પાણી ભરવાનીની બાબતને લઈને બે મહિલાઓ આવી બથોબથ, વિડીયો જોઈને વિચારમાં મુકાઈ જશો..!

0
99

જેમ ઉનાળાની કાળઝાળ ગરમી પડવા લાગી છે. તેમ તેમ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પાણીના સ્ત્રોતો ખૂટવા લાગ્યા છે. એટલે કે ગામડાના વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા ખૂબ મોટી બનતી જાય છે. ગયા વર્ષે ચોમાસું સારું વરસ્યું હતું. એટલા માટે તમામ જળાશયો અને સરોવરો પાણીથી છલોછલ ભરાઇ ગયા હતા. ( વિડીયો જુવા માટે લેખને અંત સુધી વાંચો )

પરંતુ આ જળ સ્ત્રોત લાંબા સમયથી ચાલતા નથી ઉનાળો આવતાની સાથે જ પાણીની ઘટ પડવા લાગી છે. સરકારે ઘણા બધા ગામડાઓમાં મહીસાગર અને નર્મદાની નદીનું પાણી પાઇપલાઇન મારફતે પહોંચાડયું છે. પરંતુ પાઇપ લાઇનમાં ભંગાણના કારણે અથવા તો કોઈપણ અન્ય ખામીઓને કારણે દરેક ગામડા સુધી પાણી વ્યવસ્થિત પહોંચતું નથી.

અને જે ગામડાઓમાં પાણી વ્યવસ્થિત રીતે પહોંચે છે. તે ગામડાઓમાં વસ્તી વધારે હોવાને કારણે એક સાથે સૌ કોઈ લોકો પાણી ભરવા માટે ઉમટી પડતા હોય છે. જેને પગલે એકબીજા સાથે માથાકૂટ તો પણ થઈ જતી હોય છે. હાલ એવા જ એક પ્રકારનો કિસ્સો સુરેન્દ્રનગરના ચોટીલામાંથી સામે આવ્યો છે.

હકીકતમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં ગામડાની મહિલાઓ પાણી ભરવા માટે ઊભેલી છે. અચાનક જ બે મહિલાઓ બોલાચાલી કરવા લાગે છે. અને ત્યાર બાદ એકબીજા પર ગાગર અને હેલ બેડાથી મારામારી કરવા લાગે છે. આ મારામારી એટલી બધી ઉગ્ર બની જાય છે..

કે જોતાની સાથે જ આસપાસની ત્રણ ચાર મહિલાઓ પણ આ મારામારીને છૂટી પડાવવા માટે આવી રહી છે તો અન્ય મહિલાઓ આ બંને મહિલાને વધારે મારી રહી છે. આ દ્રશ્ય પછી તમે વિચારી શકો છો કે પીવાના પાણીનો મુદ્દો આ ગામડાઓમાં કેટલો બધો વિકરાળ હશે કે જેના કારણે મહિલાઓ એકબીજા સાથે બથોબથ બાધવા પણ લાગી છે.

આ વિસ્તારના ધારાસભ્યએ પણ આ વિસ્તારના પીવાના પાણીને લઇને વિધાનસભામાં મુદ્દો ઉઠાવ્યો હતો. આ બાબતને લઇને સરકાર કોઈ યોગ્ય પગલાં ભરે તેવું જાણવામાં આવ્યું છે. ખરેખર ગામડાના વિસ્તારોમાં પુરતી વીજળી અને પાણી ન મળતા ઘણી ખરી મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Divya Bhaskar (@divyabhaskar_in)

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુ જરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો! 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here