. તેની આસપાસ દક્ષિણ અને દક્ષિણ-પશ્ચિમ ભાગોમાં વાદળો બનવાની પ્રક્રિયા વધુ સક્રિય હોય છે.
તેને કારણે મોન્સુન ટ્રક ઉત્તર ગુજરાત અને કચ્છ સુધી પહોંચતા સમયે ધીમી ગતિ પડી જતા વરસાદ મધ્યમ આવવાની આશંકાઓ છે. ઘણા સમયથી આવી સિસ્ટમ સક્રિયતાને કારણે ચોમાસામાં વધારે વરસાદ જોવા મળી રહ્યો છે. આગામી પાંચ દિવસમાં સારા વરસાદને કારણે દરેક જિલ્લાઓના જળાશયોમાં પાણીનો સ્ત્રોત વધુ જોવા મળશે.
શહેરોમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણીઓની નદી વહેતી થશે અને ગ્રામ્ય વિસ્તારમાં વધારે વરસાદને કારણે લોકોના ખેતરોમાં પાણી ભરાઈ જશે. નદીઓ બે કાંઠે વહેતી થશે. 24 કલાકમાં 155 તાલુકામાં વરસાદ ખૂબ જ સારો વરસી ગયો હતો. જેમાં 23 તાલુકાઓમાં 1 ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો હતો.
બાકીના તાલુકાઓમાં અતિ ભારે વરસાદ વરસી ચુક્યો હતો. જેમાં દક્ષિણ ગુજરાતના અનેક શહેરોમાં ખૂબ જ સારા વરસાદ વરસ્યા હતા. સારા સારા વરસાદને કારણે ખેડૂતોમાં પણ લાગણી જોવા મળી રહી છે. ખેડૂતો પોતાની વાવણી પણ સારી કરી રહ્યા છે. તેથી રાજ્યના ખેડૂતોમાં ખુશીની લાગણીઓ જોવા મળી રહી છે.
લો પ્રેસરની સિસ્ટમને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ચેતવણી આપી દેવામાં આવી છે. દરિયાકાંઠે લો પ્રેસરની સિસ્ટમને કારણે વાતાવરણમાં પાણીના વાદળો બનીને વધુ વરસાદની આશંકાઓ દેખાઈ રહી છે. ભારે પવનને કારણે દરિયો પણ તોફાની બની રહ્યો છે. તેને કારણે દરિયા કિનારાના વિસ્તારોમાં લોકોને દરિયાથી દૂર રહેવાની ચેતવણી આપવામાં આવી છે. આમ, રાજ્યમાં એકંદરે ચોમાસું ખૂબ જ સારુ રહ્યું છે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!