ખેડૂતોના સમર્થનમાં ચૂપ રહેવા બદલ અજય દેવગણની કાર અટકાવનારની ધરપકડ…

0
279

બોલિવુડ અભિનેતા અજય દેવગણની (Ajay Devgan) કારને મંગળવારે એક શખ્સે અટકાવી દીધી હતી. ખેડૂત આંદોલન (Farmers Protest) મુદ્દે ચૂપ રહેવા બદલ તે શખ્સે અજયની કાર રોકી હતી. તેણે અજયને સવાલ કર્યો હતો કે, અજય આ મામલે શા માટે કોઈ ટ્વિટ નથી કરી રહ્યા.

એક અહેવાલ મુજબ ખેડૂતોના સમર્થક શખ્સે અજયને એમ પણ કહ્યું કે, તે ખેડૂતો અને પંજાબના વિરોધી છે. જોકે અભિનેતા સાથે દુર્વ્યવહાર કરવા બદલ તે શખ્સની ધરપકડ કરી લેવાઈ છે.

મંગળવારે સવારે અજય દેવગણ એક ફિલ્મના શૂટિંગ માટે ગોરેગાંવ સ્થિત ફિલ્મ સીટી જઈ રહ્યા હતા. આ દરમિયાન ફિલ્મ સીટીના દરવાજાથી થોડે દૂર ઊભેલા એક સરદાર રાજદીપ સિંહે અજય દેવગણની કારને અટકાવી દીધી હતી અને ત્યાર બાદ અજયને ખેડૂત આંદોલન મુદ્દે ચૂપ રહેવા ઉપર સવાલ કર્યા હતા.

રાજદીપે અજયને પૂછ્યું હતું કે, દિલ્હીમાં ખેડૂતો આટલા દિવસોથી આંદોલન કરી રહ્યા છે અને પ્રદર્શન કરી રહ્યા છે, પરંતુ તેમના સમર્થનમાં અજયે શા માટે કોઈ ટ્વિટ ન કરી. રાજદીપે આશરે 15 મિનિટ સુધી અજયની કારને રોકી રાખી હતી.

ત્યાર બાદ ઘટનાસ્થળે પોલીસ પહોંચી ગઈ હતી અને અજય દેવગણને સહીસલામત રીતે ફિલ્મ સીટીના સેટ ઉપર પહોંચાડી દીધા હતા. દિંડોશી પોલીસે આ મામલાની ફરિયાદ નોંધીને રાજદીપની ધરપકડ કરી છે. તેનો એક સાથી છે જેનું કહેવું છે કે, તેનો મિત્ર માત્ર ખેડૂતોના હક માટેની વાતચીત કરવા માટે અભિનેતા અજય દેવગણ પાસે ગયો હતો. તેણે કહ્યું કે, આ કોઈ એટલો મોટો ગુનો નથી.

એક ચેનલના અહેવાલ અનુસાર તો રાજદીપ સિંહે અજય ઉપર ખેડૂત વિરોધી અને પંજાબ હોવાનો આરોપ મૂકતા કહ્યું હતું કે, અજય પંજાબ વિરોધી છે, તેને શરમ આવવી જોઈએ. રાજદીપે પૂછ્યું હતું કે, આવા અભિનેતાઓને રોટલા કેવી રીતે પચે છે. બોલિવુડમાં કેટલાક કલાકારો ખેડૂતોના સમર્થનમાં બોલી રહ્યા છે, જ્યારે કેટલાક કલાકારો તેના વિરોધમાં અવાજ ઉઠાવી રહ્યા છે. પરંતુ ઘણા કલાકારો પોતાની જાતને આ મુદ્દાથી દૂર રાખી રહ્યા છે.

લેખન સંપાદન : Infogujarat Team

તમે આ લેખ Infogujarat.club ના માધ્યમ થી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવી જાણવા જેવી માહિતી ,સરકારી નોકરી અને યોજનાની માહિતી , બોલીવુડની મસાલેદાર ખબરો, ધાર્મિક લેખો , તાજા સમાચારો , સ્વાસ્થ્ય ટીપ્સ , ખેતી , સ્પોર્ટ્સ  તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ વટ થી ગુજરાતી અને infogujaratofficial લાઈક કરી ને અમારી સાથે જોડાઓ. જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here