હાલમાં લોકો સાથે ઘણી બધી ઘટનાઓ બની રહી છે. તેમાં આજકાલ ચોરી અને ઘટનાઓ દિવસેને દિવસે વધવા લાગી છે. શહેરી વિસ્તારમાં અથવા તો ગ્રામ્ય વિસ્તારમાં લોકો બીજાની જિંદગીભરની કમાણીને લૂંટી રહ્યા છે. લોકો બીજાની સાથે ખરાબ વર્તન કરીને લુંટફાટો કરી રહ્યા છે. આજકાલ ચોરી લૂંટફાટ કરવા માટે માણસો ઘણી બધી નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે.
હાલમાં જ એવી એક છોકરી ની ઘટના સામે આવી હતી ચોરીની ઘટના શરૂ શહેરમાં બની હતી સુરજ હેમાં રહેતા પરિવાર સાથે આ ઘટના બની હતી. સુરતના અડાજણ વિસ્તારમાંથી સામે આવ્યો છે. જ્યાં સીકેવીલા સોસાયટીમાં એક ખેડૂત પરિવાર રહે છે. પરિવારના મોભી તેજસ પટેલ ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે.
એક દિવસ સવારમાં તેમના ઘરે ત્રણ લોકો પાલિકાના કર્મચારી કહીને આવ્યા હતા અને કહ્યું કે પાણીની ટાંકી ચેક કરવી છે. હાલ ચોમાસાનો સમય હોવાથી ઘરે-ઘરે પાલિકાના કર્મચારીઓ પાણીમાં કેટલી સ્વચ્છતા રહેલી છે તેવું ચેકિંગ કરવા માટે આવતા હોય છે. હકીકતમાં પાલિકાના કર્મચારી જશે એટલા માટે તેઓએ તેમને ઘરમાં ઘૂસવા દીધા હતા.
ત્રણેય લોકોએ પાલિકાઓનો યુનિફોર્મ પણ પહેર્યો હતો એટલું જ નહીં પરંતુ તેમની પાસે પાલિકાનો આઈકાર્ડ પણ હોવાથી ઘરના મોભી તેમને ઘરની અંદર ચેકિંગ કરવા માટે આવવા દીધા હતા. આ ત્રણેય યુવકો પાણી એ ટાંકી ચેક કરવા ગયા હતા. ચેક કર્યા બાદ ત્યાંથી નીકળી ગયા હતા. થોડીવાર રહીને તેજસ પટેલને કોઈ કામ માટે ઘરની બહાર જવું પડે એમ હતું.
એટલા માટે તેઓ ઘરની બહાર નીકળી ગયા અને ઘરમાં માત્ર મહિલાઓ જ હતી. તેજસ પટેલને બહાર જતાં જોઈને આ ત્રણેય બદમાશોએ વિચાર્યું કે ઘરના મોભી બહાર જતા રહ્યા છે. અને હવે ઘરે માત્ર મહિલાઓ છે. મહિલાઓને દબોચી લઈને ચોરી લુંટફાટ કરવી વધુ આસાન બની જશે. એટલા માટે ફરી વખત તેઓ તેમના ઘરે પાછા આવ્યા હતા.
ગાર્ડનમાં રહેલા પાણીને ચેક કરવાની વાતચીત કરી હતી. મહિલાને પણ થયું કે નક્કી આ પાલિકાના કર્મચારીઓ છે. એટલા માટે તેણે તેમને ઘરમાં જવા દીધા હતા. પરંતુ ગાર્ડન ચેક કરવાની બહાને એક યુવક ઘરના ગેટ ઉપર, બીજો યુવક ગાર્ડન પાસે જ્યારે ત્રીજો યુવક વચ્ચેના ભાગ પર ઊભો રહ્યો હતો.
અને જોત જોતામાં તો તેણે આ મહિલાનું ગળું દબાવીને તેને કેફી પદાર્થ સુંઘવાડી દીધો હતો. આ પદાર્થ સુંઘતા જ મહિલાને બેભાન કરવાનો પ્રયત્ન કરી લીધો હતો. અને ત્યારબાદ કિંમતી ચીજ વસ્તુઓ અને લૂંટવાનો ઇરાદો બનાવી લીધો હતો. પરંતુ મહિલા ખૂબ જ ચાલાક હતી. તેણે આ પદાર્થ સુંઘતાની સાથે જ પોતે બેભાન થઈ ગઈ હોય તેવું નાટક કર્યું હતું.
ત્યારબાદ ત્રણેય યુવકોએ જોયું કે મહિલા બેભાન થઈ ગઈ છે. એટલા માટે તેઓ કીમતી ચીજવસ્તુ ગોતવા લાગ્યા હતા. એવામાં મહિલા ઉભી થઈ ગઈ હતી અને બહાર દોડીને બૂમોબૂમ કરી દીધી હતી. જેને કારણે આજુબાજુના લોકો તાત્કાલિક ત્યાં દોડી આવ્યા અને આ ત્રણેય લૂંટારો અને રંગે હાથે પકડવા માટે તેમની પાછળ દોડ્યા હતા.
પરંતુ ત્યાંથી ભાગી નીકળ્યા હતા. આ તમામ ઘટના સોસાયટીના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ચૂકી છે. જેને લઈને અડાજણ પોલીસમાં અરજી આપીને આગળની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી હતી.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!