દીકરીએ શેરીના યુવક સાથે ભાગીને કરી લીધા લગ્ન અને સાસરીયાઓએ મગજનો ગુસ્સો જમાઈના મોઢે ઉકળતું તેલ ફેંકીને કર્યો.. વિચિત્ર ઘટના..!

0
140

આજના સમયમાં લોકોને પોતાના સમાજના જ લોકો સારા લાગી રહ્યા છે. આજકાલ હજુ ક્યાંકને ક્યાંક લોકો જાતિ અને ઊંચ-નીચના ભેદભાવો માની રહ્યા છે. તેને કારણે અનેક ઝઘડાઓ થતા જોવા મળે છે. અને આ ઝગડાઓ બધાને કારણે મારામારી થતા ઘણી ઘટનાઓ જોવા મળે છે. અને આ ઘટનાઓ ક્યારેક-ક્યારેક એટલી બધી વિપરીત બની જાય છે કે તેને કારણે ન બનવાનું બની જાય છે.

એવી જ એક ઘટના બિહારમાં બની છે. આ ઘટનામાં એક યુવકએ તેની બાજુમાં રહેતી યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. તે ભારે પડી ગયા હતા. આ ઘટના બિહારના તરસરાય બજારના એક મહોલ્લામાં 26 વર્ષના યુવકનું પરિવાર અને 22  વર્ષની યુવતીનો પરિવાર રહેતા હતા. યુવકનું નામ કરણ સાવ હતું. અને યુવતીનું નામ મુન્ની કુમારી હતું.

બંનેના ઘર એક જ મહોલ્લામાં હતા. તેને કારણે મુન્ની કુમારી અને કરણ સાવને પ્રેમ સંબંધ હતો. કરણ સાવ પાનની દુકાન ચલાવી રહ્યો હતો. અને કરણ સાવ અને મુન્ની કુમારીને છેલ્લા 4 વર્ષથી પ્રેમ સંબંધમાં હતા. તેને કારણે બંનેના ઘરના લોકોને આ બંનેના પ્રેમ સંબંધની ખબર હતી.

છતાં પણ મુન્ની કુમારીને કોઈ બીજા યુવાન સાથે તેમના ઘરના લોકો લગ્ન કરાવવા માગતા હતા. પરંતુ મુન્ની કુમારીને કરણ સાવ સાથે લગ્ન કરવા માગતી હતી. તે માટે તે બંને એક દિવસ ભાગીને મંદિરમાં જઈને લગ્ન કરી લીધા હતા. આ વાતની જાણ બંનેના ઘરના લોકોને થઈ હતી. છોકરાના પક્ષે આ લગ્ન સ્વીકારી લીધા હતા.

પરંતુ યુવતીના ઘરના લોકો લગ્ન સ્વીકારવા માટે તૈયાર નહોતા. કરણ સાવના ઘરે પુત્રવધૂને ધૂમધામથી સ્વાગત કરીને લાવવામાં આવી હતી. ત્યારબાદ યુવતીના ઘરવાળા અને યુવાનના ઘરવાળા બંને વચ્ચે ખૂબ જ બોલાચાલી થઇ હતી. અને બોલાચાલી ને કારણે ખૂબ જ મોટો ઝઘડો થઈ ગયો હતો. અને ગુસ્સો એટલો બધો વધી ગયો હતો.

કે દીકરીના નવા વર ઉપર તેના પીયરીયાવાળાએ ઉકળતું તેલ અને ગરમ પાણી ફેંકી દીધું હતું. તેને કારણે કરણ સાવ ખુબ જ ગંભીર રીતે દાઝી ગયો હતો. અને યુવતીના ઘરવાળાએ પોતાના નવા જમાઈ ઉપર આવું નાખીને સ્વાગત કર્યું હતું. તેને કારણે કરણ સાવના લોકો તેને હોસ્પિટલ લઇ ગયા અને સારવાર કરાવી હતી.

કરણ સાવના ઘરના લોકોએ પોલીસને ફરિયાદ કરી હતી. અને આવું થતાં બંને વચ્ચે સમાધાનની બદલે પાછો ઝઘડો થયો હતો. તેને કારણે કરણ સાવના પરિવારના લોકોને પાંચ લોકોને ઈજા થઈ હતી. પોલીસે આ ઘટનામાં તપાસ શરૂ કરી હતી. પોલીસ યુવતીના પરિવારના લોકોને પૂછપરછ કરી રહી હતી.

લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here