પરેશ ગોસ્વામીએ આપી આ તારીખે રાજ્યમાં સર્વત્ર વરસાદની મોટી આગાહી, રસ્તાઓ ફેરવાશે નદીમાં..!!

0
186

રાજ્યમાં મેઘરાજાની ખૂબ જ સારી એન્ટ્રી થઇ ગઇ છે. બધા રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને વરસાદને કારણે લોકોને ગરમીના બફારાથી રાહત મળી છે. રાજ્યના લોકોમાં વરસાદને કારણે ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અને હવામાન વિભાગના આગાહીના પગલે રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખૂબ જ સારો વરસાદ વરસી રહયો છે.

હવામાં નિષ્ણાંત પરેશ ગોસ્વામીના કહેવા પ્રમાણે રાજ્યમાં 26 અને 27 જૂનથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે. અને અરબી સમુદ્રમાં નવી સિસ્ટમની અસર દેખાઈ રહી છે તેને કારણે 26 અને 27 તારીખે રાજ્યમાં ખૂબ જ સારો વરસાદ વરસે. દરેક વિસ્તારોમાં ભારે અને સતત વરસાદ રહેશે. અને વરસાદી માહોલ જુલાઈ મહિનામાં સારો એવો જામશે તેવી આગાહી આપી છે.

હાલમાં સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. સૌરાષ્ટ્રના ગીર, જૂનાગઢમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગીરના દરિયા કિનારાના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે અને વરસાદી ઝાપટા ઉપરાપર ચાલુ થઈ ગયા છે. તેને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં લોકો પોતાના ઘરેથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.

સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાએ સતત વરસાદ વરસવાનું ચાલુ કરી દીધું હતું. જિલ્લાના વિસાવદર શહેરમાં  મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. 3 કલાકમાં 4 ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસાવી દીધો હતો. વાતાવરણમાં ખૂબ જ ઠંડક પ્રસરી ગઇ હતી. જૂનાગઢ જિલ્લામાં દરેક વિસ્તારોમાં સારો વરસાદ પડવાને કારણે રસ્તા ઉપર વરસાદી પાણીની નદીઓ વહેવા લાગી હતી.

દરેક વિસ્તારના નદી-તળાવો છલકાઇ ગયા હતા. જૂનાગઢ જિલ્લાના આશરે 9 તાલુકામાં મેઘરાજા સતત વરસી રહ્યા હતા. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા. તેને કારણે અંધકાર થઇ ગયો હતો. જૂનાગઢના આસપાસના વિસ્તારોમાં જેમકે કેશોદમાં 3 મી.મી, ભેસાણમાં 8 મી.મી, મેંદરડામાં 17 મી.મી અને માળિયાહાટીનામાં 21 મી.મી અને વંથલીમાં 3 મી.મી વરસાદ વરસી ચૂક્યો હતો.

જુનાગઢના બીલખા ઉમરાળીનાગામ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. તેને કારણે નદીમાં ઘોડાપૂર આવી ગયું હતું. નદીનું પાણી આ ગામ વિસ્તારમાં ઘરોમાં ઘૂસી ગયા હતા. જુનાગઢ જીલ્લાના અનેક વિસ્તારમાં મેઘરાજા ખૂબ જ વરસી રહ્યા હતા. જેને કારણે વાવણીલાયક વરસાદ વરસાદ વરસવાને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો.

ખેડૂતો પોતાની પાણી સારી વાવણી કરી રહ્યા હતા. સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા હતા. તેની સાથે સાથે હવામાન વિભાગના આગાહીના પગલે દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજા ખૂબ જ સારા એવા વરસી રહ્યા હતા. દક્ષિણ ગુજરાતના નવસારી અને સુરત શહેરમાં આકાશમાં કાળાં વાદળ જોવા મળી રહ્યા હતા. અને નવસારીમાં સતત વરસાદ વરસી રહ્યો હતો.

નવસારીના ગણદેવી, ચીખલી તાલુકામાં ખૂબ જ સારો વરસાદ પડી રહ્યો હતો. સુરતના આસપાસના જિલ્લાઓમાં જેમકે બારડોલીમાં 17 મી.મી, કામરેજમાં 85 મી.મી, મહુવામાં 16 મી.મી, ઓલપાડમાં 15 મી.મી, ચોર્યાસીમાં 6 મી.મી અને સુરત શહેરમાં 18 મી.મી જેટલો વરસાદ વરસી ચૂક્યો હતો.  દક્ષિણ ગુજરાતના દરેક જિલ્લાઓમાં ખૂબ જ સારો વરસાદ વરસી ચૂક્યો હતો.

મધ્ય ગુજરાતમાં પણ ખૂબ જ સારો એવો વરસાદ વરસવાની આશંકા હતી પરંતુ અમદાવાદ, વડોદરા, ગાંધીનગર જેવા વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસી રહ્યો હતો. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, ભરૂચ જેવા વિસ્તારોમાં ખૂબ જ સારો વરસાદ અને ગાજવીજ સાથે કડાકા-ભડાકાથી વરસાદ વરસી રહ્યો હતો.

જો સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ, ગીર-સોમનાથ, સુરેન્દ્રનગર, અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો હતો. દરેક રાજ્યોમાં ખૂબ જ સારો એવો વરસાદ વરસવાને કારણે દરેક રાજ્યના ખેડૂતો ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે અને લોકોની ખુશીની લાગણીઓ છવાઈ ગઈ છે.

પરંતુ ઘણી બધી જગ્યાએ ખુશીની સાથે સાથે લોકોની ખુશી માતમમાં ફેરવાઈ રહી છે. ઘણા બધા વિસ્તારોમાં ગાજવીજ વરસાદને કારણે વીજળીના કડાકા સાથે વીજળી પડતા લોકોના મૃત્યુ થવા લાગ્યા છે. આવી ઘણી બધી મુશ્કેલીઓ પણ થઈ રહી છે. તેને કારણે ચોમાસુ સારું એવું રાજ્યમાં ચાલી રહ્યું છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here