આજકાલ મારામારી અને ઝઘડાની ઘટનાઓ ખુબ જ સામે આવી રહી છે. રાજ્યમાં મારામારી અને ઝઘડા તેમજ લૂંટફાટના કેશો દિવસેને દિવસે ઘટવાને બદલે વધતા જ જાય છે. આપણે રોજના 5 થી 6 કિસ્સા જોઈ રહ્યા છીએ. અને સાંભળી પણ રહ્યા છીએ. આવી રીતે લોકો એકબીજા સાથે મારામારી કરીને દુશ્મનની વધારી રહ્યા છે.
આવી એક ઘટના ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લામાં કોટડીયા વિસ્તારના મેઇન રોડ પર જુના કવાર્ટર પાસે રહેતા પૂર્વ કોર્પોરેટરના પુત્ર અને તેમના પાડોશી વચ્ચે મારામારીની બની હતી. આ ઘટનામાં એક દિવસ પૂર્વ કોર્પોરેટર મીનાબેન રાવલ તેમના પરિવાર સાથે ખૂબ જ ખુશી-ખુશીથી રહેતા હતા.
અને તેમના પુત્ર 32 વર્ષના હતા. તેમનું નામ સંકેત રાવલ હતું. સંકેત રાવલ સાથે મારામારી થઇ હતી. એક દિવસ સાંજના સમયે સંકેત તેના ઘરે હતો. અને તેની બાજુમાં એક યુવક પોતાની પત્ની સાથે રહેતો હતો. તેનું નામ જય પરેશભાઈ કુબાવત હતું. આ જય એક દિવસ સંકેતને કહેવા તેના ઘરે ગયો હતો.
ત્યારે સંકેતની માતા મીનાબેનના ઘરે પહોંચી જાય છે અને મીના બહેનને પૂછે છે કે.’સંકેત ક્યાં છે?’ ત્યારે મીનાબહેન કહે છે કે, ઘરમાં છે. તેથી જય સંકેતને બોલાવીને પોતાની ગાડી સરખી રીતે પાર કરવા માટે તેની ગાડીની ચાવી માંગી હતી. ત્યારે સંકેતે ગાડીની ચાવી ન આપી. તે માટે જય કહ્યું હતું.
કે પોતે પોતાના ઘર પાસે અવ્યવસ્થિત રીતે પોતાની કાર પાર્ક કરી છે. સોસાયટીના બધા લોકોને આ ગાડી રસ્તે નડી રહી હતી. તેને કારણે તેને વ્યવસ્થિત પાર્ક કરવું જોઈએ. અને તેણે પોતાની ટુવીલ ગાડી પણ આડેધડ પાર્ક કરેલી હતી આમ કહીને બંને વચ્ચે ઝઘડો થઈ ગયો હતો. ત્યારે જય કુબાવત એ સાથે-સાથે કહ્યું હતું કે,’તે મારા પત્ની ની છેડતી કેમ કરી હતી’.
એમ કહીને ઝઘડો વધુ વધતો ગયો હતો. બંને વચ્ચે માથાકૂટ ખૂબ જ વધી ગઈ હતી. અને ત્યારે જયના ત્રણ મિત્રોને જયએ બોલાવ્યા હતા. અને આ વાત મારામારી સુધી પહોંચી ગઇ હતી. ત્યારબાદ જઈને ત્રણેય મિત્રો છરી,તલવાર જેવા હથિયારો લઈને આવી ગયા હતા.
અને સંકેતને ઝઘડાને કારણે છાતી અને કાનમાં છરી મારી દીધી હતી. અને ત્યારબાદ તરત જ મીનાબેન આ જોઈ ગયા હતા. અને તે બૂમો કરવા લાગ્યા હતા. તેને કારણે આજુબાજુના લોકો આવી ગયા હતા. અને આ જય કુબાવતના મિત્રોએ ગાળો આપીને પ્લાસ્ટિકની પાઇપ વડે હુમલો કર્યો હતો. તેને કારણે લોકો ડરી ગયા.
અને મીના બહેને તરત જ એમ્બ્યુલન્સને ફોન કરીને સંકેતને હોસ્પિટલ દાખલ કરાયો હતો તેની સારવાર ચાલુ કરાઈ હતી. ત્યારબાદ મીના બહેને પોલીસને ફોન કરીને આ ઘટનાની જાણ કરી હતી. પોલીસ આ ત્રણ મિત્રોને શોધવાની તપાસ કરી રહી છે. અને આ જયની પણ તપાસ કરી રહ્યા છે.
લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!