પાટીદાર પછી બીજા બે સમાજ એ પોતાના સમાજના CMની માંગ કરી, રૂપાણી સરકાર મૂંઝવણમાં.. જાણો..વિગતે!

0
207

ખોડલધામમાં પાટીદાર આગેવાનોની મળેલી બેઠક બાદ ગુજરાતનુ રાજકારણ ગરમાયુ છે. પાટીદારો પછી હવે કોળી સમાજે પણ રાજકીય અન્યાય સામે બાંયો ચડાવવા નક્કી કર્યુ છે. કોળી સમાજે પણ રાજકીય સન્માન જળવાતુ નથી. એટલું જ નહીં, વિધાનસભા કે અન્ય ચૂંટણીમાં ટીકિટ ફાળવણીમાંય અન્યાય થઇ રહ્યો છે જેથી કોળી સમાજે મહાસંમેલન યોજવા તૈયારીઓ આરંભી છે. કોળી સમાજની આ રાજકીય ગતીવિધીને જોતાં ભાજપ ચિંતાતુર બન્યુ છે.

ગુજરાતમાં રાજકીય ગતીવિધી તેજ બની : કોરોનાની મહામારી વચ્ચે ગુજરાતમાં રાજકીય ગતીવિધી તેજ બની ગઇ છે. ખોડલધામમાં પાટીદાર આગેવાનો બેઠક યોજીને વર્ષ ૨૦૨૨માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર મુખ્યમંત્રી હોવો જોઇએ તેવી માંગ કરી છે .

જેથી ગુજરાતના રાજકારણમાં કઇંક નવાજૂની થવાના એંધાણ વર્તાઇ રહ્યાં છે. પાટીદારોની રાજકીય હલચલ હજુ શાંત પડે તે પહેલાં જ કોળી સમાજે પણ રાજકીય રીતે પુરતુ સન્માન મળતુ નથી. એટલું જ નહીં, રાજકીય પ્રભુત્વ જળવાઇ રહે તે માટે કોળી સમાજે પણ મેદાને પડવા તૈયારી કરી છે.

ગુજરાતમાં જાતિવાદે ફેણ માંડી,ભાજપની ચિંતા વધી : ગુજરાતમાં જાતિવાદે ફેણ માંડી છે જેના કારણે ભાજપની ચિંતામાં વધારો થયો છે. કોળી સમાજે આ અગાઉ પણ પેટાચૂંટણી વખતે ભાજપ સામે બાંયો ચડાવી હતી. ધારાસભ્ય સોમા ગાંડા પટેલને લિંબડી બેઠક પર ટિકિટ આપવાના મુદ્દે રાજકીય જંગ જામ્યો હતો પણ છેવટે ભાજપની નેતાગીરી મનમાની જ કરી હતી. હવે ફરી કોળી સમાજે રણશિંગુ ફૂંકવા તૈયારી કરી છે.

એવી ફરિયાદ ઉઠી છેકે,૨૩ ટકા વસ્તી હોવા છતાંય કોળી સમાજને રાજકીય પદ આપવામાં આવતુ નથી અને ટિકીટની ફાળવણીમાં અન્યાય કરવામાં આવે છે. આગામી દિવસોમાં સોમનાથ અને ગાંધીનગરમાં કોળી સમાજનું મહાસંમેલન યોજવા આયોજન કરાયુ છે. જાતિવાદ રાજકારણ ગરમાતાં ભાજપની ચિંતા વધી છે કેમકે, પાટીદારો બાદ કોળીઓનો રોષ ટાઢો પાડવો પડશે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here