પાણીપુરીના ચેકિંગ કરતા એવું મળ્યું કે, આ પાણીપુરી ખાઈને થઇ શકે છે મોટી કેન્સર જેવી બીમારીઓ..જાણો..!!

0
197

આજના સમયમાં લોકો બહારની ખાણી પીણી ખૂબ જ પસંદ કરી રહ્યા છે. લોકોને આજકાલ બહારનું રેસ્ટોરન્ટ તેમજ લારીનું ખાવાનું વધારે પસંદ કરી રહ્યા છે. લોકો પોતાના મોજ શોખ માટે ઘણી બધી ભેળસેળવાળી વસ્તુઓનો ખોરાક લઇ રહ્યા છે. આજકાલ અવારનવાર લોકો સાથે ગંભીર ઘટના બની રહી છે. લોકોને ભેળસેળવાળું ગમે તેવું ખવડાવવામાં આવી રહ્યું છે.

જેને કારણે ભેળસેળવાળો પદાર્થ ખાતા જ લોકો બીમારીને આમંત્રિત કરી રહ્યા છે. આજકાલ મહિલાઓ પાણીપુરીની ખુબ જ શોખીન હોય છે. જેને કારણે રસ્તા પર મળતી લારીઓમાં પાણીપુરી મહિલાઓ વધારે ખાવાનું પસંદ કરી રહી છે પરંતુ આ પાણીપુરી વેચતા લોકો તેમાં ઘણી બધી ભેળસેળ કરી રહ્યા છે. બધા સરખા નથી હોતા પરંતુ અમુક લોકો આવું કરી રહ્યા છે.

પાણીમાં પણ ખરાબ પાણીનો ઉપયોગ થતો જોવા મળી રહ્યો છે. તે માટે આવી જ એક ઘટના હાલમાં સામે આવી હતી. જેમાં પાણીપુરીમાં ભેળસેળ કરીને લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું હતું. આ ઘટના વડોદરા જિલ્લામાં બની હતી. વડોદરા જિલ્લામાં વક્રેલા રોગચાળાને કારણે રસ્તા પર રહેલા લારીના ખોરાકને ફૂડ ચેકિંગના કર્મચારીઓએ આ પદાર્થોને ચેક કરવાનું કામ હાથ ધર્યું હતું.

તે માટે સમા વિસ્તારમાં કિશનનગરમાં 4 લારીઓને ચેકિંગ કરવામાં આવ્યું હતું અને બ્રહ્મનગરમાં 6 લારીઓ તેમજ વારસિયા તિવારીને વિસ્તારમાં 6 લારીઓ તેમજ ઉકાજીના વિસ્તારમાં 14 લારીઓને ચેકિંગ કરવામાં આવી હતી. આ લારીઓમાંથી પાણીપુરીનું પાણી, ચટણી, આટો, ચણા, પામોલીન તેલ, કપાસિયા તેલ, મેંદો તેમજ બટાકાના માવા જેવવા પદાર્થોનું સેમ્પલ લેવામાં આવી રહ્યું હતું.

આ સેમ્પલોમાં તેમના પરિણામ બાદ જાણવા મળ્યું હતું કે આ પદાર્થોમાં ભેળસેળ થઈ રહી છે. તે માટે આ લારીને નોટીસ આપી દેવામાં આવી હતી. લારીઓને બંધ કરાવવામાં આવી હતી. પાણીપુરીની લારીઓમાં ગમે તેવું પાણી વપરાઈ રહ્યું હતું. જેને કારણે લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચી રહ્યું હતું. માવો પણ ગમે તેમ ખુલ્લું રાખવામાં આવતો હતો.

જેને કારણે બટાકાનો માવો પર ગમે તેવા જીવજંતુઓ બેસતા હતા. આવા ખરાબ વેચાતા ખોરાકને લોકો ખાઈને તેના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી રહ્યા હતા. તે માટે બહાર મળતા લારીઓના પદાર્થોમાં ભેળસેળ જોવા મળી રહી હતી. જેને કારણે આ લારીઓને બંધ કરાવવામાં આવી હતી. તે માટે સૌ કોઈ લોકોને ચેતીને રહેવું જોઈએ.

બહારના આવા ખુલ્લા ખોરાક ખાવાનું ટાળવું જોઈએ. પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. અવારનવાર બનતી આવી ઘટનાઓ ઘણી બધી સામે આવી રહી છે. આવા ખુલ્લા ખોરાક ખાવાને કારણે આજકાલ ઘણી બધી મોટી બીમારીઓ પણ થઈ રહી છે. આવી ઘટના સામે આવતા સમગ્ર રાજ્યના જિલ્લાઓમાં લોકોને જાળવણી રાખવા માટે સૂચના આપવામાં આવી છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here