માનવ જીવ મોટાભાગના જાનવરોથી ખુબ જ ડરતા હોય છે. પછી તે સિંહ હોય , વાઘ હોય , ચિત્તો હોય કે મગર.. આ તમામ જીવ એકજ મિનીટમાં કોઈપણ નો જીવ લઈ શકે છે. પરતું અમુક પ્રાણીઓ માત્ર પ્રાણીઓને જ નિશાના પર લેતા હોય છે. આ પ્રકારનો જ એક વિડીયો તાજેતરમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક સાથે બે જંગલના પ્રાણીઓ બથોબથ લડાઈ કરતા સામે દેખાઈ આવ્યા છે.
એક વ્યક્તિ જંગલમાં ચાલી રહ્યો હતો એ વખતે આ દ્રશ્ય સામે આવ્યું હતું જે તેને પોતાના કેમેરામાં કેદ કરી હતી. વાઘને જોઈને વ્યક્તિને પરસેવો છૂટી ગયો હતો તેમજ અજગરને જોઈને તો નાની યાદ આવી ગઈ હતી. એણે તરત જ પોતાનો રસ્તો બદલી નાખ્યો હતો. તમે વિડીયોમાં જોઈ શકો છો કે વાઘ રખડતો રખડતો એક અજગર પાસે આવી પહોચે છે. ત્યાં જ અજગરને જોઈને વાઘ ઉભો રહી ગયો.
Tiger leaves the way to Python.. pic.twitter.com/87nGHbo0M0
— Susanta Nanda IFS (@susantananda3) July 21, 2020
અને ધ્યાનથી નિરીક્ષણ કરવાનું ચાલુ કર્યુ હતું. ઘડીક તો વાઘને પણ ડર લાગે છે કે અજગર તેના પર હુમલો કરશે તો શું થશે. વાઘ જેવો અજગરની નજીક પહોચ્યો અને અજગરએ મોઢું વાઘ તરફ ફેરવ્યું. એ પછી વાઘને ડર લાગી જતા એ પીછે હઠ કરે છે. અને પ્રેમથી પોતાનો જીવ બચાવીને જંગલ તરફ ચાલ્યો જાય છે.
આ વિડીયો ઘણો જુનો હોવાનું મનાય છે પરતું તાજેતરમાં ભારતીય ફોરેસ્ટ સેવામાં ફરજ બજાવતા અધિકારી શુશાંત નંદાએ આ વિડીયો ટ્વીટર પર શેર કરતાની સાથે જ ગણતરીની મીનીટો માં વાયરલ થઈ ગયો હતો. આ વિડીયો કર્ણાટકના નાગરહોલ નેશનલ ટાઈગર પાર્ક નો છે. જે 31 ઓગસ્ટ ૨૦૧૮ના દિવસે ઉતારવામાં આવ્યો હતો.
વિડીયોમાં કેપ્શન એડ કરતા સુશાંત નંદાએ વધુમાં લખ્યું હતું કે વાઘે અજગરને છોડી દીધો. આ વિડીયો ગયા વર્ષે જુન કે ઓગસ્ટ મહિનામાં શેર કરવામાં આવો હતો. જે અત્યાર સુધી 80 હજારથી વધુ લોકો સુધી પહોચેલો છે. તેમજ ૭૮૦ થી વધારે શેર અને ૪૯૦૦ થી વધારે લાઈક મળી છે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!