જયારે જયારે જૂની પુરાણી જગ્યાઓ પર ખોદકામ કરવામાં આવે છે ત્યારે ત્યારે કૈક અજુગતી વસ્તુઓ મળી આવતી હોઈ છે જે સામાન્ય માણસને વિચારવા પર મજબુર કરી બેસે છે. થોડા દિવસ પહેલા વડોદરા જીલ્લામાં આવેલા પવિત્ર સ્થાન પાવાગઢની ધર્મશાળાને ખોદકામ કરતી વેળાએ ખુબ જ ચોંકાવનારી વસ્તુઓ મળી આવી હતી.
ત્યાં ખોદકામ કરતી વખતે દારુ ગોળા મળી આવ્યા હતા જે પહેલાના જમાનામાં થયેલા યુદ્ધ સમયના હોવાનું માનાઈ છે. પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ ક્ષેત્રના સ્વાત જિલ્લામાં 1300 વર્ષ જૂનું એક હિન્દુ મંદિર મળી આવ્યું છે. પાકિસ્તાન અને ઈટાલીના પુરાતત્વ નિષ્ણાતોએ આ મંદિરની શોધ કરી છે.
આ મંદિર બરીકોટ ઘુંડાઈની પહાડીઓ વચ્ચે ખોદકામ દરમિયાન મળી આવ્યું છે. ખૈબર પખ્તુનખ્વાના પુરાતત્વ વિભાગના ફઝલે ખલીકે જણાવ્યું છે કે આ મંદિર ભગવાન વિષ્ણુનું છે. તમને જણાવી દઈએ કે, એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ મંદિર 1300 વર્ષ પહેલા હિંદુ શાહી સમયગાળા દરમિયાન બનાવવામાં આવ્યું હતું.
હિંદુ શાહી અથવા કાબુલ શાહી (850-1026 એડી) એ એક હિંદુ રાજવંશ હતો જેણે કાબુલ ખીણ (પૂર્વીય અફઘાનિસ્તાન), ગાંધાર (આધુનિક પાકિસ્તાન) અને હાલના ઉત્તર પશ્ચિમ ભારત પર શાસન કર્યું હતું. પુરાતત્વવિદોને ખોદકામમાં મંદિરની નજીક છાવણી અને રક્ષક ટાવર પણ મળ્યા છે.
ખોદકામ સાથે સંકળાયેલા નિષ્ણાતોને મંદિરની નજીક પાણીનો એક કુંડ પણ મળ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે મંદિરમાં પૂજા કરતા પહેલા ભક્તો ત્યાં સ્નાન કરતા હતા. ખાલીકે એમ પણ કહ્યું કે આ વિસ્તારમાં પહેલીવાર હિંદુ શાહી સમયના ચિહ્નો જોવા મળ્યા છે.
ઈટાલીના આર્કિયોલોજિકલ મિશનના પ્રમુખ ડૉ.લુકાએ જણાવ્યું કે સ્વાત જિલ્લામાં જોવા મળેલું આ ગાંધાર સભ્યતાનું પ્રથમ મંદિર છે. તમને જણાવી દઈએ કે સ્વાત જિલ્લામાં બૌદ્ધ ધર્મના ઘણા ધાર્મિક સ્થળો છે. સ્વાત જિલ્લામાં લગભગ 20 એવા સ્થળો છે જ્યાં દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાત લેવા આવે છે.
આવા સારા અવશેષો મળતાની સાથે જ પુરાતત્વ વિભાગના અધિકારીઓ તાત્કાલિક ધોરણે દોડતા થયા હતા અને ઘટના સ્થળની આગામી તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં જાણવા મળ્યું છે આ અવશેષો ખુબ જ જુના છે. કેટલા જુના છે તેની ચોક્કસ માહિતી આગામી તપાસ બાદ ખબર પડશે..
લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!