જેમ જેમ સમય આગળ વધી રહ્યો છે તેમ લોકોના જીવનમાં પણ અનેક બદલાવ આવતા જતા હોય છે. જેમાં મુખ્યત્વે જો વાત કરવામાં આવે તો લોકો જેમ-જેમ આગળ વધતા જાય છે તેમ જીવનમાં બીજા લોકો સાથે પોતાના સ્વાર્થને લઈને અનેક ઝઘડાઓ કરી રહ્યા છે. અને ઝઘડા અને મારા-મારીની ઘટનાઓ ખુબ જ સામે આવી રહી છે.
શહેરમાં સામાન્ય ઘરમાં રહેતી મહિલાઓ સાથે અવારનવાર સાસરિયા ત્રાસ ગુજારતા હોવાના આપણે ઘણી બધી ઘટના સાંભળી અને જોઈ રહ્યા છીએ પરંતુ ખુદ એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ સાથે પણ સાસરિયા ત્રાસ ગુજારી રહ્યા હતા. એવી પણ ઘટના બની રહી હતી. અને ખુદ એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ ત્રાસનો ભોગ બની હોવાની ઘટના જોવા મળી છે. આવી જ એક મહિલા ઉપર સાસરિયાના ત્રાસની ઘટના જોવા મળી છે.
આ ઘટના અમદાવાદ શહેરમાં બની હતી. અમદાવાદ શહેરમાં શાહ આલમમાં રહેતી મહિલા સાથે તેના સાસરિયાઓએ ત્રાસ ગુજાર્યો હતો. આ ઘટના સામે આવી છે શાહ આલમમાં મહિલા તેના પરિવાર સાથે રહેતી હતી. મહિલાની ઉંમર 30 વર્ષની હતી. અને મહિલા શહેરમાં ટ્રાફિક વિભાગમાં મહિલા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી હતી.
આ મહિલાએ 2018માં તેના પતિ સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. કોર્ટ મેરેજ કર્યા બાદ મહિલા તેના સાસરીએ તેના પતિ સાથે રહેવા ગઇ હતી. અને લગ્નના 6 મહિના મહિલાને ખૂબ જ સારી રીતે સાચવામાં આવી હતી. અને લગ્નના 6 મહિના બાદ મહિલાના પતિની નોકરી છૂટી જવાને કારણે અવારનવાર ત્રાસ આપતો હતો.
મહિલાનો પતિ ઈંડાનો ધંધો કરતો હોવાથી ધંધો કરવા પૈસા પણ મહિલાએ જ આપ્યા હતા. પરંતુ 7 મહિનામાં ધંધો બંધ થઈ જવાને કારણે મહિલાએ આપેલા 1,40,000 રૂપિયાની ખોટ મહિલાને ભોગવી પડી હતી. મહિલા કોન્સ્ટેબલના સસરા પણ ઘર ચલાવવાનું કહીને તેની પાસેથી દહેજ માગતા હતા. તેના પિતાને ફોન કરીને અડધો ભાગ માગીને ખર્ચની રકમ માગી હતી.
તે મહિલાના પિતાએ દહેજ ન આપતા મહિલા સાથે સસરા અવારનવાર ઝઘડાઓ કરતા હતા. અને મહિલાએ પોતાના શ્રીમંતનો ખર્ચ પણ પોતાના પગારમાંથી જ ચૂકવો પડયો હતો. સાસરિયાઓએ મહિલા કોન્સ્ટેબલ હોવાને કારણે ઘરના ખર્ચા અને બહારના ખર્ચાઓ મહિલાને ઉઠાવ્યા હતા છતાં પણ અવારનવાર સાસરિયાઓ મહિલા પર ત્રાસ આપતા હતા.
અને ત્યારબાદ મહિલાને દીકરાનો જન્મ થતા પતિએ શંકા કરવાનું ચાલુ કરી દીધું હતું. અને મહિલા જ્યારે ટ્રાફિક પોલીસ હોવાને કારણે નોકરીએ જતી હતી ત્યારે તેનો પતિ તેને કહેતો હતો કે,’ મને જણાવ્યા વગર કોની સાથે વાત કરે છે? અને મને જણાવ્યા વગર જતી રહી રહે છો અને રોજે હસી-હસીને કોની સાથે વાતો કરે છો?’ પતિ વારંવાર આવું કરીને મહિલાને ત્રાસ આપતો હતો.
ત્યારબાદ મહિલા ફરજ બજાવવા માટે પહોંચી છે કે નહીં તેની પણ એનો પતિ તપાસ કરતો હતો. અને મહિલા પોલીસની નોકરી કરતી હોવાને કારણે રાતે મોડી આવે તો પતિ શંકા તેની સાથે ઝઘડો કરતો હતો. અને ક્યારેક તો મારામારી પણ કરતો હતો. મહિલા સાથે આવા ત્રાસને કારણે મહિલા ખૂબ જ કંટાળી ગઈ હતી.
અને પતિએ ઇલેક્ટ્રિકની દુકાન નોકરી ચાલુ કરી દીધી હતી. તો પગાર બાબતે તે મહિલાને કંઈ પણ જણાવતો ન હતો. અને દર મહિને ખર્ચના પૈસા પણ આપતો ન હતો. તેથી મહિલાએ પોતાના પગારમાંથી જ પોતાના બાળક અને સસરા તેમજ ઘર ખર્ચ તેને ચલાવો પડતો હતો. યુવતી નોકરીએ જાય ત્યારે તેને બાળકને સસરા રાખતા હતા તે માટે સસરાએ મહિલા પાસેથી 2-3 હજાર માગી લેતા હતા.
પોતાને દીકરાને રાખવા માટે મહિલા પાસેથી સસરા પૈસા લેતા હતા. અને આ બધી વાતોથી કંટાળીને મહિલા ઘર છોડીને જવાનું નક્કી કર્યું હતું પરંતુ પોતે એક શિક્ષિત મહિલા હોવાને કારણે તેણે પોલીસ અને આ વાતને ફરિયાદ કરી હતી. અને પતિ, દિયર અને સસરા સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ પણ આ ઘટનાની તેના સાસરિયાઓ સામે પૂછપરછ કરી રહ્યા હતા.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!