સને ૧૯૩૦, ઓગસ્ટ, યોગીજી મહારાજ સારંગપુરમાં વિરાજમાન હતા. યોગીજી મહારાજના સારંગપુરના નિવાસ દરમ્યાન કંપાલાથી ઠાકોરજીના વપરાશ માટે કેટલાંક વાસણો આવેલાં.
તે વાસણોમાંથી અમુક ગોંડલ મંદિર માટે અને અમુક સારંગપુર મંદિર માટે રાખવાની વાત યોગીજી મહારાજે કરેલી. તે મુજબ વાસણોનાં ભાગ પણ પાડી દેવામાં આવેલા, પરંતુ આ ઘટનાના થોડા દિવસો બાદ યોગીજી મહારાજે હર્ષદ ચાવડા નામના યુવકને પોતાની પાસે બોલાવ્યા અને સારંગપુર મંદિર માટે અનામત રખાયેલાં વાસણો પણ તેમને આપતાં કહ્યું : “આ તમે ગોંડલ લઈ જાઓ.’
યોગીજી મહારાજની આજ્ઞા થતાં તે યુવાન તો વાસણો લઈને નીકળ્યા, પરંતુ તે હજી તો મંદિરનું પરિસર છોડે તે પહેલાં જ તેમને સ્વામીશ્રીનો ભેટો થઈ ગયો. સ્વામીશ્રીએ પૂછ્યું : “શું લઈને ચાલ્યો ?” યુવકે જેમ હતું તેમ બયાન કરી દીધું. કોઈ પણ વ્યવસ્થાપના મગજની સમતુલા ખોરવાઈ
જાય એ હદે યોગીજી મહારાજે આ પ્રસંગે ગોંડલ મંદિર પ્રત્યે પોતાનો પક્ષપાત જણાવ્યો હતો. પરંતુ આ વિગત સાંભળી સ્વામીશ્રીએ એક શબ્દની પણ પૂછપરછ કરી નહીં,
તેઓને યોગીજી મહારાજનાં આ ચરિત્રમાં લેશ પણ સંશય થયો નહીં. બને એટલી ઝડપથી તેઓએ હર્ષદભાઈને ગોંડલ તરફ રવાના થઈ જવા વાત કરી. એટલું જ નહીં, વાસણની સાથે વિદાયનું ભાથું પણ બંધાવ્યું કે “એક વાત ખાસ ધ્યાનમાં રાખજે.
એક યોગીજી મહારાજ સામે દૃષ્ટિ રાખજે. સત્સંગમાં ટકવાનો આ એક જ ઉપાય છે.” આ સમયે સ્વામીશ્રીની ગુરુભક્તિ તે યુવાનના હૈયા સોંસરવી ઊતરી ગઈ!
લેખન સંપાદન : Infogujarat Team
તમે આ લેખ Infogujarat.club ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવી જાણવા જેવી માહિતી ,બોલીવુડની મસાલેદાર ખબરો,ધાર્મિક લેખો , તાજા સમાચારો , સ્વાસ્થ્ય ટીપ્સ , ખેતી , સ્પોર્ટ્સ તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ વટ થી ગુજરાતી અને infogujaratofficial લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.વધુ ધાર્મિક લેખો, લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો