ભજીયા બધાજ લોકો ને ખુબજ ભાવતા હોય છે. આપણે બધા ઘરે અલગ અલગ પ્રકાર ના ભજીયા કરીયે છીએ જેમકે બટેટા ના ભજીયા, મરચા ના ભજીયા, મેથી ના ભજીયા, પાલક ના ભજીયા, ડુંગરી ના ભજીયા વગેર પ્રકાર ના ભજીયા આપણે ઘરે બનાવતા હોયે છે. હમણાં ચોમાસા ની શરુઆત થઇ રહી છે ચોમાસા માં બધા જ લોકો ને ભજીયા ખાવાનું મન ખુબજ થાય છે.
ચોમાસું આવે છે અને ચોમાસા માં ગુજરાતીઓ ને ભજીયા મળી જાય એટલે તે લોકો ને જલસો પડી જાય છે. એવામાં ભજીયા કઈક અલગ ટેસ્ટ ના હોય તો ખાવામાં ખુબજ મજા આવે છે. એટલા માટે અમે તમારા માટે આજે લઇ ને આવ્યા છે સ્વાદિષ્ટ પંજાબી ભજીયા. આ ભજીયા ઘરે જરૂર બનાવો નાના વ્યક્તિ થી લઇ અને મોટા વ્યક્તિ સુધી બધા લોકો ને ભાવશે આ ભજીયા. આ ભજીયા ની રેસીપી નીચે મુજબ છે.
સામગ્રી :-
- ૩ કપ મિક્સ વેજીટેબલ કોબીજ
- બટાકા, ડુંગળી અને રીંગણ બારીક સમારેલા
- ૧/૪ કપ કોથમીર સમારેલી
- ૧/૨ ચમચી લીલા મરચાની પેસ્ટ
- ૧ ચમચી લાલ મરચું પાવડર
- ૧ કપ વેસણ
- ખાવાનો સોડા – ચપટી
- ૧/૨ ચમચી અજમાં
- ૩ થી ૪ ચમચી આમલીનું પાણી
- તળવા માટે તેલ
બનાવવાની રીત :-
- પંજાબી ભજીયા બનવવા માટે સૌથી પેહલા ૩ કપ મિક્સ વેજીટેબલ અને કોબીજ લો તેમાં બટાકા, ડુંગળી અને રીંગણા બારીક સમારેલા તેમજ ૧/૪ કપ કોથમીર સમારેલી અને ૧/૨ ચમચી લીલા મરચાની પેસ્ટ નાખો.
- આ બધીજ વસ્તુ ઉમેરાઈ જાય પછી તેની અંદર ૧ ચમચી લાલ મરચું પાવડર અને ૧ કપ વેસણ નાખો.
- વેસણ નખાઈ જાય પછી તેને સરખી રીતે મિક્ષ કરી લો.
- બધીજ વસ્તુ મિક્ષ થઇ જાય ત્યારબાદ તેની અંદર ખાવાનો સોડા અને અજમાં ઉમેરી દો.
- આ વસ્તુ નખાય જાય પછી તેમાં થોડું પાણી મિક્સ કરી ઘટ્ટ ખીરું તૈયાર કરો.
- ખીરું તૈયાર કરતી વખતે એક વાત ખાસ ધ્યાન રાખજો કે ખીરું વધારે ઢીલું ન થઇ જાય.
- જો ખીરું ઢીલું થઇ જશે તો ભજીયા સરખા નહિ બને.
લેખન સંપાદન : Infogujarat Team
નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!