આજના સમયમાં મહિલાઓ પોતાના સાસરીયા કે પિયરિયાથી ત્રાસીને ખૂબ જ ખરાબ પગલાં ભરી રહી છે. મહિલાઓ પોતાના સંતાનોનું વિચાર્યા વગર આવા પગલાં ભરી લે છે. અને સમાજમાં મહિલાઓને આવા પગલાં ભરવાને કારણે ખૂબ જ બદનામી ભર્યું સહન કરવું પડે છે. આવી જ એક ઘટના સામે આવી છે.
આ ઘટના સુરત શહેરના બારડોલી જિલ્લાના માંગરોળ તાલુકામાં બની હતી. માંગરોળ તાલુકાના મોસાલી ગામમાં એક મહિલા પિતાને ત્યાં મળવા માટે આવી હતી. મહિલાનું નામ હિના હતું. અને હિના મોસાલી ગામમાં તેના પિતા સજાઉદીન સદરૂદીન પઠાણની પુત્રી હતી. તે પિતાની ત્યાં રહેવા માટે આવી હતી.
હીનાના લગ્ન 14 વર્ષ પહેલા સુરતમાં એક યુવક સાથે કરવામાં આવ્યા હતા. આ યુવકનું નામ મહંમદ ઝુબેર મલેક હતું. અને મહંમદ અને હીનાના 2 સંતાનો પણ હતા. તેઓનું લગ્નજીવન ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું હતું. હીના સુરતથી મોસાલી ગામે તેના પિતાના ઘરે તેના પુત્રોને વેકેશન હોવાને કારણે રહેવા માટે આવી હતી.
તે થોડા દિવસ રહીને સુરત પાછી જતી રહેવાની હતી. પરંતુ હિના તેના પિતાને ત્યાં થોડા દિવસ રહ્યા બાદ અચાનક પિતાના ઘરેથી કોઈને પણને કીધા વગર ઘરમાંથી ભાગી ગઈ હતી. તેણે ઘરમાં તેની માતા કે બહેનને કઈ પણ જાણ કરી નહોતી. અને તેને કારણે ઘરના તમામ સભ્યોએ હીનાને ખૂબ જ શોધી હતી.
પરંતુ હિના ક્યાંયથી ન મળતાં તેના પતિ મહંમદને જાણ કરવામાં આવી હતી. અને કેવું હતું કે હિના તેના પ્રેમી સાથે ભાગી ગઇ હશે કેમકે હિના છેલ્લા 1 વર્ષથી સુરતમાં તેની સોસાયટીમાં રહેતા સૈયદ રજા નામના વ્યક્તિ સાથે પ્રેમ સંબંધમાં હતી. પરંતુ હીનાના સાસરિયાંએ ખબર પડતાં તેના સાસુ-સસરા અને પતિએ હીનાને આ બધું બંધ કરી દેવા માટે ઠપકો આપ્યો હતો.
અને સૈયદને પણ સારો એવો ઠપકો આપ્યો હતો. અને હીનાના પતિ હીનાને પ્રેમ સબંધ છોડી દેવા માટે કહ્યું હતું. પરંતુ હિના તેના બંને બાળકોને મૂકીને સૈયદ સાથે ભાગી જવા માગતી હતી. તેને કારણે તેના પતિએ હિના તેના પ્રેમી સાથે ભાગી ગઇ હોવાની શંકા કરી હતી. ત્યારબાદ તેના પતિએ સુરતના પોલીસ સ્ટેશનમાં હિનાની ફરિયાદ પણ નોંધાવી હત. પોલીસ હીનાની તપાસ કરી રહી હતી.
લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!