આજકાલ લોકો ઉનાળાની ગરમીથી રાહત મેળવવા માટે નદી અથવા રિસોર્ટમાં નાહવા માટે જઈ રહ્યા છે. ત્યારે તે લોકો સાથે અચાનક એવી ઘટનાઓ બનવા લાગી છે. અને તેમાં લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. આજકાલ આપણે દિવસમાં ઘણા બધા ડૂબવાના કિસ્સાઓ જોઈ રહ્યા છીએ અને સાંભળી રહ્યા છીએ.
આજકાલ લોકો પોતાના મોજશોખ માટે ફરવા જઈ રહ્યા છે. આવી જ એક ઘટના સુરત શહેરના સુવાલી દરિયાકાંઠે બની હતી. એક દિવસ વિકાસ સાળવે તેની ઉંમર 22 વર્ષની હતી. તેની સગાઈ હાલમાં થઈ હતી. અને સગાઈની ખુશીમાં તેના પિતરાઈભાઈ અને પાડોશી યુવકો સાથે તેમના બધાના પરિવારના 8 થી 10 લોકો ગયા હતા.
એક દિવસ સવારના સમયે સુવાલી ફરવા માટે ગયા હતા. આ સમયે કિનારે થોડો સમય બધા લોકો બેસ્યા પછી દરિયાના વહેતું પાણી જોઈને લોકોને નાહવાની ખુબ જ ઇચ્છા થતાં બધા લોકો નાહવા માટે ગયા. તેમાં સચિન, શરણમ, અનિલ, અકબર અને સાગર બધા યુવકો નાહવા માટે ગયા હતા.
અકબર ફ્લીપકાર્ટની ડિલિવરીનું કામ કરતો હતો. તે વિકાસનો પાડોશી હતો. અને સચિન પોતાના પરિવારમાં 5 બહેનોમાં એકનો એક ભાઇ હતો. સચિનના પિતા પોતાના વતનમાં જમીનદારની નોકરી કરે છે. અને સચિન એચ.પી કંપનીના પ્લાન્ટમાં સિલિન્ડર પ્રિન્ટિંગનું કામ કરતો હતો.
ત્યારબાદ સાગર પોતાની ગર્ભવતી પત્નીને લઈને નાહવા માટે ગયો હતો. તે દરમ્યાન સચિન, શરણ, અનિલ અને વિકાસ 4 દરિયામાં ન્હાવા માટે ગયા હતા. શરણ અને અનિલ વિકાસ થોડો સમય નાહીને બહાર નીકળી ગયા હતા. સચિનને બહાર નીકળવા માટે કીધું હતું. પરંતુ તેણે થોડો સમય પછી નીકળે છે તેમ કહ્યું હતું.
ત્યારબાદ બધા પોતાની મોજ મસ્તીને કારણે ખૂબ જ પાણીમાં નાહી રહ્યા હતા. તે સમયે સચિન પાણીમાં ડૂબવા લાગ્યો હતો. અને તેને બચાવવા માટે અકબર કુદી ગયો હતો. અને એમ ધીમે-ધીમે બધા લોકો એક બીજાને બચાવવા માટે ગયા. બધા લોકો પાણીમાં ઊંડે જતા રહ્યા હતા. અને એટલામાં સાગરે પોતાની પત્નીને ધક્કો મારીને બચાવી લીધી હતી.
આ બધા યુવાનો ડૂબવાના કારણે બૂમાબૂમને કારણે સ્થાનિક લોકો તેમને બચાવવા માટે ગયા. પરંતુ બધા યુવાનો પાણીમાં ઉંડે જતાં રહ્યા હતા તેને કારણે તેને બચાવવા મુશ્કેલ બની ગયા હતા. બહાર ઊભેલા લોકોએ તરત જ ફાયર બ્રિગેડને ફોન કરીને આ ઘટના અંગે જાણ કરી હતી.
ત્યારે સુવાલી વિસ્તારના પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. અને ઘટના સ્થળે પોલીસ અને ફાયરબ્રિગેડ તરત જ પહોંચી ગઈ હતી. અને આ યુવકોની શોધખોળ કરી હતી. પરંતુ તે સમયે અકબર અને સચિનની લાશ મળી હતી. આ બંનેની લાશોને બહાર કાઢવામાં આવી હતી. અને સાગરની ગર્ભવતી પત્નીને પણ બેહોશીની હાલતમાં બહાર કાઢવામાં આવી હતી. અને બીજા યુવકની તપાસ પોલીસ કરી રહી હતી.
લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!