નુડલ્સની ફેકટરીમાં ધડાકાથી આગ ફાટી પડતા 2 જીવ મુશ્કેલીમાં ફેકટરીમાં મળ્યું એવું કે જોઈને ઉડી ગયા હોશ..!!

0
114

આજના સમયમાં ઉદ્યોગ ધરાવતી કંપનીમાં અવારનવાર કોઈ હોનારતને કારણે અથવા તો સર્કિટને કારણે ફેક્ટરીમાં આગ લાગવાનું સાંભળી રહ્યા છીએ. અને આ આગ લાગવાને કારણે ઘણું બધું નુકશાન થઈ રહ્યાનું પણ સાંભળવામાં આવ્યું છે. તેમાં કામ કરતા શ્રમિકોને પણ આ ઘટનામાં ભોગ બનવું પડે છે અને તેના જીવ પણ જોખમમાં મૂકી ગયા છે.

આવી રીતે અનેક ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના આપણે જોઈ રહ્યા છીએ. આવી જ એક ઘટના વડોદરા શહેરમાં બની હતી. વડોદરા શહેરના આજવા રોડ ઉપર સરદાર એસ્ટેટ પાસે આવેલી ક્રિષ્નાનગર પાસે એક ફેક્ટરી હતી. તેમાં બન્યો હતો. આ ફેક્ટરીમાં નુડલ્સ બનાવવાનું કામ ચાલતું હતું.

આ ફેક્ટરી ક્રિષ્નાનગર પાસે જયઅંબે ગૃહ ઉદ્યોગ નામથી ફેક્ટરી ઓળખાતી હતી. અને ફેક્ટરી નીરજભાઈની હતી. ફેક્ટરીમાં નુડલ્સનું ઉત્પાદન કરવામાં આવતું હતું. અને ફેક્ટરી એટલી વિશાળ પ્રમાણમાં હતી કે આ ક્રિષ્નાનગર વિસ્તાર આખો ફેક્ટરી જ હતો. આ ફેક્ટરીમાં ઘણા બધા શ્રમિકો કામ કરતા હતા.

પરંતુ ફેક્ટરીમાં બે યુવાનો ત્યાં જ રહીને કામ કરતા હતા. એક દિવસ સવારના સમયે ફેક્ટરીમાં અચાનક જ આગ લાગી ગઈ હતી. અને આ બંને યુવાનો ફેક્ટરીના પતરાના શેડ ઉપર સુતા હતા. બંને ઉંઘમાં હતા તેથી આગ લાગ્યાનું ખબર પડી નહોતી. અને પતરા ગરમ થઇ જતાં યુવાનોને આગ લાગી ખબર પડતા તે બંને શેડ પરથી નીચે ઉતરી ગયા હતા.

તેમાં એક યુવાન વિનય કુમાર જેની ઉંમર 19 વર્ષની હતી. શેડ પરથી કુદતા શેડમાં મુકેલા વિહિકલ ઉપર પડતાં પગમાં ઇજા થઇ હતી. અને તે ગરમ પતરા ઉપર પોતાનો જીવ બચાવવા માટે ચાલ્યો હતો. તેથી તેના પગ પણ દાઝી ગયા હતા. અને આમ બંને યુવાનો પોતાના જીવ બચાવીને લથડબથડ ફેક્ટરીની બહાર નીકળી ગયા હતા.

બહાર નીકળીને તેઓ ખુબ જ બુમાબુમ કરવા લાગ્યા હતા. ત્યારબાદ આજુબાજુના લોકોને ગરમ હવામાન જોઈને ઘરની બહાર નીકળી આગ જોઈને તેઓ પણ ખૂબ જ ચોંકી ગયા હતા. અને બૂમાબૂમ કરવા લાગ્યા હતા. ત્યારબાદ તે વિસ્તારની ફાયરબ્રિગેડને આગની ઘટનાની જાણ કરવામાં આવી હતી.

ફાયરબ્રિગેડનો સ્ટાફ તરત જ આગને કાબૂમાં લેવા માટે પહોંચી ગયો હતો. ત્યારબાદ એકઠા થયેલા લોકોએ આ કંપની નામ માલિકને આ ઘટનાની જાણ કરી હતી. આગને કાબુમાં લીધી તે પહેલા જ નૂડલ્સનો ખૂબ જ મોટા પર્માણમાં જથ્થો આગને કારણે બળીને ખાખ થઇ ગયો હતો. અને આ કંપનીને મોટાપાયે નુકસાન થયું હતું. ત્યારબાદ પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી.

લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here