આજકાલ મારામારી અને હ.ત્યાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. સમાજમાં લોકો નાની-નાની વાતને કારણે એકબીજા સાથે મારામારી કરી રહ્યા છે. પરિવારના લોકો પોતાના સબંધોની ભૂલીને બીજા લોકો સાથે સંબંધ બનાવી રહ્યા છે. પોતાના પ્રેમ સંબંધને કારણે પરિવારના દરેક સભ્યોના જીવ જોખમમાં મુકી રહ્યા છે. આપણે આવા પ્રેમની ઘણી બધી વાતો સાંભળી છે.
જેમાં પોતાના પ્રેમ માટે પતિ-પત્ની એકબીજા સાથે મારામારી કરીને હ.ત્યા કરી રહ્યા છે. આવી જ એક હ.ત્યાની ઘટના સામે આવી છે. જેમાં માતાના પ્રેમ સબંધને કારણે દીકરાને બંને જીવ ગુમાવ્યો હતો. આ ઘટના વડોદરા જિલ્લામાં બની હતી. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પસવા ગામમાં એક પરિવાર રહેતું હતું.
આ પરિવારમાં પતિ-પત્ની અને તેમનો 6 વર્ષનું બાળક રહેતું હતું. મુકેશભાઈ ગોવિંદભાઈ પરમાર અને તેમની પત્ની સુમિત્રાબેન બારીયા અને તેમનો પુત્ર પ્રિન્સ રહેતા હતા. પ્રિન્સની ઉંમર 6 વર્ષની હતી. પરિવારમાં સુમિત્રાબેન અને મુકેશભાઈના લગ્ન 8 વર્ષ પહેલા થયા હતા. પરંતુ સુમિત્રાને તેના પિયરમાં હતી.
તે સમયે કિશન મનહરભાઈ રાવળ સાથે પ્રેમસંબંધ હતો. સુમિત્રાને તેના પિતાએ મુકેશભાઈ સાથે લગ્ન કરાવ્યા હતા. પરંતુ છેલ્લા એક વર્ષથી સુમિત્રા અને કિશનભાઇનો સબંધ ચાલી રહ્યો હતો. તેને કારણે સુમિત્રા તેના સંતાનોનું સરખુ ધ્યાન રાખતી ન હતી. અને પિયરમાં તેના પ્રેમીને મળવા માટે વારંવાર જતી હતી.
તેને કારણે મુકેશભાઈને તેના આ પ્રેમસંબંધની ખબર પડતાં પત્ની વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા. સુમિત્રા ઘરમાં બધા વ્યક્તિઓને હેરાન કરી રહી હતી. તેના પ્રેમીને પામવા માટે પિયરના લોકોનું પણ સાંભળતી નહોતી. ગામમાં દરેક વ્યક્તિઓને સુમિત્રાના આ પ્રેમ પ્રકરણની ખબર હતી.
એક દિવસ પતિ નોકરી કરવા માટે સવારે તૈયાર થઈને જઈ રહ્યો હતો. ત્યારે તેના પતિએ સુમિત્રાને ઘરસંસાર સરખો ચલાવવા માટે કહ્યું હતું. આ અનૈતિક સંબંધો બંધ કરવા માટે કહ્યું હતું. પરંતુ સુનિતાએ તેના પતિને કહ્યું હતું કે,’ તારાથી થાય તે કરી લે, હું બધાને પૂરા કરી દઈશ અને કિશન સાથે જતી રઇશ તું અહીંથી જતો રહે’ એમ કહેતા પતિ નોકરીએ જતો રહ્યો હતો.
સુમિત્રાએ પોતાના 6 વર્ષનો દીકરો પ્રિન્સને મારી નાખવાનું વિચાર્યું હતું. કારણ કે પ્રેમીને મળવા જાય ત્યારે આંખના કણાની જેમ ખુચતો હતો. દીકરાને કારણે તે પોતાના પ્રેમીને મળી શક્તિ ન હતી. તેને કારણે બપોરના સમયે સુમિત્રાએ નિર્દય બનીને તેના 6 વર્ષના દીકરાનું ગળું દબાવી દીધું હતું.
ત્યારબાદ પ્રિન્સને પાછળ વાડીએ લઈ જઈને થાંભલામાં માથું ફસાવીને પ્રિન્સનું મૃત્યુ થઈ ગયું છે. તેમ બધાંને જણાવ્યું હતું પરંતુ ગામના લોકોને આ વાતની ખબર હતી તે માટે સુમિત્રાના પતિ મુકેશભાઈને આ ઘટનાની જાણ કરી હતી. મુકેશભાઈએ પોલીસને સુમિત્રાની સામે ફરિયાદ નોંધાવી હતી. મુકેશભાઈએ તેના દીકરાને મારી નાખવાની ફરિયાદનો આરોપ સુમિત્રા પર લગાવ્યો હતો. તેને કારણે પોલીસ સુમિત્રા અને તેના પ્રેમીની તપાસ કરી રહી હતી.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!