પરણિત મહિલાએ કુંવારા યુવક સાથે પ્રેમસબંધમાં ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લીધો, જોઇને પોલીસ પણ છે હેરાન..!!

0
116

સમાજમાં લોકો પોતાના અંગત સંબંધને કારણે ખરાબ પગલાઓ ભરી રહ્યા છે. લોકો પોતાના પ્રેમ સંબંધને કારણે આપઘાત કરી રહ્યાની ઘટનાઓ બની રહી છે. ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. લોકો પોતાના જીવનની મુશ્કેલીઓથી દૂર ભાગી રહ્યા છે. અને પ્રેમ સંબંધમાં લોકો પોતાના પરિવારના સભ્યોનું વિચાર્યા વગર આવા ખરાબ પગલાઓ ભરીને પોતાના જીવને ટૂંકાવી દે છે.

આવી જ એક ઘટના જામનગર જિલ્લામાં બની હતી. જામનગર જિલ્લાના વિભાપર ગામમાં પ્રેમી પંખીડાઓએ આપઘાત કર્યાની ઘટના બની હતી. જામનગરના રાજ પાર્ક પાછળ આવેલા વિભાપર ગામના ખેતરમાં આ બંને પ્રેમી પંખીડાઓ મળી આવ્યા હતા. તેમાંથી યુવતીનું નામ હેતલબેન અનિલભાઈ ચૌહાણ હતું. તેની ઉમ્ર 22  વર્ષની હતી.

હેતલબેનના લગ્ન અરવિંદભાઈ ચૌહાણ નામના યુવક સાથે થોડા સમય પહેલા થયા હતા. અરવિંદભાઈ ચૌહાણ મહુવામાં રહેતા હતા. મહુવા તાલુકાના કતપર ગામમાં હેતલબહેન પણ અરવિંદભાઈ સાથે લગ્ન બાદ તેના સાસરીયે જતી રહી હતી. પરંતુ હેતલબેનની નાની બહેનના લગ્ન સંબંધ શોધવાનું ચાલુ કર્યું હતું.

તે માટે તે પિયર આવી હતી. હેતલબેનના લગ્ન થઈ ગયા હતા તેથી તે પિયરમાં લોકોને મળવા આવી હતી. તે સમયે નાની બહેનના લગ્ન વિનોદ ભરતભાઈ સારિયા નામના યુવક સાથે કરવાની વાતચીત ચાલી રહી હતી. વિનોદની ઉમ્ર 26 વર્ષની હતી. તે જામનગરમાં રાજપાર્ક વિસ્તારમાં રહેતો હતો અને છૂટક મજુરીઓ કરતો હતો.

બંનેનો સંબંધ કરી નાખ્યો હતો. ઘરના લોકો લગ્નનું વિચારી રહ્યા હતા. તેને કારણે નાની બહેનનો સંબંધ કર્યો હોવાથી હેતલબહેન અને નાની બહેન બંને બહેનો થોડા દિવસ વિનોદ સારીયાને ત્યાં રોકાવા માટે એકાદ અઠવાડિયું ગયા હતા. હેતલ બહેનને લગ્ન થયાને થોડા દિવસ જ થયા હતા. થોડા દિવસ હેતલબેન વિનોદભાઈના ઘરે રહ્યા.

તે સમયે તેને વિનોદ સાથે પ્રેમ થઈ ગયો હતો. તેને કારણે બંને એકબીજા વગર રહી શકે તેમ લાગતું ન હતું. બંનેના ઘરના લોકો આ વાતે સહમત નહીં થાય કારણ કે હેતલ બંને બહેનના લગ્ન થઈ ગયા હતા. અને વિનોદ સાથે નાની બહેનનો સંબંધ થઈ ગયો હતો. તે માટે બંને એક નહીં થઈ શકે તેમ માની લીધું હતું.

એક દિવસ હેતલબેન અને વિનોદ વિભાપર ગામના ખેતરમાં ગયા હતા. અને ખેતરમાં જઈને ઝેરી દવા પીને આપઘત કરી લીધો હતો. ઝેરી દવા પીને બંને પોતાના એકસાથે જીવ ગુમાવ્યા હતા. ત્યારબાદ વિભાપર ગામના ખેતરમાં દવા પીધી હોવાથી ખેતરના માલિકને આ બંને પ્રેમી પંખીડાઓ ની લાશો મળી આવી હતી.

તે માટે વિનોદના ઘરના લોકોને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. એક સાથે ત્રણ પરિવારને કાળી ટીલી લાગી ગઈ હતી. હેતલના પિયરના લોકોએ તેના સાસરિયાને પણ આ ઘટનાની જાણ કરી હતી. આમ એક પરણીત મહિલાએ કુવારા યુવક સાથે પ્રેમ સંબંધ બાંધીને બંનેએ પોતાના જીવ ગુમાવ્યા હતા.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here