સુરતથી મેથાણીયા ગામે સીમત પ્રસંગમાં હાજરી આપવા માટે એક પરિવાર પોતાની સ્વીફ્ટ ગાડી લઈને પહોચ્યો હતો. પરિવાર આ પ્રસંગને લઈને ખુબ જ આનંદમાં હતો. પરતું પ્રસંગ પૂરો થયા બાદ સુરત આવવા નીકળતા રસ્તામાં માર્ગ અકસ્માત થયો જેમાં 2 વર્ષની નાની દીકરી સહિત કુલ 3 લોકોના કરુણ મોત નીપજ્યા છે.
પાટણ અને ચાણસ્મા હાઇવે પર લણવા ગામની નજીકના વિસ્તારમાં દૂધ વાહન ટેન્કર અને પરિવાર સવાર સ્વીફ્ટ કાર વચ્ચે મોટો અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર 5 જણ પૈકી 2 વર્ષની નાની દીકરી સહિત કુલ 3 જણ મોતને ભેટ્યા હતા.
દૂધના ખટારાએ કારને ફંગોળી નાખી : પાટણ મહેસાણા વચે ના હાઇવે પર આજે સવારે સુરતનો એક પરિવાર મેથીયાણા ખાતે પસીમત પ્રસંગમાં હાજરી આપવા આવ્યા હતા. વળતી વખતે આ અસ્ક્માત સર્જાયો હતો. આ અકસ્માત બનતા જ લોકોને ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા. લોકોએ તરત જ ૧૦૮ અને પોલીસને જાણ કરી દીધી હતી તેથી ફટાફટ ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ખસેડાયા હતા. પોલીસ હાલમાં ઘટના સ્થળે તપાસ કરી રહી છે.
સગા-સબંધીઓ શોકમાં ચાલ્યા ગયા : આ અકસ્માત થતા જ વાત હવા મારફતે ફેલાઈને સીમત પ્રસંગના ગામ મેથાનીયા સુધી પહોચી હતી. વાત મળતા જ સ્ન્હીજનો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે દોડી આવ્યા હતા.આ દુખદ ઘટના ના સમાચાર સાંભળતાની સાથે જ સ્નેહીજનો શોકમાં ચાલ્યા ગયા હતા.
સારવાર આપી રહેલા ડોકટરે જણાવ્યું કે વ્યક્તિએ માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી જેના લીધે તેમના મૃત્યુ નીપજ્યા છે. મૃતકોના નામોમાં ખુશી , જૈમીનભાઈ અને મનુભાઈનો સમાવેશ થાય છે.
ગામના સરપંચે જણાવી તમામ ઘટના : ગામના સરપંચે જણાવ્યું કે પરિવારનો પુત્ર સુરત ડેરી ચલાવે છે. તેઓ ગાડી લઈને સીમત પ્રસંગમાં હાજરી આપવા માટે આવ્યા હતા. લણવા તરફ જતા કાર સામેથી ઓવરસ્પીડે આવતા દૂધના ટેન્કર સાથે અથડાઈ હતી. અથડાતા જ દીકરા તેમજ તેની માસૂમ 2 વર્ષની દીકરી સહીત અન્ય એક જણનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!