આજના સમયમાં લોકો પોતાની શરમને એક બાજુ મુકીને ઘણા બધા ખરાબ કામ કરી રહ્યા છે. સમાજમાં લોકો બીજાને લીધે પોતાના ઘરની જ વ્યક્તિને દૂર કરવા માંગે છે. અને પરિવારમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડા અને ઘણી બધી મુશ્કેલીઓ ચાલતી હોય છે. પરંતુ એક પતિ જ પોતાની પત્ની સાથે દુર્વ્યવહાર કરે તેવી ઘટનાઓ પણ ઘણી બધી સામે આવી રહી છે.
આવી જ એક ચોંકાવનારી ઘટના બની છે. આ ઘટના સીતામઢી શહેરના મહેસૌલ વિસ્તારમાં બની હતી. આ વિસ્તારમાં પતિ-પત્નીનું પરિવાર રાજીખુશીથી રહેતું હતું. અને બંને વચ્ચે ખૂબ જ સારું ચાલતું પણ હતું. પતિનું નામ કરણ મુખિયા હતું. અને પત્નીનું નામ ગાયત્રીદેવી હતું. બંનેના લગ્ન થયા તેને ઘણા વર્ષો થઈ ગયા હતા.
અને કરણને અચાનક બીજી કોઈ યુવતી સાથે પ્રેમસંબંધ થઈ ગયો હતો. અને ગાયત્રી દેવીનો પતિ તેની પ્રેમિકાને અવારનવાર મળતો હતો. અને તેને ફરવા પણ લઈ જતો હતો. કરણ મુખિયા ગાયત્રીદેવીને ક્યારે ફરવા લઈ ગયો નહોતો. અને ગાયત્રી દેવી સાથે લગ્ન તેણે પોતાના પરિવારના કહેવા પ્રમાણે કર્યા હતા.
તેને ગાયત્રીદેવી ગમતી પણ ન હતી. તેને કારણે તેના પતિએ બીજી યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધીને આ યુવતી સાથે જીવન જીવવાનું વિચારી લીધું હતું. અને તેની પ્રેમિકાને પામવા માટે ગાયત્રી દેવીને પોતાના રસ્તેથી દુર કરવા માગતો હતો. અને આ કારણે ઘણા દિવસ પહેલાં કરણએ તેની પ્રેમિકા સાથે પ્રેમિકાને ફસાવીને લગ્ન કરી લીધા હતા.
સબંધની ગાયત્રી દેવીને ખબર ન પડે તેમ અંધારામાં રાખીને ચોરીછુપે મંદિરમાં લગ્ન કરી લીધા હતા.અને ગાયત્રી દેવીને કરણની આ કરતુતની ખબર પડી ગઈ હતી. તેને ખબર પડી ગઈ હતી કે મારો પતિ બીજી કોઇ યુવતીના પ્રેમમાં છે. તેને કારણે ગાયત્રીએ કરણને આ બાબતે પૂછ્યું ત્યારે કરણે ગાયત્રી દેવી સાથે ખૂબ જ ઝઘડો કર્યો હતો.
અને ગાયત્રીદેવી ઉપર હાથ પણ ચલાવ્યો હતો. ત્યાર પછીથી બંને વચ્ચે અવારનવાર ઝઘડાઓ ચાલુ થઈ ગયા હતા. પરંતુ કરણના પરિવારના લોકો તેના પ્રેમ સંબંધથી ખુબ જ ખુશ હતા. તેઓને પણ ગાયત્રી દેવીને પોતાના ઘરેથી બહાર કાઢવા માંગતા હતા. તેને કારણે કરૂણ સાથે મળીને પરિવારે ગાયત્રીદેવીને એક દિવસ હત્યા કરી નાખી.
એક દિવસ વહેલી સવારે ગાયત્રી દેવીની પોતાના ઘરમાં જ હત્યા કરી નાખી હતી. અને ગાયત્રી દેવીના પિયર્યાને ખબર ન પડે તેવી રીતે તેની લાશને બાળી નાખવા માંગતા હતા. પરંતુ આજુબાજુના લોકોને આ વાતની ખબર પડતા તેઓએ ગાયત્રી દેવીના પિયરને પોતાની પુત્રીની હત્યા અને તેની લાશને સળગાવવાનો કાવતરાની જાણ કરી દીધી હતી.
તેને કારણે ગાયત્રીદેવીના પિયરના લોકોએ અચાનક તેના સાસરીયે આવ્યા અને તેની પુત્રીની લાશને સળગાવે તે પહેલા ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અને ગાયત્રી દેવીના પિતાએ ગાયત્રી દેવીના સાસરિયા અને તેના પતિ સામે પોલીસને ફરિયાદ કરી હતી. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી હતી.
લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!