પરિવારના 5 સભ્યો એકસાથે નદીમાં નાહવા જતા ડુબી ગયા જોતા જ સૌ કોઈના ઉડી ગયા હોશ, પોલીસ પણ છે હેરાન..!!

0
110

આજકાલ લોકો પોતાના મોજશોખ માટે બહાર ફરવા નીકળે છે. પરંતુ ફરવામા જ અમુક એવી ઘટનાઓ બની જાય છે. જેને કારણે અમુક ઘટનામાં લોકોના મૃત્યુ થઈ જાય છે. આજકાલ એવી દુર્ઘટના થતી જોવા મળે છે આવી જ એક હૃદય પિગળાવી નાખે તેવી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક પરિવાર ફરવા માટે બહાર ગામ જાય છે.

આ ઘટના નર્મદા જિલ્લાના નાંદોલ તાલુકાના માંડણ ગામમાં બની છે. માંડવ ગામની બહાર નીકળતી નદી જે કુદરતનો ખૂબ જ મોટું સૌંદર્ય ધરાવે છે આ નદીનું નામ કરજણ નદી છે. કરજણના કિનારે લોકો ફરવા માટે ઘણી બધી જગ્યાએથી આવે છે. આ ગામની નદીમાં અદભુત સૌંદર્ય હોવાથી મોટી સંખ્યામાં લોકો ત્યાં ફરવા માટે આવે છે.

આ કરજણ નદીમાં ભરૂચ જિલ્લાના ગામના એક જ પરિવારના 5 સભ્યો માંડણ ગામમાં ફરવા આવે છે. આ પરિવારમાં રહેતા સભ્યો જનકસિહ બલવંતસિંહ પરમાર તેની ઉમર 35 વર્ષની હતી. અને તેમની પત્ની જીગનિશાબેન જનકસિંહ પરમાર તેમની ઉંમર 32 વર્ષની હતી. અને તેમનો પુત્ર પૂર્વરાજ જનકસિંહ પરમાર હતો.

તેની ઉંમર 8 વર્ષની હતી. અને તેની સાથે આવેલા વીરપાલસિહ પરબતસિંહ ચૌહાણ તેની ઉંમર 27 વર્ષની હતી. અને ખુશીબેન વીરપાલસિંહ ચૌહાણ તેની ઉંમર 24 વર્ષની હતી. આ પરિવાર નદીમાં ફરવા માટે આવે છે. અને તેઓ થોડો સમય કરજણ નદીના કિનારે બેસીને ઠંડા પવનની મોજ લે છે. ત્યારબાદ પરિવારના લોકો નદીમાં નાહવા માટે જાય છે.

અને બધા નદીમાં નાહવા પડે છે ત્યારે આ પુર્વરાજ નાહતા-નાહતા થોડો દુર જતો જાય છે. અને આ ડૂબવા લાગે છે  પરંતુ પરિવારના લોકો નાહવામાં એટલા તલ્લીન હોય છે કે તેને ખબર હોતી નથી. પછી બીજા લોકો આ જોઈ રહ્યા હોય છે તેને કારણે આ પુત્રના પિતા જનકભાઈ તેની પાસે જાય છે પરંતુ તે પણ ડૂબવા લાગે છે.

અને બચાવવા માટે કિનારે રહેલા લોકો ઘણો પ્રયાસ કરે છે. પરંતુ ધીમે-ધીમે આ પાંચેય સભ્યો એકબીજાને બચાવવામાં બધા જ ડૂબી જાય છે. અને આ ઘટના બહાર કિનારે બેઠેલા બીજા લોકો જોવે છે પરંતુ તેને બચાવી શકતા નથી. તેથી રાજપીપળાની નગરપાલિકાની જાણ કરવામાં આવે છે. અને આ 5 સભ્યોને બહાર કાઢવાની કોશિશ કરવામાં આવે છે. પરંતુ 1 લાશ મળી આવે છે. અને બાકીના 4 ની લાશોને પોલીસ શોધી રહી છે.

લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here