એક વ્યક્તિ નાયક ફિલ્મની જેમ જ એક દિવસ માટે મુખ્યમંત્રી બનવા માગે છે અને તેણે પોતાની વાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ફોન કરીને કરી હતી.
એક દિવસના CM બનવાની ઈચ્છાએક વ્યક્તિએ કર્યો DyCMને ફોનનાયક ફિલ્મની જેમ કરવું છે કામપ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, ધોલેરાના હેબતપુરના લાલજીભાઈએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ફોન કર્યો. આ વ્યક્તિએ ફોન કરીને ગુજરાતના એક દિવસના મુખ્યમંત્રી બનવાની ઈચ્છા વ્યક્ત કરી.
લાલજીભાઈએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલને કહ્યું કે મારે એક દિવસ માટે મુખ્યમંત્રી બનવું છે.નાયબ મુખ્યમંત્રી ફોન પર જ હસી પડ્યાજો 7માંથી એકનો પણ જવાબ છે હા તો તમને છે મોબાઈલનું વ્યસન ઈંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટ માટે ભારતીય ટીમ જાહેર, જુઓ કોને મળ્યું સ્થાન અને કોણ થયું બહાર ગુજરાત સરકારે ફ્રૂટનું નામ બદલીને કમલમ કરી દીધું, કોંગ્રેસ કહ્યું આ લોકો પાસે મુદ્દા જ નથીઆ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, તેમને નાયક ફિલ્મ જેવું કામ કરવું છે.
જો કે, લાલજીભાઇની આ વાત સાંભળીને ફોન પર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પોતાનું હાસ્ય રોકી ન શક્યા અને કહ્યું હતું કે, તો બનોને મને ક્યાં વાંધો છે.
થોડાક દિવસ પેહલા ઉતરાખંડમાં બની હતી આવી ઘટના.
ઉત્તરાખંડની ઘટનાને યાદ કરાવી CMને અપીલ કરવાની કરી વાતતો લાલજી ભાઈએ નાયબ મુખ્યમંત્રીને તાજેતરમાં ઉત્તરાખંડના એક દિવસના મુખ્યમંત્રી બનેલ સૃષ્ટિ ગોસ્વામીનું પણ ઉદાહરણ આપ્યું અને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે આ મુદ્દે વાત કરવા માટે અપીલ કરી હતી.
ઉત્તરાખંડમાં શું બની હતી ઘટના ?24 જાન્યુઆરી નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે પર હરિદ્વારની સૃષ્ટી ગોસ્વામી એક દિવસ માટે ઉત્તરાખંડની મુખ્યમંત્રી બની હતી અને તેણે ઉત્તરાખંડની ત્રિવેન્દ્ર સિંહ રાવત સરકારની તમામ યોજનાઓની સમીક્ષા કરી હતી. આ યોજનામાં અટલ આયુષ્માન યોજના, સ્માર્ટ સિટી પરિયોજના, પર્યટન વિભાગની હોમસ્ટે યોજના સિવાય અન્ય યોજના પણ સામેલ છે.
કોણ છે સૃષ્ટિ ગોસ્વામી વર્તમાન ઉત્તરાખંડની બાળવિધાનસભાની મુખ્યમંત્રી છે. તે હરિદ્વાર જિલ્લાના દોલતપુર ગામની રહેવાસી છે. તેના પિતા પ્રવીણકુમાર બિઝનેસ કરે છે અને માતા ગૃહિણી છે.
સૃષ્ટિનો અભ્યાસસૃષ્ટિ બીએમએસ પીજી કોલેજ રુડકીમાં બીએસસી એગ્રીકલ્ચરના સાતમા સેમેસ્ટરની સ્ટુડન્ટ છે. તેણે ઘણા આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં ભાગ લીધો છે. મે 2018માં તે ઉત્તરાખંડ બાળ વિધાનસભાની મુખ્યમંત્રી બની હતી
લેખન સંપાદન : Infogujarat Team
તમે આ લેખ Infogujarat.club ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવી જાણવા જેવી માહિતી ,સરકારી નોકરી અને યોજનાની માહિતી , બોલીવુડની મસાલેદાર ખબરો, ધાર્મિક લેખો , તાજા સમાચારો , સ્વાસ્થ્ય ટીપ્સ , ખેતી , સ્પોર્ટ્સ તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ વટ થી ગુજરાતી અને infogujaratofficial લાઈક કરી ને અમારી સાથે જોડાઓ. નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ડધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો અમારો કોઈ હેતુ નથી.. “જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”
જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!