પાટીદારો એક થઈ જાય તો કેટલાની સત્તા હલાવી શકે? જાણો કેટલો છે પાટીદારોનો “પોલીટીકલ પાવર” ..!

0
279

ખોડલધામ ખાતે બે દિવસ પહેલા એક એવી બેઠક મળી, જેના કારણે ગુજરાતના રાજકીય વાતાવરણમાં અચાનક જ ગરમી આવી ગઈ. બેઠક હતી પાટીદાર આગેવાનોની. જેમાં ગુજરાતમાં રાજકીય ક્ષેત્રે પાટીદારોના પ્રભુત્વ પર ચર્ચા થઈ. અને માગ ઉઠી કે વર્ષ 2022માં ગુજરાતના મુખ્યમંત્રી પાટીદાર હોવા જોઈએ.

પાટીદાર CM હોવાની માંગ ઉઠી : ખોડલધામ ખાતે યોજાયેલી બેઠકમાં કડવા અને લેઉવા પાટીદારો મતભેદ ભૂલીને એકતાનો સંદેશ આપ્યો છે ત્યારથી સમાજની મહત્વકાંક્ષા પણ વધી અને  સમાજને રાજ્યના CM કે અન્ય હોદ્દાઓ પર મહત્વનું પદ મળે તે માટે ચર્ચાઈ રહ્યું છે. જો કે 2022મા વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે પાટીદાર બેઠક મળી તેમાં રાજકીય નિર્દેશો મળ્યા ત્યારે સમાજની મહત્વકાંક્ષા પણ સામે આવી રહી છે.

15 ટકા વસ્તી ધરાવે છે પાટીદાર સમાજ :  જો કે ખોડલધામ ખાતે યોજાયેલી કડવા અને લેઉવા પાટીદાર સમાજની બેઠકમાં બાદ પાટીદાર સમુદાય મહત્વકાંક્ષી બન્યો છે. હાલ 15 ટકાની વસ્તી ધરાવતો પાટીદાર સમાજ રાજ્યના રાજકારણમા ખૂબ જ મહત્વનું પાસું ધરાવે છે.

  • પાટીદારોનો કેટલો છે પાવર? 
  • – રાજ્યમાં કડવા અને લેઉવા પાટીદાર સમુદાયની 15 ટકા વસ્તી છે
  • – જેથી 2012માં 182 ધારાસભ્યો માંથી 50 ધારાસભ્યો  પાટીદાર સમુદાયમથી હતા
  • – 2012મા જીતેલા 50 ધારાસભ્યોમાંથી  36 ધારાસભ્યો ભાજપ માંથી ચૂંટાયા હતા
  • – પાટીદાર આદોલન બાદ સમીકરણ બદલાયા અને કોગેસેની પાટીદારમાં સીટો વધારો થયો
  • – 2017માં ભાજપના  28 અને કોગસના 20 પાટીદાર ધારાસભ્યો વિજય બન્યા
  • – જો કે કોગેસના મળેલા 2017માં વિજય થયેલા 20 ધારાસભ્યોમા ફક્ત 11 પાટીદાર ધારાસભ્યો કોગેસ માંથી ચૂંટાયા હતા
  • – 2017માં ભાજપનાં 8 ધારાસભ્યો ઘટાડો થયો હતો
  • – હાલ ભાજપનાં 44 ધારાસભ્યો, ત્રણ કડવા અને ત્રણ લેઉવા પટેલમાંથી એમ 6 સાંસદો જ્યારે ત્રણ સાંસદો હાલ રાજ્યસભામાં પાટીદાર સમુદાયના છે

શું કહે છે ભાજપ? : ભાજપમા પાટીદાર મહ્ત્વકાંક્ષી અંગે પૂછતાં ભાજપનાં પાટીદાર નેતા અને ભાજપનાં મંત્રી મહેશ કસવાલા જણાવ્યું કે,રાજ્યમા પાટીદાર સમાજએ સંગઠિત સમાજ છે,જે કૃષિ અને વૈજ્ઞાનીક ક્ષેત્રે આગળ વધ્યો એટલે સુસુક્ષિત આગળ વધ્યો છે. તેમ રાજનીતિમાં પણ મુખ્યમંત્રી જેવા પદમાં તમામ સાથે લઈ શકાઉ તેવું નેતૃવ જરૂરી છે.

કોંગ્રેસ પાટીદારોને પોતાના તરફ ખેંચવા તલપાપડ : જો કે પાટીદાર આંદોલન બાદ પાટીદાર સમુદાયમાં ક્યાંક કોંગ્રેસ ને સમર્થન સાથે કોગેસ તરફ મહ્ત્વકાંક્ષી બન્યું હોય તેમ જોવા મળી રહ્યું છે. ત્યારે આજે કોગેસના પાટીદાર નેતાઓ પણ બેરોજગારી કે રોજગારી માટે જે સક્ષમ બને તેવા નેતાઓ પ્રધાન્ય આપવાની વાત કરી સમાજ નહિ પરંતુ રાજ્યના અનેક લોકો રોજગારી તકો અને પ્રશ્નો વાચા આપે તેના તરફી મહ્ત્વકાંક્ષી બનવાની વાત કરી રહ્યા છે

OBC કરતાં પાટીદારોનો વર્ગ વધારે  : જો કે ભાજપ હોય કે કોગેસ બન્ને પોતાના પક્ષના શાસન અંગે સમાજ માટે મહ્ત્વકાંક્ષી સેવી રહ્યા હોવાનું સ્વાભાવિક છે,પરંતુ રાજકીય વિશ્લક હરિ દેસાઈનું કહેવું છેકે ફક્ત કોઈ એક  સમાજ મહ્ત્વકાંક્ષી બને તે  અગત્યનું નથી પરંતુ તમામ સમાજ મહ્ત્વકાંક્ષી બને તે જરૂરી છે. જો કે હાલ રાજ્યમા OBC સમાજ 40 ટકા છે,જ્યારે પાટીદાર 12 ટકા છે,પરંતુ રાજકીય પ્રભાવ અને વગ વધારે છે,માટે પારીદર મહતકાક્ષી બન્યા છે.

જો કે હાલ તો પાટીદાર સમુદાય એક મંચ પર આવ્યા બાદ આડકતરી રીતે સમાજને પ્રધાન્ય આપવાનો મેસેજ આપ્યો છે. ત્યારે હવે ત્રીજા વિકલ્પ તરીકે આમ આદમીએ પણ પગ પેસારો કર્યો છે ત્યારે આવનાર વિધાનસભાની 2022ની ચૂંટણીમાં ત્રિપાંખિયા જંગમા પાટીદાર કર્યા પક્ષને સમર્થન કરે છે તે તો જોવું જ રહ્યું.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here