? ખેડૂતો ને સંયમ રાખવો જરૂરી: જાણો શું કહ્યું સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકારે ખેડૂત આંદોલન વિશે???

0
224

છેલ્લા 73 દિવસથી દિલ્લી પાસેની સીમાઓ પર ખેડૂતોનુ આંદોલન ચાલી રહ્યુ છે.
ખેડૂતોએ સ્પષ્ટ કરી દીધુ છે કે જ્યાં સુધી નવા કૃષિ કાયદાને પાછા લેવામાં નહિ આવે ત્યાં સુધી તેમનુ આંદોલન ચાલુ રહેશે.

પહેલા ગણતંત્ર દિવસ પર ખેડૂતોએ ટ્રેક્ટર રેલી કાઢી.
એ દરમિયાન લાલ કિલ્લા સહિત દિલ્લીના ઘણા વિસ્તારોમાં જોરદાર હિંસા થઈ.
ત્યારબાદ હવે આજે ખેડૂતોએ ચક્કાજામનુ એલાન કર્યુ છે.

આ દરમિયાન શુક્રવારે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકારે પણ ખેડૂત આંદોલન વિશે ટ્વિટ કર્યુ.
સાથે જ બધાને સંયમ રાખવાની અપીલ કરી.

સંયુક્ત માનવાધિકારે પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલ પર લખ્યુ કે અમે ભારતના બધા અધિકારીઓ અને પ્રદર્શનકારીઓને અપીલ કરીએ છીએ કે તે ખેડૂત આંદોલન દરમિયાન વધુને વધુ સંયમ રાખે.
અભિવ્યક્તિની આઝાદી શાંતિપૂર્વક ઑફલાઈન કે ઑનલાઈન રીતે સંરક્ષિત કરવી જોઈએ.

બધા લોકો માટે આ મામલે યોગ્ય સમાધાન શોધવુ જરૂરી છે.
દિલ્લીમાં થઈ હતી જોરદાર હિંસા તમને જણાવી દઈએ કે ખેડૂતોએ દિલ્લી પોલિસને ગણતંત્ર ટ્રેક્ટર રેલી કાઢવા માટે મંજૂરી માંગી હતી.

ઘણા દોરની વાતચીત બાદ પોલિસે નક્કી રૂટ પર રેલીની મંજૂરી આપી.
આ દરમિયાન મોટી સંખ્યામાં ઉપદ્રવી ટ્રેક્ટર્સની સાથે લાલ કિલ્લા સુધી પહોંચી ગયા અને ત્યાં જોરદાર હિંસા કરી. સાથે જ લાલ કિલ્લા પર નિશાન સાહિબ લહેરાવી દીધુ.
આ હિંસામાં એક વ્યક્તિનુ મોત થઈ ગયુ જ્યારે 400થી વધુ પોલિસકર્મી ઘાયલ થઈ ગયા હતા.

આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઠ્યો મુદ્દો ગણતંત્ર દિવસ પર થયેલી હિંસા બાદ ખેડૂત આંદોલને આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણુ ચર્ચામાં રહ્યુ. સૌથી પહેલા પૉપ સ્ટાર રિહાનાએ ખેડૂત આંદોલન સાથે જોડાયેલ એક ન્યૂઝ લિંક શેર કરી અને પૂછ્યુ કે આપણે આના પર વાત કેમ નથી કરી રહ્યા.

ત્યારબાદ પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગે પણ ખેડૂતોના સમર્થનનુ એલાન કર્યુ.
જો કે બાદમાં ભારતીય વિદેશ મંત્રાલયે વિદેશી હસ્તીઓને આંતરિક મામલે દખલ ન દેવાની સલાહ આપી હતી.

લેખન સંપાદન : Infogujarat Team

તમે આ લેખ Infogujarat.club ના માધ્યમ થી વાંચી રહ્યા છો,
આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવી જાણવા જેવી માહિતી ,સરકારી નોકરી
અને યોજનાની માહિતી , બોલીવુડની મસાલેદાર ખબરો, ધાર્મિક લેખો , તાજા સમાચારો ,
સ્વાસ્થ્ય ટીપ્સ , ખેતી , સ્પોર્ટ્સ  તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે

ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ વટ થી ગુજરાતી અને infogujaratofficial લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.
ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો અમારો કોઈ હેતુ નથી..
“જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”

જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here