પતિએ પત્નીને માનવીને પાછી લાવવાના બહાને રસ્તામાં પત્નીનું નાક કાપી નાખ્યું, આ કારણે જાણીને સૌ કોઈ છે હેરાન..!!

0
138

આજના સમયમાં મહિલાઓને પોતાના પતિ પર પણ વિશ્વાસ કરવો મુશ્કેલ બની ગયો છે. પોતાના પતિ અને પરિવારના લોકો પણ તેની સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે. આવી અનેક ઘટનાઓ આપણે જોઈ રહ્યા છીએ. આજકાલ મહિલાઓ શિક્ષિત બની રહી છે. તેને કારણે શિક્ષિત મહિલા પોતાનું ઘર સારી રીતે ચાલે તે માટે બહાર નોકરી-ધંધા માટે જાય છે.

પરંતુ પરિવારની નીચી વિચારસરણી ધરાવતા લોકોને કારણે આ મહિલા ઉપર અનેક શંકાઓ કરીને સાથે ઝઘડો કરી રહ્યા છે. આવી જ એક શિક્ષિત મહિલા સાથે શંકા કરીને તેના પતિએ જ ખૂબ જ ઝઘડો કર્યો હતો. અને પત્નીની હાલત પણ ખૂબ જ ખરાબ કરી નાખી હતી. આ ઘટના બહરાઇચમાં બની હતી. બહરાઇચના બેડનાપુરની આવી ચોંકાવનારી ઘટના જોઈને બધા જ લોકો ચોંકી ગયા છે.

આ ઘટનામાં શિક્ષિત મહિલા સાથે બની હતી. મહિલાનું નામ રજની દેવી હતું. રજની દેવીની ઉંમર 26 વર્ષની હતી. રજની દેવી શિક્ષિત મહિલા હતી તેને કારણે તેણે ભણતર પછી સાસરે આવીને નોકરી ચાલુ કરી હતી. તે સારી એવી નોકરી કરી રહી હતી. રજની દેવી વિદ્યુત વિભાગમાં કર્મચારી ફરજ બજાવતી હતી.

અને તેના પતિનું નામ જ્ઞાનદત પાઠક હતું. આ જ્ઞાનદત્ત પાઠક પોતાની પત્ની બહાર નોકરી કરતી હોવાને કારણે તેની ઉપર અવારનવાર શંકા કરતો હતો. અને તેના પરિવાર સાથે મળીને એની પત્નીને ઘણા બધા ટોણા પણ મારતો હતો. અને આવું જ્ઞાનપથ પાઠક રજની સાથે અવારનવાર કરી ઝઘડો કરતો હતો.

આ ઝઘડો રોજેરોજ થવાને કારણે રજનીબેન કંટાળીને પોતાના પિયર ચાલી ગઇ હતી. અને તે પાછી નહીં આવવાનું કહીને નારાજ થઈને રજની પોતાના પિયર જતી રહી હતી. અને તેનો પતિ તેને પિયરમાં મનાવવ ગયો હતો. અને જ્ઞાનદત્તએ તેના સાસરિયાંની સામે રજનીને પરત આવવા માટે સમજાવી હતી.

રજનીને પાછી પોતાના સાસરે આવવા નીકળી પરંતુ પતિએ રજનીને માટે એક કાવતરું ઘડયુ હતું. રજની પોતાના ઘરેથી સાસરે તરફ પરત આવતી હતી ત્યારે રસ્તામાં વચ્ચે તેના પતિએ પોતાના 2 મિત્રો સાથે મળીને રજનીની સાથે મારામારી કરી હતી. અને તેને કારણે રજની ઘાયલ થઇ ગઇ હતી.

રજનીના નાક પર બચકા ભરી ગયા હતા. તેને કારણે રજનીનું નાક કપાઈ ગયું હતુ અને આમ જ્ઞાનદત્તએ એ પોતાની પત્ની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. ત્યારબાદ રજનીને આ હાલતમાં ઘાયલ મૂકીને તેનો પતિ અને તેના મિત્રો ભાગી ગયા હતા. તે સમય રજનીએ પોતાના પિયરને લોકોને આ વાતની જાણ કરી હતી.

પિયરવાળા ઘટનાસ્થળે આવીને રજનીને તરત જ હોસ્પિટલ લઇ ગયા હતા. અને રજની માતાએ તેના સાસરીયા, તેનો પતિ અને તેના મિત્રો સામે ફરિયાદ પોલીસને કરી હતી. પોલીસ આ જ્ઞાનદત્ત અને તેના મિત્રોની તપાસ કરી રહી હતી. લોકો પોતાની પત્ની સાથે આવો દુર્વ્યવહાર કરીને સમાજને પણ લજવી રહ્યા છે.

લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here