પાનનાં ગલ્લે યુવકને ભેગા મળીને લોકોએ યુવકને માર્યો ગડદાપાટાનો માર , કારણ જાણીને ચોંકી ઉઠશો.. જુવો CCTV વિડીયો..!

0
188

મારામારી થી કોઈનું ભલું થયું અને કોઈનું થવાનું પણ નથી. પરતું આજકાલનું યુવાધન સમજણને બદલે મારામારીને વધુ ધ્યાનમાં લે છે. આજકાલ એવા કેટલાય કિસ્સાઓ સામે આવતા હોઈ છે કે નજીવી બાબતોમાં યુવકો એકબીજાના મિત્રોના ટોળા એકઠા કરીને બદલાની આગને ઠારતા હોઈ છે..

માર મારીને વાતોને પૂરી કરવી એના કરતા સરળ બાબતે સમજણથી પતાવટ કરવામાં આ લોકો માનતા જ નથી. હાલ અમદાવાદના એક પાનના ગલ્લે મારામારી થતા મોટી રમખાણ સર્જાઈ ગઈ હતી. અને આ બાબતે પોલીસમાં પણ કોઈ ફરિયાદ થઇ નથી એટલા માટે પોલીસ પણ કશું કરી શકતી નથી અને ગુંડાતત્વોની દાદાગીરી ખુલે આમ વધી રહી છે.

એક યુવક રોજની જેમ જ અમદાવાદનાં વિજય ચાર રસ્તા પર આવેલી રાધે પાન પાર્લર નામની દુકાને મસાલો ખાવા માટે ગયો હતો. હાલ નવજુવાનો ની જિંદગીમાં પણ મસાલા ખાવાનું ચલણ વધી ગયું છે. તે મસાલાના સમાનની ખરીદી કરી રહ્યો હતો તે દરિમયાનમાં દુકાનમાં હાજર પાન પાર્લરનાં મલિક સાથે રૂપિયાની લેતી દેતી મામલે બોલા ચાલી શરૂ થઈ ગઈ હતી….

ધીમે ધીમે તો આ બોલાચાલી ખુબ જ ઉગ્ર બની ગઈ હતી. દુકાનદાર પણ એટલો બધો ઉગ્ર થઇ ગયો કે વાતમારા મારી સુધી પહોચી ગઈ હતી. ત્યારબાદ તેણે ફટાફટ કેટલાય મિત્રોને વારાફરતી કોલ કરીને યુવકને ઢોરમાર મારવા માટે ભેગા કરી દીધા હતા…

અને મિત્રો પણ ગણતરીની મિનીટમાં જ ભેગા થઇ ગયા હતા. અને ત્યારબાદ યુવક સાવ એકલો પડી ગયો હતો. જયારે દુકાનદારે ભારે ભીડ એકથી કરી લીધી હતી. તેના મિત્રો ભેગા થઈને યુવક ઉપર લાકડાં વડે હુમલો શરૂ કરી દીધો હતો અને આ બબાલમાં યુવકની સોનાની ચેઈન પણ ક્યાં પડી ગઈ હોવાનું સામે આવી રહ્યું છે.

આ યુવકની પોલીસ ફરિયાદ તો નથી નોંધવામાં આવી પણ તેની અરજી મુજબ સંજય ઉપાધ્યાય નામનાં આ વ્યક્તિ સાથે પૈસાની લેતી દેતી બાબતે સામાન્ય બોલચાલ થઇ હતી જેમાં દુકાનદારનાં મિત્રોએ આવીને બબાલ કરી નાંખી અને તેની સાથે ઢોર માર માર્યો હતો.

મહત્વનું છે કે આવી ઘટના પહેલી વખત નથી બની પરંતુ સામાન્ય બાબત માં આ પ્રકારનો હુમલો કેટલો યોગ્ય છે તે મોટો સવાલ છે. આ મામલે યુવક દ્વારા પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ આપવા રજુઆત કરવામાં આવી હતી પરંતુ પોલીસે હાલમાં અરજી લીધી છે.

આ મામલે જ્યારે યુવક સાથે વાત કરવામાં આવી તો તેમનું કહેવું છે કે તે ફરિયાદ માટે અધિકારીઓને મળી યોગ્ય રજુઆત કરશે જેથી તેને ન્યાય મળે.. આ ઘટનામાં તેની જે સોનાની ચેઈન ખોવાઈ છે દુકાનમાં તે પાછી મળી શકે.જોકે ફરિયાદ ન લેવા બાબતે અનેક વાર મુદ્દો સામે આવી ચુક્યો છે અને અનેક વાર અધિકારીને ઘટનાની જાણ પણ હોતી નથી.આ મામલે યુવકને હવે ન્યાય મળે છે કે કેમ તે જોવું રહ્યું.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુ જરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો! 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here