પતિએ તેની પત્ની પૂર્વ પતિ સાથે ભાગી જતા આઘાતમાં કર્યું કઈક એવું કે, જોઇને પોલીસ પણ વિચારમાં મુકાઈ ગઈ..!

0
136

હાલના સમયમાં સમાજમાં કોઈપણ પર વિશ્વાસ કરવો ખૂબ અઘરો બની ગયો છે. આજકાલ લોકો વિશ્વાસઘાત કરી રહ્યા છે. લોકોની આજકાલ સ્વાર્થ ભરી જિંદગી થઈ ગઈ છે. લોકો પોતાના મોજ-શોખ અને પોતાની મરજીનું જીવન જીવવા માટે બીજા લોકોને પાયમાલ કરી રહ્યા છે. આવી ઘણી ઘટના જોવા મળે છે પરંતુ આ ઘટના ખુબ જ ગંભીર બની છે.

આ ઘટના બુંદી જિલ્લાના નૈનવાના વિસ્તારમાં રહેતા એક યુવક સાથે બની હતી. આ યુવકનું નામ સીતારામ ગુર્જર હતું. આ યુવક તેની પત્ની સાથે નૈનવા વિસ્તારમાં શ્યામ વિહાર પ્રતાપ નગરમાં રહેતા હતા. સીતારામ ગુર્જરની ઉંમર 30 વર્ષની હતી. તેઓ તેની પત્ની સાથે ખુબ જ ખુશીથી રહેતા હતા. તેમની પત્નીનું નામ સોનાબેન હતું.

તેની ઉંમર 28 વર્ષની હતી. તેની પત્ની લગ્ન પહેલા દિયાલી બુંદીમાં રહેતી હતી. તેની પત્ની અને તેનાં લગ્નને 2 જ મહિના થયા હતા. સીતારામ ગુર્જર કારખાનામાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતો હતો. સોનાના સીતારામ પહેલા એકવાર લગ્ન થઈ ચૂક્યા હતા. અને તેના પછી તેણે સીતારામ સાથે પ્રેમલગ્ન કર્યા હતા.

એક દિવસ સવારે તે રોજની જેમ પોતાની પત્નીને ઘરે મૂકીને નોકરીએ ધંધા માટે ગયો હતો. સોનાબેન પણ તેની સાથે ખુબ જ ખુશીથી અને સારી રીતે રહેતી હતી. પરંતુ એક દિવસ સોનાબેન સીતારામના ઘરેથી નીકળ્યા બાદ ઘરમાંથી ઘરેણા અને રોકડા પૈસા લઈને ભાગી ગઈ હતી. ત્યારબાદ સીતારામના સાંજે ઘરે આવતા તેની પત્ની સોનાબેનને તેણે શોધવાનું ચાલુ કર્યું હતું.

તેણે સોસાયટીમાં પણ આજુબાજુ બધા જ લોકોને પોતાની પત્ની વિશે પૂછ્યું હતું. પરંતુ તેની પત્નીને કોઈએ જોઈ ન હતી. તેને કારણે થોડા દિવસ પછી સીતારામ ગુજરને જાણવા મળ્યું હતું કે સોના તેના પહેલાના પતિ પાસે જતી રહી છે. અને હવે તે પાછી નહીં આવે. સોનાનો પહેલો પતિ બુંદીમાં રહેતો હતો.

અને સોનાબેન તેના પહેલાના પતિ સાથે ભાગી જવાને કારણે સીતારામ ખુબજ આઘાતમાં આવી ગયો હતો. અને તેણે એક દિવસ તેને આખો દિવસ સોનાબેનના વિચાર આવતા હતા. અને તેને ખૂબ જ આઘાત લાગ્યો હતો. તેને કારણે સીતારામએ પોતાની જિંદગી ટૂંકાવવાનો વિચાર્યું હતું. અને એક દિવસ બપોરના સમયે સાંગાનેર રેલવે સ્ટેશન પર ગયો.

ત્યાં જઈને ટ્રેનની સામે કુદી ગયો હતો. અને તેણે આપઘાત કરી લીધો હતો. ત્યારબાદ રેલવે પોલીસે સીતારામના પરિવારને જાણ કરી હતી. સીતારામએ ખિસ્સામાં એક સુસાઈડ નોટ પણ લખી હતી. તેણે લખ્યું હતું કે મારી પત્ની સોનાબેન ગુર્જરે મારી સાથે દગો કર્યો હતો. અને પત્નીની આવી છેતરપીંડીને કારણે હું મરી રહ્યો છું.

મારા પરિવારના સભ્યોને હેરાન કરશો નહીં એમાં કોઈ એમનો વાંક નથી. અને મારા બેંકના ખાતામાં 1,50,000  રૂપિયા છે. આવું લખીને તેમણે પોતાનું જીવન ટુંકાવ્યું હતું. ત્યારબાદ સીતારામના મોટાભાઈએ સીતારામની પત્ની સોનાબેન સામે પોલીસને ફરિયાદ નોંધાવી હતી. અને પોલીસ આ સોનાની તપાસ કરી રહી છે.

લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here