ભારતીય બાસ્કેટમાં જે ક્રૂડ ઑઇલ આવે છે એના પર ઇન્ટરનૅશનલ કિંમતોની અસર ૨૦-૨૫ દિવસ બાદ જોવા મળે છે
ઘણા દિવસ સુધી કિંમત સ્થિર રહ્યા બાદ ઑઇલ કંપનીઝ દ્વારા પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ફરી વધારો ઝીંકવામાં આવ્યો છે.
પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ૩૫-૩૫ પૈસા પ્રતિ લિટરનો વધારો કરાયો છે.
દિલ્હીમાં પેટ્રોલ ૮૬.૬૫ રૂપિયા લિટર થઈ ગયું છે. આ સાથે જ એલપીજી સિલિન્ડરની કિંમતમાં પણ ૨૫ રૂપિયાનો વધારો કરાયો છે.
બજેટમાં પેટ્રોલ અને ડીઝલ પર કૃષિ સેસ લગાડવામાં આવ્યો છે.
જોકે સરકારે સ્પષ્ટતા કરી હતી કે એની અસર લોકો પર થશે નહીં.
ઇન્ડિયન ઑઇલના ગ્રાહકોએ ૧૪ કિલોગ્રામના નૉન-સબસિડી ઘરેલુ ગૅસ-સિલિન્ડર માટે વધારે કિંમત ચૂકવવી પડશે.
એલપીજી સિલિન્ડરની કિંમત ૨૫ રૂપિયા વધારવામાં આવી છે,
જેથી દિલ્હીમાં ૭૧૯ રૂપિયા પ્રતિ સિલિન્ડર, મુંબઈમાં ૭૧૦ અને ચેન્નઈમાં ૭૩૫ રૂપિયા થશે.
ઇન્ટરનૅશનલ માર્કેટમાં ક્રૂડ ઑઇલ સતત મજબૂત થઈ રહ્યું છે,
પરંતુ ભારતીય બાસ્કેટમાં જે ક્રૂડ ઑઇલ આવે છે એની પર ઇન્ટરનૅશનલ કિંમતોની અસર ૨૦-૨૫ દિવસ બાદ જોવા મળે છે.
મુંબઈમાં પેટ્રોલ ૯૩.૨૦ રૂપિયા અને ડીઝલ ૮૩.૬૭ રૂપિયા લિટર, ચેન્નઈમાં પેટ્રોલ ૮૯.૧૩ અને ડીઝલ ૮૨.૦૪ રૂપિયાએ પહોંચ્યું.
ચેન્નઈમાં પેટ્રોલ ૮૯.૧૩ રૂપિયા અને ડીઝલ ૮૨.૦૪ રૂપિયા તથા કલકત્તામાં પેટ્રોલ ૮૮.૦૧ રૂપિયા અને ડીઝલ ૮૦.૪૧ રૂપિયા થઈ ગયું છે.
નવા વર્ષે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત ભાવવધારો કરવામાં આવી રહ્યો છે,
જેના કારણે સતત મોંઘવારી વધી રહી છે.
માલભાડામાં વધારો થવાથી વસ્તુઓની કિંમતોમાં વધારો થઈ શકે છે.
૨૦૨૧-’૨૨ના બજેટમાં પેટ્રોલ પર ૨.૫ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ પર ૪ રૂપિયા પ્રતિ લિટર કૃષિ સેસ લગાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
લેખન સંપાદન : Infogujarat Team
તમે આ લેખ Infogujarat.club ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવી જાણવા જેવી માહિતી ,સરકારી નોકરી અને યોજનાની માહિતી , બોલીવુડની મસાલેદાર ખબરો, ધાર્મિક લેખો , તાજા સમાચારો , સ્વાસ્થ્ય ટીપ્સ , ખેતી , સ્પોર્ટ્સ તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ વટ થી ગુજરાતી અને infogujaratofficial લાઈક કરી ને અમારી સાથે જોડાઓ. નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ડધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો અમારો કોઈ હેતુ નથી.. “જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”
જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!