કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરતા ખેડૂતોની નારાજગી ઓછું થવાનું નામ નથી લેતી. મંગળવારે એટલે કે 2જી ફેબ્રુઆરીએ ખેડૂત સંગઠન અને સરકાર વચ્ચે 13મા તબક્કાની વાતચીત થવાની છે. 12 વખત થયેલી વાતચીતમાં કોઈ પરિણામ આવ્યું નથી. ખેડૂતો કાયદો પરત લેવાની જીદ પર અડ્યા છે.
બીજી બાજુ, ખેડૂત સંગઠને જાહેરાત કરી દીધી છે કે 6 ફેબ્રુઆરીએ નેશનલ અને સ્ટેટ હાઈવેને જામ કરવામાં આવશે. ભારતીય કિસાન મોર્ચાના નેતા બલવીર સિંહ રાજેવાલે કહ્યું છે કે શનિવારે બપોરે 12થી 3 વાગ્યા સુધીમાં નેશનલ અને સ્ટેટ હાઈવેને બ્લોક કરવામાં આવશે. આ દરમિયાન સંયુક્ત કિસાન મોર્ચા (SMU)એ કહ્યું છે કે 128 લોકોની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે, તેમની કાયદાકીય મદદ માટે કમિટી બનાવવામાં આવી છે.
દિલ્હી સીમા: રસ્તાઓ પર ખિલ્લા પાથર્યા, સિમેન્ટની દીવાલો ઊભી કરી
કૃષિ કાયદાના વિરોધમાં અલગ-અલગ રાજ્યોથી ખેડૂતો રોજ દિલ્હી સીમાઓ પર પહોંચી રહ્યા છે. પ્રદર્શનકારીઓ દિલ્હીમાં ઘૂસી ન શકે એ માટે પોલીસ ઘણી વ્યવસ્થા કરી રહી છે. સિંધુ, ટીકરી બોર્ડર પર બેરિકેડિંગ કરવામાં આવી રહ્યું છે. દિલ્હી-હરિયાણાને જોડતા સિંધુમાં 4 લેયર બેરિકેડિંગ સાથે સિમેન્ટની દીવાલો વચ્ચે લોખંડના સળિયા પણ લગાવવામાં આવ્યા છે.
ટીકરી પર પહેલાં 4 ફૂટ મોટી સિમેન્ટની દીવાલ બનાવીને 4 લેયરમાં બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. ત્યાર પછી રસ્તા ખોદીને તેમાં ધારદાર સળિયા લગાવી દેવામાં આવ્યા છે. રસ્તા પર રોડ રોલર પણ ઊભા કરી દેવામાં આવ્યા છે. આમ, હવે પ્રદર્શનકારીઓ ધારદાર સળિયા ક્રોસ કરીને દિલ્હીમાં ઘૂસવાનો પ્રયત્ન કરશે તો તેમની ગાડી પંચર થઈ જશે.
કોંગ્રેસે સરકાર સામે કર્યા સવાલ
કોંગ્રેસનેતા રાહુલ ગાંધીએ દિલ્હી સીમાઓ પર દિલ્હી પોલીસ દ્વારા કરવામાં આવતી તસવીરો શેર કરીને લખ્યું છે કે ભારત સરકાર પુલ બનાવો- દીવાલો નહીં. રાહુલ ગાંધી સિવાય પ્રિયંકા ગાંધીએ પણ એક વીડિયો ટ્વીટ કર્યો છે અને લખ્યું છે કે વડાપ્રધાન જી, આપણા ખેડૂતો સાથે જ યુદ્ધ?
હરિયાણામાં સાંજે 5 વાગ્યા સુધી ઈન્ટરનેટ બંધ
હરિયાણાની ખટ્ટર સરકારે 2 ફેબ્રુઆરીએ કોઈ ગરબડ થવાની શક્યતાએ 7 જિલ્લામાં સાંજે 5 વાગ્યા સુધી ઈન્ટરનેટ, SMS અને ડોંગલ સર્વિસ બંધ રાખવાની જાહેરાત કરી છે. જે જિલ્લામાં ઈન્ટરનેટ બંધ હશે તેમાં કૈથલ, પાનીપત, જિંદ, રોહતક, ચરખી દાદરી, સોનીપત અને જઝ્ઝર સામેલ છે.
250 ટ્વિટર અકાઉન્ટ સસ્પેન્ડ, 4 મેટ્રો સ્ટેશન બંધ, સીમાઓ પર ઈન્ટરનેટ પ્રતિબંધ એક દિવસ વધ્યો
- કેન્દ્ર સરકારે 250 ટ્વિટર અકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધાં છે. એનાથી ફેક અને ઉશ્કેરણીજનક ટ્વીટ અને હેશટેગ ચાલતાં હતાં.
- ગૃહ મંત્રાલયે સિંધુ, ગાઝીપુર અને ટીકરી બોર્ડર પર ઈન્ટરનેટ સેવા સસ્પેન્ડની મર્યાદા મંગળવાર રાત સુધી વધારી દીધી છે.
- યુપીના બલિયામાં 220 ટ્રેક્ટરમાલિકોને નોટિસ મળી છે. સપાએ તેને પ્રદર્શનમાં જતા રોકવાનું પગલું ગણાવ્યું છે.
- પ્રદર્શનને કારણે દિલ્હી મેટ્રો દ્વારા ગ્રીન લાઈનના ચાર મેટ્રો સ્ટેશનોની એન્ટ્રી અને એક્ઝિટ ગેટ્સ બંધ કરી દેવામાં આવ્યા છે.
26 જાન્યુઆરીએ હિંસા ભડકી હતી
ખેડૂતોએ 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલી કાઢી હતી. એમાં હિંસા ભડકી હતી. ખેડૂતો સાથે ઝપાઝપીમાં 80થી વધારે પોલીસકર્મી ઘાયલ થયા હતા. એક વ્યક્તિએ લાલકિલ્લા પર ધાર્મિક ઝંડો લહેરાવ્યો હતો. ટ્રેક્ટર રેલીમાં થયેલી હિંસા પછી 100થી વધારે ખેડૂતો ગુમ જણાવવામાં આવ્યા છે.
લેખન સંપાદન : Infogujarat Team
તમે આ લેખ Infogujarat.club ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવી જાણવા જેવી માહિતી ,સરકારી નોકરી અને યોજનાની માહિતી , બોલીવુડની મસાલેદાર ખબરો, ધાર્મિક લેખો , તાજા સમાચારો , સ્વાસ્થ્ય ટીપ્સ , ખેતી , સ્પોર્ટ્સ તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ વટ થી ગુજરાતી અને infogujaratofficial લાઈક કરી ને અમારી સાથે જોડાઓ. નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ડધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો અમારો કોઈ હેતુ નથી.. “જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”
જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!